બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી છે પુષ્પાની “શ્રીવલ્લી”, 21 વર્ષની ઉંમરે સગાઇથી લઇને 25 વર્ષની ઉંમરે નેશનલ ક્રશ બનવા સુધી…આવી છે રશ્મિકાની જર્ની

6 વર્ષમાં 13 ફિલ્મો કરી ચૂકેલી રશ્મિકા મંદાના છે કરોડોની માલકિન, એક ફિલ્મ માટે ચાર્જ કરે છે આટલા કરોડ

પુષ્પામાં શ્રીવલ્લીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રશ્મિકા મંદાના 26 વર્ષની થઈ ગઈ છે. કર્ણાટકના વિરાજપેટમાં 5 એપ્રિલ, 1996ના રોજ જન્મેલી રશ્મિકા મંદાના આજના યુગમાં દક્ષિણની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. લોકો રશ્મિકાને એક્સપ્રેશન ક્વીન અને નેશનલ ક્રશ તરીકે પણ ઓળખે છે.રશ્મિકા અને તેના ચાહકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. રશ્મિકાના ખાસ દિવસે સોશિયલ મીડિયા પર ચાહકો તેને ખૂબ અભિનંદન આપી રહ્યા છે, સાથે જ સેલેબ્સ પણ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. પોતાની ક્યૂટ સ્માઈલથી બધાનું દિલ જીતનાર રશ્મિકા મંદાનાએ એમ.એસ. રામૈયા કોલેજ ઓફ આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સમાંથી સ્નાતક પૂર્ણ કર્યું.

તેણે મનોવિજ્ઞાન, અંગ્રેજી સાહિત્ય અને પત્રકારત્વમાં બેચલર કર્યું છે. પરંતુ તેણે તેની કારકિર્દી માટે અભિનય પસંદ કર્યો. રશ્મિકા મંદાના સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી છે. રશ્મિકાએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 2016માં કરી હતી. તેણીએ કન્નડ ફિલ્મ કિરિક પાર્ટીથી ડેબ્યુ કર્યું હતું. તે તેના સમયની સૌથી વધુ કમાણી કરનાર કન્નડ ફિલ્મ બની. રશ્મિકાના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી અને તેણીએ બેસ્ટ ડેબ્યુનો એવોર્ડ પણ જીત્યો હતો.આ પછી રશ્મિકા મંદાના વધુ બે કન્નડ ફિલ્મો – ચમક અને અંજની પુત્રમાં જોવા મળી હતી.

2018માં, રશ્મિકાએ પહેલીવાર વિજય દેવરાકોંડા સાથે ફિલ્મ ગીતા ગોવિંદમમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેના કામની પ્રશંસા કરવામાં આવી હતી. ત્યારબાદ મહેશ બાબુ સાથેની રશ્મિકાની ફિલ્મ સરીલેરુ નીકેવરુ રિલીઝ થઈ. જે પાછળથી સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મ બની.અભિનયની દુનિયામાં તે માત્ર થોડાં જ વર્ષની છે છતાં તે જાણીતી અભિનેત્રીઓને સ્પર્ધા આપે છે. માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તેની લાંબી ફેન ફોલોઈંગ છે. હાલમાં પણ તે જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. દક્ષિણની આ સુંદર અભિનેત્રીની પ્રથમ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી.

આ પછી પણ તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. જોકે પુષ્પા ફિલ્મની સમગ્ર કથા અલ્લુ અર્જુન પર કેન્દ્રિત હતી, પરંતુ શ્રીવલ્લી તરીકે રશ્મિકાની પણ ફિલ્મમાં તેના કામ માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. 2016માં પોતાના કરિયરની શરૂઆત કરનાર રશ્મિકાએ અત્યાર સુધી માત્ર 13 ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેમ છતાં તે કરોડોની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકા મંદાના 6 મિલિયન ડોલર એટલે કે 45 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે. રશ્મિકા હવે એક ફિલ્મ માટે 4થી 5 કરોડ રૂપિયા લે છે. અગાઉ તેની ફી 1થી 2 કરોડ હતી.

