નેશનલ ક્રશ બની ગયેલી સાઉથ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને આજે કોઈ ઓળખની જરૂર નથી. હાલમાં જ તેની પુષ્પા ફિલ્મ બોલીવુડમાં ધૂમ મચાવી ગઈ. રશ્મિકાએ માત્ર 4 વર્ષમાં જ ફિલ્મી દુનિયામાં એક ખાસ ઓળખ બનાવી લીધી છે અને હાલમાં તેનું નામ એક્ટિંગ જગતની સૌથી મોટી અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે.
અભિનેત્રી રશ્મિકાએ ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ના બીજા ભાગ માટે નિર્માતાઓ પાસેથી મોટી રકમ માંગી છે. કહેવાય છે કે ‘પુષ્પા ધ રાઇઝ’ માટે રશ્મિકા મંદન્નાને 1.5 કરોડ રૂપિયાની ઑફર કરવામાં આવી હતી. ત્યારે હવે બીજા ભાગ માટે અભિનેત્રીએ ફી તરીકે 3 કરોડ રૂપિયા માંગ્યા છે. જો ફિલ્મના મેકર્સ રશ્મિકાની આ માંગને સ્વીકારે છે, તો તે અભિનેત્રીના ફિલ્મી કરિયરની અત્યાર સુધીની સૌથી વધુ ફી હશે. રશ્મિકા મંદન્નાનું નામ સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે.
તમને જણાવી દઈએ કે રશ્મિકા માત્ર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જ ફેમસ નથી પરંતુ ધીમે ધીમે તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી રહી છે. તે થોડા જ સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે આવનારી ફિલ્મ “મિશન મજનુ”માં જોવા મળવાની છે. રશ્મિકા સોશિયલ મીડિયા સેસન્સ પણ બની ચુકી છે આ ઉપરાંત તે કરોડોની સંપત્તિની માલકીન છે.
રિપોર્ટ પ્રમાણે રશ્મિકાને પ્રોડ્યુસરે ફિલ્મ માટે ચારથી પાંચ કરોડ રૂપિયા ફી ચૂકવી છે. રશ્મીકાની વાર્ષિક આવક પાંચ કરોડ રૂપિયા છે. એવામાં તેનું કુલ નેટવર્થ 35 કરોડ રૂપિયા છે. રશ્મિકાના કાર કલેક્શન વિશે વાત કરીએ તો તેની પાસે મર્સિડીઝ સી ક્લાસ બેન્ઝ છે. તેની કિંમત 30 લાખ છે. તેની પાસે Audi Q3 પણ છે. તેની કિંમત 60 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેની પાસે Toyota Innova પણ છે જેની કિંમત 20 લાખ રૂપિયા અને Hyundai Cretaની કિંમત 25 લાખ રૂપિયા છે.
રશ્મિકાના ઘરે ઈન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા હતા. બેંગલુરુથી આવકવેરા અધિકારીઓની એક ટીમ અભિનેત્રી રશ્મિકાના ઘરે પહોંચી હતી. આ દરમિયાન તેણે અભિનેત્રીના ઘરે પૂછપરછ અને તપાસ શરૂ કરી હતી.
કોડાગુ જિલ્લાના વિરાજપેટ ખાતે અભિનેત્રીના ઘરેથી રોકડ ઉપરાંત સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. રશ્મિકાના ઘરેથી 25 લાખ રોકડા મળી આવ્યા હતા. અધિકારીઓની ટીમે અભિનેત્રી અને તેના માતા-પિતાના બેંક ખાતા પણ તપાસ્યા.
રશ્મિકાએ વર્ષ 2016માં કન્નડ ફિલ્મ “કિરિક પાર્ટી”થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે વર્ષ 2018માં ફિલ્મ “ચલો”થી તેલુગુમાં પ્રવેશ કર્યો, જેમાં અભિનેતા નાગા શૌર્ય હતા.
આ સિવાય રશ્મિકા ફિલ્મ “ડિયર કોમરેડ”માં વિજય દેવરકોંડા સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. 25 વર્ષીય રશ્મિકાએ રોમકોમ ફિલ્મ ગીતા ગોવિંદમમાં અભિનય કર્યો, જે તેલુગુ સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ નફો મેળવનારી ફિલ્મોમાંની એક બની.