મનોરંજન

ખુબ જ ફેમસ હીરોઈનના ખુલાસાથી બધા ચોંક્યા, કહ્યું કે ‘મને બોલાવી ડ્રિન્કમાં કંઈક ઉમેરી…અઢી કલાક સુધી’

ટીવી પરનો રિયાલિટી અને ચર્ચાસ્પદ શો બિગબોસ 13 પૂરો થઇ ગયો છે. આ શોના સ્પર્ધકો કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. આવું જ કંઈક શોના ફિનાલેમાં ટોપ-4 સ્પર્ધકમાં જગ્યા બનાવનાર રશ્મિ દેસાઈ સાથે થયું છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

આ શો પૂર્ણ થયા બાદ રશ્મિ દેસાઈ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હવે રશ્મિ દેસાઈ તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. શોમાંથી બાહર આવ્યા બાદ રશ્મિ દેસાઈ આજકાલ પાર્ટીઓ અને ઇવેન્ટમાં વ્યસ્ત છે, રશ્મિ જ્યાં પણ જાય છે ત્યાં પેપરાઝી તેના ઘેરી લે છે. પરંતુ હાલમાં જ રશ્મિ દેસાઈએ હેરાન કરી દેનારો ખુલાસો કર્યો હતો. જયારથી ભારતમાં મીટું લાગુ પડ્યું છે ત્યારે કોઈને કોઈ એક્ટ્રેસ તેની આપવીતી સંભળાવતી રહે છે. આ અરસામાં રશ્મિ દેસાઈનું નામ સામે આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

રશ્મિ દેસાઈએ કાસ્ટિંગ કાઉચને લઈને ખુલાસો કર્યો હતો. રશ્મિએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે જયારે ઈન્ડસ્ટ્રીઝમાં નવી હતી ત્યારે તે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

રશ્મિ દેસાઈએ ખુલાસો કર્યો હતો કે, જયારે તે ઓડિશન માટે ગઈ હતી ત્યારે તે હાજર રહેલા વ્યક્તિએ ડ્રીંકમાં નશીલો પદાર્થ મેલવાની કોશિશ કરી હતી. પરંતુ તે બચી ગઈ હતી. બીજા દિવસે તેની માતાએ તે વ્યક્તિને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો.

પિંકવીલાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જયારે 13 વર્ષ પહેલા તેની કરિયરની શરૂઆત કરવા જઈ રહી હતી ત્યારે તેની ઉંમર ઘણી નાની હતી. અને તે નોન ફિલ્મી પરિવારમાંથી આવતી હતી, તે ફિલ્મી ઈન્ડસ્ટ્રીઝમાં કોઈને જાણતી ના હતી. મને યાદ છે કે, એક વાર સૂરજ નામના શખ્સે મને કહ્યું હતું કે, હું કાસ્ટિંગ કાઉચથીનો શિકાર નહીં બનું તો મને ઇન્સ્ટ્રીઝમાં કામ નથી મળે.

મને નથી ખબર કે હાલ તે ક્યાં છે. જયારે અમે પહેલી વાર મળ્યા હતા ત્યારે મને મારી તૈયારીને લઈને પૂછવામાં આવ્યું હતું જેનો મતલબ મને ખબર ના હતી. મેં તેને કહ્યું કે, મને આનો મતલબ નથી ખબર કે તે શું કહી રહ્યો હતો. રશ્મિએ વધુમાં કહ્યું હતું કે, તે પહેલો માણસ હતો જેને મારો ફાયદો ઉઠાવવાનો કોશિશ કરી હતી. કોઈને કોઈ રીતે મને પ્રતાડિત કરવાની કોશિશ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

વધુમાં રશ્મિએ કહ્યું હતું કે, એક દિવસ તેને મને ઓડિશન માટે બોલાવી ત્યારે હું બહુ જ ઉત્સાહિત હતી. હું ઇન્ટરવ્યૂ આપવા પહોંચી ત્યારે તેના સિવાય ત્યાં કોઈ જ ના હતું. ત્યાં કોઈ કેમેરાના હતા. તેને બહુ જ કોશિશ કરી હતી કે તે મારા ડ્રિન્કમાં નશીલી દવા મેળવી મને બેહોશ કરી દે પરંતુ મેં વાતનો ઇન્કાર કરી દીધો હતો.

ત્યારબાદ બે થી અઢી કલાક બાદ હું ત્યાંથી નીકળી મારી માતાને ફોન કરીને જણાવ્યું હતું કે, મારી સાથે શું શું થયું હતું. આ સાથે જ મારી માતાને જણાવ્યું હતું કે, હું અસુરક્ષિત મહેસુસ કરું છું ત્યારે મારી માતાએ મને કહ્યું હતું કે, ઘરે આવી જા. બીજા દિવસે અમે તેને મળવા ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

આ બાદ મારી માતાએ તેને થપ્પડ મારી હતી. મારી માતાએ કહ્યું હતું કે,જો બીજી વાર મારી દીકરી સાથે કર્યું તો ખરાબ હશે. મારી માતાને જોઈને મને લાગ્યું કે, આ તો હું પણ કરી શકતી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.