પોતાના અસિસ્ટેન્ટના લગ્નમાં પહોંચી સાઉથની ખ્યાતનામ અભિનેત્રી રશ્મિકા મંદાના, સાદગીએ જીત્યા ચાહકોના દિલ, જુઓ તસવીરો અને વીડિયો

“પુષ્પા”ની શ્રીવલ્લી પહોંચી તેના આસિસ્ટન્ટના લગ્નમાં, નવપરણિત કપલ ચરણસ્પર્શ કરી રહ્યું હતું ત્યારે જ રશ્મિકાએ આપી એવી પ્રતિક્રિયા કે લોકો કરવા લાગ્યા વખાણ, જુઓ વીડિયો

Rashmika Mandana arrives at her assistant’s wedding : બોલીવુડની જેમ સાઉથ ફિલ્મોના પણ લોકો દીવાના છે અને ઘણા કલાકારો તો આજે આખી દુનિયામાં નામના મેળવી ચુક્યા છે અને તેમનો ચાહકવર્ગ પણ ખુબ જ વિશાળ છે. એવી જ એક અભિનેત્રી છે રશ્મિકા મંદાના. જેની લોકપ્રિયતા આખી દુનિયામાં છે અને તેને નેશનલ ક્રશ પણ કહેવામાં આવે છે. ત્યારે રશ્મિકા અવાર નવાર સ્પોટ પણ થતી હોય છે અને તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જાય છે.

સાડીમાં ખુબ જ સુંદર દેખાઈ અભિનેત્રી :

ત્યારે હાલમાં જ 3 સપ્ટેમ્બરે રશ્મિકાએ હૈદરાબાદમાં તેના આસિસ્ટન્ટના લગ્નમાં હાજરી આપી હતી.આ દરમિયાનની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.જેમાં અભિનેત્રી એક પરિણીત કપલ ​​સાથે જોવા મળી રહી છે. સામે આવેલી તસવીરો અને વીડિયોમાં રશ્મિકા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ ફંક્શન માટે, તેણે સિગ્નેચર યલો ​​કલરની એક સુંદર સાડી પસંદ કરી હતી, જેની સાથે રશ્મિકાએ તેના કેટલાક વાળ પાછા બાંધીને ખુલ્લા છોડી દીધા હતા. આ લુકમાં તે અદભૂત લાગી રહી હતી.

પ્રતિક્રિયાએ જીત્યા દિલ :

જો કે, રશ્મિકાની સુંદરતા સિવાય આ વીડિયોમાં જે વસ્તુએ લોકોનું ધ્યાન ખેંચ્યું તે હતું રશ્મિકાની પ્રતિક્રિયા. વાસ્તવમાં, જ્યારે અભિનેત્રી નવા પરિણીત યુગલને અભિનંદન આપવા અને આશીર્વાદ આપવા સ્ટેજ પર ગઈ, ત્યારે સાઈ અને તેની પત્નીએ રશ્મિકાના ચરણ સ્પર્શ કરીને આશ્ચર્યચકિત કરી દીધું. આ દરમિયાન રશ્મિકા પણ શરમ અનુભવતી જોવા મળી હતી. દંપતીના પગને સ્પર્શ કરતી વખતે, અભિનેત્રીએ પોતે નીચે ઝૂકીને હાથ જોડી દીધા.

ચાહકોએ વરસાવ્યો પ્રેમ :

રશ્મિકાની આ શૈલી તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે, દરેક તેના વર્તન પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ પછી રશ્મિકા નવા પરિણીત કપલ ​​સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતી પણ જોવા મળી હતી. અભિનેત્રીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, હાલમાં તેની કીટીમાં ઘણા પ્રોજેક્ટ્સ છે. તે છેલ્લે શાંતનુ બાગચીની ‘મિશન મજનૂ’માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે બોલિવૂડ ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળશે.

Niraj Patel