ધાર્મિક-દુનિયા

જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણની કૃપા મેળવવા રાશિ અનુસાર લગાવો ભોગ, ખુલી જશે નસીબ- વાંચો

દેશભરમાં આવર્ષે શ્રી કૃષ્ણ જન્મોત્સવ 12 ઓગસ્ટ મનાવવામાં આવશે. આજકાલ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવા માટે ઠેર-ઠેર તડામાર તૈયારીઓ કરવામાં આવે છે. આ દિવસે લોકો વ્રત રાખે છે. અને બાળ ગોપાલની પૂજા કરે છે. જો તમે પણ બાળગોપાલને પ્રસન્ન કરવા માંગતા હોય તો તમારી રાશિ મુજબ, શ્રી કૃષ્ણને ફળ, મીઠાઈ જેવા ભોગ ધરાવો. સાથે જ તમારી મનોકામના જલ્દી જ પૂર્ણ થશે.

Image Source

તો આવો જાણીએ જન્માષ્ટમીના દિવસે કંઈ રાશિના વ્યક્તિએ ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવવા માટે કંઈ-કંઈ રાશિનો પ્રયોગ કરવો જોઈએ. માનવામાં આવે છે કે, બધા જ તહેવારો અને પર્વને ક્યાંય ને ક્યાંય રાશિ અને ગ્રહ સાથે સંબંધ હોય છે. કોઈ પણ તહેવાર કે પર્વ ત્યારે જ શુભ ફળ આપે છે જયારે વ્યક્તિ તેની રાશિ અનુસાર ભગવાનને ભોગ સમર્પિત કરે છે. આવો જાણીએ કંઈ રાશિના લોકોએ કેવી રીતે શ્રી કૃષ્ણની આરાધના કરવાથી લાભ થાય છે.

Image Source

મેષ અને વૃષિક
આ રાશિના લોકોએ સફરજન અને દાડમની સાથે પક્વાનનો ભોગ લગાવવાથી લાભ થશે.

વૃષભ અને તુલા
આ રાશિના લોકો જન્માષ્ટીના દિવસે બાળ ગોપાલની કૃપા મેળવવા કેળા અને માખણનો ભોગ લગાવવો.

મિથુન અને કન્યા
આ રાશિના લોકોએ ભગવાન શ્રી કૃષ્ણને જન્માષ્ટમીના દિવસે લીલા ફળ અને પેંડાનો ભોગ લગાવવો જોઈએ.

Image Source

કર્ક
આ રાશિના લોકોએ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને કેળા, માખણ અને દૂધનો ભોગ લગાવવો જોઈએ. આ પ્રયોગ કરવાથી આ રાશિના લોકો માટે શુભ રહેશે.

સિંહ
સિંહ રાશિના જાતકોએ જન્માષ્ટમીના પાવન દિવસે શ્રી કૃષ્ણને દાડમ, સફરજન અને શુદ્ધ ઘીથી તૈયારી કરેલી મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ.

મકર અને કુંભ
આ બન્ને રાશિના લોકોએ શ્રી કૃષ્ણને સૂકા મેવા અને અડદની દાળથી બનેલા પક્વાનનો ભોગ ધરાવવો જોઈએ.

Image Source

 ધન અને મીન
ધન અને મીન રાશિના જાતકોએ ભગવાન શ્રી કૃષ્ણને રસદાર ફળો જેવાકે દાડમ, મોસંબી સમર્પિત કરવા જોઈએ. સાથે જ પીળા પકવાનનો પણ ભોગ ધરાવવો જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.