રશ્મિકાનું બેંગ્લોરમાં પોતાનું ઘર છે. અહીં પોશ વિસ્તારમાં તેનો એક વિલા છે, જેની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે. આ સાથે રશ્મિકાની પાસે ઘણી બ્રાન્ડેડ કાર પણ છે. મર્સિડીઝ બેન્ઝ સી-ક્લાસ સિવાય તેની પાસે Audi Q3 જેવા મોંઘા વાહનો છે. આ સિવાય રશ્મિકા મંદાનાએ ગોવામાં નવું ઘર ખરીદ્યું છે. તેનો ફોટો પણ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકાએ 2020માં હૈદરાબાદના પોશ વિસ્તારમાં એક નવો બંગલો પણ ખરીદ્યો હતો. ફિલ્મો ઉપરાંત રશ્મિકા મંદાના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે.

તે McDonald’s, Vicks, Santoor, Amul Macho, Dabur Honey, Khazana Jewellery, Cashify અને LOT Mobiles જેવી બ્રાન્ડેડ કંપનીઓની જાહેરાતોમાંથી પણ સારી કમાણી કરે છે.ફિલ્મ પુષ્પા પાર્ટ 1 એ રશ્મિકાની કારકિર્દીને પાંખો આપી અને તેણીએ ફરી એકવાર દેશમાં પ્રભુત્વ જમાવ્યું. હવે તે શ્રીવલ્લી તરીકે ઓળખાવા લાગી છે. 26 વર્ષની રશ્મિકા મંદાનાએ પોતાના કરિયરમાં સફળતા જોઈ છે, જ્યારે તેનું અંગત જીવન ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયું છે. રશ્મિકા તેની પ્રથમ ફિલ્મ કિરિક પાર્ટી દરમિયાન અભિનેતા રક્ષિત શેટ્ટીને મળી હતી. બંને પ્રેમમાં પડ્યા અને વર્ષ 2017માં બંનેએ સગાઈ કરી લીધી.

જો કે, આ લવસ્ટોરી લાંબો સમય ચાલી નહીં અને 2018માં બંને અલગ થઈ ગયા. પરંતુ કહેવાય છે કે તમારો પ્રેમ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તમને યોગ્ય વ્યક્તિ મળે. હવે રશ્મિકા મંદાનાના જીવનમાં ફરી કોઈ ખાસ આવ્યું છે. આ ખાસ વ્યક્તિ છે વિજય દેવેરાકોંડા. વિજય અને રશ્મિકા ઘણીવાર સાથે સમય પસાર કરતા જોવા મળે છે. કહેવાય છે કે બંને રિલેશનશિપમાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. પ્રોજેક્ટ્સની વાત કરીએ તો રશ્મિકા મંદાનાનો આવનારો સમય પણ ઘણો સારો રહેવાનો છે. તેણે ઘણી હિન્દી ફિલ્મો સાઈન કરી છે.

રશ્મિકા સિદ્ધાર્થ મલ્હોત્રાથી લઈને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. આ સાથે, તે પુષ્પા પાર્ટ 2 માં પણ ચમકશે. રશ્મિકાએ અત્યાર સુધીમાં કિરિક પાર્ટી, ચલો, ગીતા ગોવિંદમ, અંજની પુત્ર, ચમક, યજમાન, ડિયર કોમરેડ, દેવદાસ, સરીલેરુ નેક્કેવારુ, ભીષ્મ, પોગ્રુ, સુલતાન, અને પુષ્પા ધ રાઇઝ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રશ્મિકા મંદાના ટૂંક સમયમાં મિશન મજનૂ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા કામ કરી રહ્યો છે. આ સિવાય તે ગુડબાય અને પુષ્પા 2માં પણ કામ કરી રહી છે.

Shah Jina