મનોરંજન

‘મારું શરીર, મારી મરજી…’, ક્લીવેજ અને કપડાં પર ટ્રોલ કરવાવાળાઓને રશ્મિ દેસાઈનો જોરદાર જવાબ

બિગ બોસ 13ની કન્ટેસ્ટન્ટ રશ્મિ દેસાઈ ટીવી ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. તેને સીરિયલ ઉતરન દ્વારા ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મેળવી હતી. તપસ્યાની ભૂમિકામાં ભૂમિકામાં લોકોએ તેને ખૂબ જ પસંદ કરી અને તેને ખૂબ પ્રેમ આપ્યો. આ સિરીયલ પછીથી જ રશ્મિને તમામ શોની ઓફર મળવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેના કારણે તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ પણ આવ્યા હતા. રશ્મિએ પોતાની દરેક મુશ્કેલીનો સામનો ખૂબ જ હિંમતથી કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

બિગ બોસમાં સિદ્ધાર્થ શુક્લા સાથેના ઝઘડા અને દેવોલિના સાથેની તેની મિત્રતા માટે જાણીતી રશ્મિ બિગ બોસમાં સમય-સમય પર તેની સમસ્યાઓ જાહેર કરતી રહી હતી. તે દરમિયાન કેટલાક લોકોએ તેને ટ્રોલ કર્યું હતું તો કેટલાક લોકો તેના સમર્થનમાં આવ્યા હતા. તાજેતરમાં રશ્મિએ એક ઇન્ટરવ્યૂમાં તેના વિરોધીને યોગ્ય જવાબ આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

મહિલા દિવસે તેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રશ્મિએ બોડી શેમિંગ, ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને પુરુષો કરતા પછો પગાર મળવા અને અન્ય બાબતો અંગે વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

રશ્મિએ જણાવ્યું કે કેવી રીતે તેને દરેક પગલે લોકોને ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. તેણે કહ્યું, ‘મને મારી સાઈઝ, મેકઅપ, કપડાં, વાળ, લો ક્લીવેજને કારણે ખૂબ ટ્રોલ કરવામાં આવી છે. હું તે લોકોમાંથી છું જેનું વજન વધતું અને ઘટતું રહે છે. લોકોને તેની સાથે પણ સમસ્યાઓ છે. ઘણી વાર એવું બને છે કે તેઓ મારા કપડાં કે ડાન્સ પસંદ નથી કરતા. તો તેઓ પણ તેના પર બોલે છે.’

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

રશ્મિએ વધુમાં કહ્યું કે તે જેવી છે તેવી જ રહેશે. તેને કહ્યું – ‘હું ટ્રોલ કરનારાઓને કહેવા માંગુ છું કે આ મારું શરીર છે, તો મારી મરજી હું તેની સાથે એ જ કરીશ જે મને યોગ્ય લાગે છે. આ મારો અધિકાર છે.’

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

મહિલા દિવસ અને તેના મહત્વ વિશે, રશ્મિએ કહ્યું, ‘મને લાગે છે કે મહિલા દિવસ દરરોજ ઉજવવો જોઈએ. અમે બધા ખૂબ શક્તિશાળી છીએ અને દરરોજ ઘણા કામો કરીએ છીએ. અમે અમારા વાસ્તવિક જીવનમાં પત્ની, માતા, બહેન, પુત્રી અને ઘણી વિવિધ ભુમિકાઓ ભજવીએ છીએ. અને મને લાગે છે કે અમે તે બધી ભૂમિકાઓ સંપૂર્ણ જવાબદારી સાથે નિભાવીએ છીએ.’

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

રશ્મિએ વધુમાં મહિલા અને પુરુષોની આવક વિશે કહ્યું, ‘જો કોઈ મેલ અભિનેતાને મારા કરતા વધારે પૈસા મળી રહ્યા છે, તો તે તેની મહેનતને કારણે છે અને મને નથી લાગતું કે હું તેના પર પ્રશ્નો ઉભા કરી શકું. હું જે લાયક છું તે મેળવી રહી છું અને મને લાગે છે કે તે વિશે તમારી વિચારસરણી સ્પષ્ટ હોવી જોઈએ.’

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

તેમણે વધુમાં કહ્યું કે, ‘મને લાગે છે કે આપણે હજી સુધી મહિલાઓ અને પુરુષોને એક સમાન નથી જોતા. જ્યારે તમે સત્ય જુઓ છો, ત્યારે તમને ખબર પડે છે કે વસ્તુઓ જુદી છે. એવામાં તમારે તમારી પસંદગીનું ધ્યાન રાખવું પડે છે. જો મને સારા શો માટે મારા મેલ કો-સ્ટાર કરતા ઓછા પૈસા મળતા હોય, તો પણ હું તે કામ કરીશ. પરંતુ જો કામ સારું ન હોય, મને વધુ પૈસા મળી રહ્યા હોય, તો હું વિચારીશ કે મારા માટે કામ જરૂર છે કે પૈસા.’

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

રશ્મિના આ વિચારોની તેમના ચાહકો ખૂબ જ પ્રસંશા કરવામાં આવી રહી છે. લોકો તેમની વિચારધારા સલામ કરી રહ્યા છે અને ગ્લેમરસ અવતારની પ્રશંસા કરી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.