બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો રશ્મિ દેસાઈનો શાનદાર લુક, તસવીરો થઇ રહી છે વાયરલ

ગુજ્જુ અભિનેત્રી રશ્મિ દેસાઈનું નવું ફોટોશૂટ જોઈને આંખો ચકરાઈ જશે

ટીવી જગતની ખ્યાતનામ અભિનેત્રી રશ્મિ દેસાઈ તેના અભિનયના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયામાં પણ રશ્મિ ઘણું જ મોટું ફેન ફોલોઇંગ ધરાવે છે. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. (Image Credit/Instagram-rashami desai)

ત્યારે ફરી એકવાર રશ્મિ દેસાઈની શાનદાર ફેશન સેન્સના કારણે ચર્ચામાં છે. તેના બ્લેક આઉટફીટના કેટલાક શાનદાર ફોટો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઇ રહ્યા છે. આ તસ્વીરોની અંદર રશ્મિનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

વાયરલ તસ્વીરોમાં રશ્મિનો બ્લેક આઉટફિટ તો ધ્યાન ખેંચી જ રહ્યો છે, આ ઉપરાંત તેનો સિમ્પલ મેકઅપ પણ ચાહકોને ઈમ્પ્રેસ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

રશ્મિએ જે રીતે પોતાના ડ્રેસને ફ્લોન્ટ કર્યો છે, એ જોઈને દરેક વ્યક્તિ તેની પ્રસંશા કરી રહ્યા છે.  આ તસવીરો શેર કરવાની સાથે રશ્મિએ એક શાનદાર કેપશન પણ આપ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

રશ્મિએ તસવીરો શેર કરવાની સાથે જ લખ્યું છે “રહસ્યની વાત તો એ છે કે આ છોકરી હવે તોફાનોમાં પણ શાંત રહે છે અને શાંતિમાં હેરાન થઇ જાય છે.”

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

આ પહેલા પણ રશ્મિની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવી હતી. આ તસવીરો ઉપર પણ લાખો લોકોએ લાઈક કરી હતી.

તમને જણાવી દઈએ કે રશ્મિ થોડા સમય પહેલા પોતાના નિવેદનને લઈને પણ ખબરોમાં આવી હતી. તેને જણાવ્યું હતું કે ટીવીમાં કામ કરી રહેલા આર્ટિસ્ટ સાથે બોલીવુડમાં ભેદભાવ થાય છે.

રશ્મિના જણાવ્યા અનુસાર ટીવી અભિનેત્રી હોવાના કારણે સારી ફિલ્મોમાં કામ કરવાનો મોકો નથી મળતો. તો તેને ટેગ પણ ટીવી અભિનેત્રીનો આપવામાં આવે છે. આ પ્રકારની ટ્રીટમેન્ટથી અભિનેત્રી ખુબ જ દુઃખી હતી.

રશ્મિના કેરિયરની જો વાત કરીએ તો તેને ધારાવાહિક ઉત્તરનના કારણે નામના મળી હતી. આ ધારાવાહિકમાં તેને તપસ્યાનો અભિનય કર્યો હતો જે ખુબ જ પ્રખ્યાત રહ્યો હતો અને બધાએ તેના આ અભિનયની પ્રસંશા કરી હતી.

Niraj Patel