મોટાપાથી આજકાલ ઘણા લોકો પરેશાન રહે છે અને મોટાપાને કારણે શરીરમાં ઘણી બીમારીઓ પ્રવેશી શકે છે. જો કે વધુ પડતું તળેલું અને ફાસ્ટફૂડ ખાવાને કારણે આપણે મોટાપાનો શિકાર બનીએ છીએ. દરરોજ થોડી એક્સરસાઈઝ સાથે જો થોડા ડાઈટ ફૂડનું સેવન કરીએ તો મોટપથી છુટકારો મળી શકે છે.
બિગબોસ સીઝન 13ની સેલિબ્રિટી ગેસ્ટ રશ્મિ દેસાઈને કોણ નથી ઓળખતું? ‘દિલ સે દિલ તક’ અને ‘ઉતરન’ જેવી સિરિયલોમાં અભિનય કરવાવાળી અભિનેત્રી રશ્મિ દેસાઈ ટીવીની સૌથી વધુ પસંદ કરાતી એક્ટ્રેસમાંથી એક છે. પણ શું તમે જાણો છો કે રશ્મિ દેસાઈ પણ મોટાપાનો શિકાર બની હતી?
તમને જણાવી દઈએ કે હાલ જ રશ્મિ દેસાઈએ એક સૂપની રેસિપી શેર કરી છે જેના દ્વારા તેને પોતાનો વજન ઉતાર્યો હતો. શું તમે પણ રશ્મિ દેસાઈની જેમ વજન ઓછો કરવા માંગો છો? તો આ સૂપને આજે જ તમારા ડાઈટ પ્લાનમાં ઉમેરો અને ફક્ત એક અઠવાડિયામાં વજન ઉતારો.

વજન ઉતારવા માટેનું આ સૂપ ખુબ ફાયદેમંદ છે અને સાથે જ તેનો સ્વાદ પણ જીભને પસંદ આવે એવો છે. તો ચાલો તમને જણાવીએ આ સ્પેશ્યલ સૂપની રેસિપી જે મોઢાના સ્વાદને પણ બનાવી રાખશે અને વજન પણ ઉતારવામાં મદદ કરશે.

સૂપ બનાવવાની રેસિપી નોંધી લો.
- 5 કપ પાણી
- 1 કપ ઝીણું સુધારેલ ફલાવર(ફુલકોબી)
- 1/2 કપ ઝીણા સુધારેલ ગાજર
- 1/2 કપ વટાણા
- 1 કપ ઝીણા સુધારેલ શિમલા મિર્ચ
- 1/2 કપ સ્વીટ કોર્ન
- 1/2 કપ ઝીણી સુધારેલ ડુંગળી
- 1/2 કપ ઝીણા સુધારેલ ટામેટા
- 1/2(અડધી) ચમચી કાળા મરીનો ભૂકો
- 1/2 ચમચી ઓલિવ ઓયલ
સૂપ બનાવવા માટે: સૌ પ્રથમ એક પૈન લો. તેમાં થોડું પાણી નાખો અને તેને થોડા સમય સુધી ધીમી આંચે એ પાણી ઉકાળો. હવે તે ઉકાળેલ પાણીમાં ઝીણા સુધારેલ શાકભાજી ઉમેરી અને તે પૈનને ઢાંકી દો. હવે દરેક શાકભાજી નરમ બને ત્યાં સુધી તેને પાકવા દો.
હવે તે નરમ શાકભાજી વાળા પાણીમાં મીઠું અને મરીનો ભૂકો ઉમેરો. એ બાદ તેમાં ઓલિવ ઓયલ નાખો અને 2 મિનિટ સુધી ધીમી આંચે પકાઓ. હવે તમને પસંદ પડે એ મુબજ ઘટ્ટ કે આછું સૂપ બનાવી અને ગેસ બંધ કરી દો.

લો તૈયાર છે તમારું 1 અઠવાડિયામાં વજન ઉતારવવાવાળું સૂપ. આ સૂપને ગરમાગરમ જ બાઉલમાં કાઢી અને પી જાઓ. તમારા ડાઈટ પ્લાનમાં આ સૂપ ઉમેરો.દરરોજ આ સૂપ પીવાથી તમારો વજન જરૂરથી ઉતરી જશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.