મનોરંજન

ફરીવાર બૉલીવુડની ફિલ્મમાં ઝળક્યું કચ્છ, “રશ્મિ રોકેટ”ના દૃશ્યો જોઈને ગુજરાતીઓમાં ખુશીની લહેર, જુઓ વીડિયો

બોલીવુડની અંદર ઘણી એવી ફિલ્મો છે જેમાં ગુજરાતના દૃશ્યો ફિલ્માવવામાં આવતા હોય છે. થોડા દિવસ પહેલા જ આવેલી ફિલ્મમાં પણ કચ્છ જોવા મળ્યું હતું, પરંતુ આ ફિલ્મ દર્શકોને એટલી પસંદ આવી નહોતી, પરંતુ હાલમાં જ એક ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રીલિઝ કરવામાં આવી છે અને આ ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે.

આ ફિલ્મ છે “રશ્મિ રોકેટ”. જેની અંદર કચ્છના દૃશ્યો જોવા મળી રહ્યા છે. આ ફિલ્મની મહત્વની વાત એ છે કે આ ફિલ્મને કચ્છની કાલ્પનિક દોડવીર પર ફિલ્માવવામાં આવી છે અને તેનું શુટીંગ પણ કચ્છમાં થયું હોવાથી કચ્છીઓ આ ફિલ્મને વધુ પસંદ કરી રહ્યા છે.

આ ફિલ્મની અંદર મુખ્ય અભિનેત્રી તરીકે તાપસી પન્નુ જોવા મળી રહી છે. તે કચ્છની અંદર શૂટિંગ માટે ગત જાન્યુઆરી માસમાં આવી હતી, ત્યારે તેની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ પહેલા તેને આ ફિલ્મના કેટલાક સીન ઝારખંડની અંદર પૂર્ણ કર્યા અને તેના બાદ તે કચ્છ આવી પહોંચી હતી.

શિયાળાની કડકડતી ઠંડી અને કોરોના સામે રક્ષણ મેળવવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધે એ હેતુથી તાપસીએ ભુજમાં કાચી હળદરનું શાક અને રોટલીનું ભોજન પણ લીધું હતું, જેની તસવીરો પણ વાયરલ થઇ રહી હતી.

આ ઉપરાંત પણ તાપસીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કચ્છી પહેરવેશ પહેરીને બેઠેલા એક વ્યક્તિની તસ્વીર પણ શેર કરી હતી. જેમાં તેને સેટ ઉપરના વાઈબ્સ વિશે પણ જણાવ્યું હતું. તાપસી પન્નુની ફિલ્મ “રશ્મિ રોકેટ” આકાશ ખુરાના દ્વારા નિર્દેશિત અને રોની સ્ક્રૂવાલા, નેહા આનંદ અને પ્રાંજલ ખાંડાંડીયા દ્વારા સહ-નિર્મિત છે.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee)


આ ફિલ્મમાં રશ્મિ એટલે કે તાપસી પન્નુ કચ્છની કાલ્પનીક દોડવીર તો છે જ સાથે તે ગાઈડ અને ટ્રેકર પણ છે જેથી આ ફિલ્મમાં ભુજીયો ડુંગર, છતરડી, સફેદ રણ, નખત્રાણા તાલુકાના દેશલપર સહિતનાં વિસ્તારો દેખાયા હતા. 2001ના ભૂકંપની સાથે કચ્છની હેન્ડીક્રાફટની કલા તેમજ સીમાવર્તી વિસ્તારમાં તૈનાત જવાનોની ઝાંખી પણ રજૂ કરાઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee)


“રશ્મિ રોકેટ” ફિલ્મની અંદર કચ્છનાં મોટાભાગના દ્રશ્યો અને લોકસંગીત વર્ણવાયું હોવાથી કચ્છીઓના મન મલકાઈ ઉઠયા હતા.અભિનેત્રી તાપસી આ ફિલ્મમાં કચ્છની કાલ્પનિક દોડવીરના રૂપમાં અભિનય કરીને દેશમાં મહિલા દોડવીરને થતા અન્યાય મુદ્દે અવાજ ઉપાડતી જોવા મળે છે.