પોતાની ખાસ મિત્રના લગ્નમાં સાઉથ સ્ટાઇલ સાડી પહેરીને પહોંચી શ્રીવલ્લી, મિત્રના લગ્નમાં રશ્મિકા પર થંભી ગઈ દરેકની નજરો

દક્ષિણ ભારતીય સિનેમા જગતની અભિનેત્રી રશ્મિકા મંદાનાના દેશભરમાં ઘણા ચાહકો છે. આ જ કારણ છે કે તેને નેશનલ ક્રશ પણ કહેવામાં આવે છે. ફિલ્મ પુષ્પામાં શ્રીવલ્લીના કિરદાર દ્વારા તેની લોકપ્રિયતા અનેક ગણી વધી ગઈ છે અને સાથે સાથે તેની ફેન ફોલોઇંગ પણ ઘણી વધી ગઈ છે.રશ્મિકા પોતાની સાદગી અને સુંદરતાથી લોકોના દિલ સહેલાઈથી લૂંટી લે છે. અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પામાં તેણે નિભાવેલુ શ્રીવલ્લીનુ પાત્ર અને તેના ડાન્સની લોકોએ ખુબ પ્રશંસા કરી હતી.પોતાના વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ રશ્મિકા પોતાના બાળપણના મિત્રો અને પરિવારની ખુબ જ નજીક છે અને તે હંમેશા તેઓના માટે સમય કાઢી જ લે છે.એવામાં રશ્મિકા તાજેતરમાં જ પોતાની એક નજીકના મિત્રના લગ્નમાં પહોંચી હતી અને લગ્નની તસવીરો પણ રશ્મીકાએ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે.

મિત્રના લગ્ન માટે રશ્મિકાએ પારંપારિક કોડવા સાડી પસંદ કરી હતી. સામે આવેલી તસવીરોમાં રશ્મિકા પોતાની અનેક સહેલીઓ સાથે દેખાઈ રહી છે અને દરેકે બ્રાઇડ્સ મેડ સાડી પહેરેલી છે અને દરેકની સાડી પહેરવાની સ્ટાઇલ પણ એકસરખી જ છે. આ દરમ્યાન રશ્મિકાએ લાઈટ ગ્રીન કલરની સિમ્પલ સાડી પહેરી રાખી છે અને લગ્ન સમારોહ મનભરીને એન્જોય કરતી દેખાઈ રહી છે.રશ્મિકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે અને લોકો તેના આ સિમ્પલ અને ક્યૂટ લુકની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

સાડી સાથે રશ્મિકાએ ગળામાં મોતીની માળા પહેરી હતી અને હાથમાં વોચ પણ પહેરી હતી. મિનિમલ મેકઅપ સાથે રશ્મિકાએ પોતાના વાળમાં પોની ટેલ બનાવી રાખી હતી. આ સિમ્પલ લુકમાં રશ્મિકા ખુબ જ સુંદર લાગી રહી હતી.તસવીરો શેર કરીને રશ્મિકાએ સુંદર કેપ્શન પણ લખ્યું છે. તસવીરોમાં રશ્મિકાની ક્યૂટ સ્માઈલ લોકોના દિલ લૂંટી રહી હતી. લગ્ન દરમિયાન રશ્મિકા પોતાની અન્ય સહેલીઓને પણ મળી હતી અને તેઓની સાથે તસવીરો પણ ક્લિક કરાવી હતી.તસવીરો જોઈન લાગી રહ્યું છે કે રશ્મિકાએ લગ્નમાં સહેલીઓ સાથે ખુબ ધમાલ મસ્તી કરી હતી.

રશ્મિકાએ તસવીરો શેર કરીને એવું પણ જણાવ્યું હતું કે તેની ફ્લાઇટ મિસ થઇ ગઈ હતી અને તે ખુબ મુશ્કેલીથી આ લગ્ન અટેન્ડ કરી શકી હતી, અને એક પણ તસવીર દુલહન સાથે ક્લિક કરાવી શકી ન હતી. રશ્મિકાએ કેપ્શનમા લખ્યું કે,”આજે મારી મિત્રએ લગ્ન કરી લીધા છે.સવારે ચાર વાગ્યાની ફ્લાઇટ મિસ થયા પછી મારી ફ્લાઇટ ચારથી પાંચ વાર લેટ થયા પછી અંતે હું લગ્નમાં પહોંચી જ ગઈ. OMG તે દુલ્હનના લહેંગામાં ખુબ જ સુંદર લાગી રહી હતી. હું આ બધી છોકરીઓ સાથે જ મોટી થઇ છું, જેના આજે 17 વર્ષ થઇ ચુક્યા છે અને હજી સુધી કંઈપણ નથી બદલાયું. આ છોકરીઓ હંમેશા મને ખુશ રાખે છે, આજે મને આ બધાને જોઈને ખુબ જ ખુશી થઇ રહી છે”.અંતમાં રશ્મિકાએ લખ્યું કે,”આવી હતી તમારી રશ્મિકા”.

રશ્મિકા પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના ક્યૂટ અંદાજને લીધે પણ જાણવામાં આવે છે. રશ્મિકા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક લાજવાબ તસવીરો શેર કરતી રહે છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવનારી રશ્મિકા બૉલીવુડમાં પણ ડેબ્યુ કરવા માટે તૈયાર છે.રશ્મિકા સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે મિશન મજનુ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થઇ શકે તેમ છે.

Krishna Patel