મનોરંજન

14 વર્ષોમાં રશ્મિ દેસાઈએ બદલી લીધો પૂરો રંગ રૂપ, જૂની તસ્વીરોને જોઈને વિશ્વાસ નહિ આવે

ઓહો હો હો….14 વર્ષમાં આટલી બદલાઈ ગઈ, અત્યારે ફિગર થઇ આવ્યું આવું…

ટીવી શોમાં સીધી સાદી દેખાતી અને સંસ્કારી વહુ સ્વરૂપે જાણવામાં આવતી અભિનેત્રી રશ્મિ દેસાઈનો તાજેતરમાં બોલ્ડ અવતાર સામે આવ્યો છે. પોતાના વ્યક્તિગત જીવનમાં અનેક ઉતાર-ચઢાવનો સામનો કરી ચુકેલી રશ્મિ આજેટીવી જગતનું જાણીતું અને સફળ નામ છે.

Image Source

તાજેતરમાં જ રશ્મિની અમુક બોલ્ડ તસ્વીરો સામે આવી છે જેને જોઈને વિશ્વાસ કરવો અશક્ય છે, સંસ્કારી વહુ એવી રશ્મિની બોલ્ડ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તેની પહેલાની અને અત્યારની તસ્વીરો જોતા ફર્ક સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. 14 વર્ષોમાં રશ્મિનો આટલો લુક બદલાઈ ચુક્યો છે.

Image Source

અમુક દિવસો પહેલા તેણે પિન્ક પુલ કિનારે ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તે એકદમ કાતિલાના લાગી રહી. રશ્મિનનો આવો બદલાયેલો લુક જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા હતા. ચાહકોને રશ્મિનો આ લુક ખુબ જ પસંદ આવ્યો હતો.

Image Source

રશ્મિને ટીવી ઇન્ડસ્ટ્રીમાં આવ્યાનો 14 વર્ષ જેટલો સમય થઇ ચુક્યો છે. તેણે ડેબ્યું ઝી ટીવી શો રાવણ દ્વારા કર્યું હતું જેના પછી તે વો મીત મિલા દે રબ્બા માં જોવા મળી હતી પણ તેને સાચી ઓળખ ટીવી શો ઉતરન દ્વારા મળી હતી. જેના પછી તે ઘણા ટીવી શો અને રીલાઈટી શોમાં પણ જોવા મળી હતી.

Image Source

રશ્મિ ભોજપુરી સિનેમાની પણ પ્રખ્યાત અભિનેત્રી છે, તેણે ઘણી ભોજપુરીની સાથે સાથે મણિપુરી,અસમી અને બંગાળી સિનેમામાં પણ કામ કર્યું છે. રશ્મિ દેસાઈ બિગ બોસ-13નો પણ હિસ્સો રહી ચુકી છે. આ જ સમયે રશ્મિ અને તેના ખાસ મિત્ર અરહાન સાથેના રિલેશનની પણ વાત સામે આવી હતી.

Image Source

બિગ બોસ માં રશ્મિ અને સિદ્ધાર્થ શુકલા વચ્ચે ઘણો મતભેદ જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે રશ્મિ અને સિદ્ધાર્થે 2017 થી 2018 સુધી દિલ સે દિલ તક શોમાં એકસાથે કામ કર્યું હતું.

Image Source

રશ્મિએ ઉતરન શોના પોતાના કો સ્ટાર નંદીશ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ પછી બંન્ને અલગ થઇ ગયા હતા. જો કે બંન્નેએ પોતાના લગ્નને બચાવવા એક મૌકો ચોક્કસ આપ્યો હતો અને બંનેએ સાથે રિયાલિટી શો નચ બલિએમાં ભાગ લીધો હતો, આ સમયે બંનેની કેમેસ્ટ્રી દર્શકોને ખુબ પસંદ આવી હતી. પણ શો પૂર્ણ થતા જ બંન્ને વચ્ચે ફરીથી મનમુટાવ થયો અને બંને અલગ થઇ ગયા.