જ્યોતિષ શાસ્ત્ર

જાણવા જેવું: રાશિ અનુસાર જાણો તમારો લકી કલર અને શુભ દિવસ કયો છે

1) મેષ રાશિ લકી કલર :- લાલ, પીળો
શુભ દિવસ :- મંગળવાર, રવિવાર અને ગુરૂવાર મેષ રાશિના લોકોના સ્વામી ગ્રહ મંગળ છે મંગળના પ્રભાવથી આ લોકોનો જન્મ દિવસ સાહસિક હોય છે પરિસ્થિતિ ગમે તેટલી કઠિન હોય પરંતુ તે લોકો પરિસ્થિતિ નો સામનો કરવાથી ગભરાતા નથી. આ લોકો આત્મવિશ્વાસી અને સ્પષ્ટ બોલનારા હોય છે. તે પોતાની આજુબાજુના લોકોને મસ્તીના મૂડમાં લાવી દે છે.

2) વૃષભ રાશી લકી કલર :- સફેદ ,ભૂરો શુભ દિવસ :- શુક્રવાર, શનિવાર, બુધવાર
વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે એટલા માટે શુક્રના પ્રભાવથી આ રાશિના લોકો ખૂબ જ આકર્ષિત હોય છે તેમ જ ખુશમિજાજ અને વાતોડિયા સ્વભાવના હોય છે. તે લોકોના બોલવાની રીત થી બધા એટ્રેક થાય છે. તેમના બોલવાની રીત થી બધા દીવાના થઈ જાય છે તેમના મિલનસાર સ્વભાવના કારણે મિત્રોની સંખ્યા વધારે હોય છે.

3) મિથુન રાશિલકી કલર:- લીલો
શુભ દિવસ :- બુધવાર
મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે તેમજ મિથુન રાશિ એ વાયુ તત્વ પ્રધાન રાશિ છે જેના કારણે આ રાશિના લોકો ચંચળ અને મનમોજી છે સ્વભાવથી મિલનસાર મિથુન રાશિના લોકો પોતાની વાત આસાનીથી મનવાવી દે છે. આ લોકોને પોતાની લાઇફમાં હરવુ ફરવુ ખૂબ જ પસંદ છે.

4) કર્ક રાશિ લકી કલર :- સફેદ, ક્રીમ શુભ દિવસ:- સોમવાર, મંગળવાર, ગુરુવાર
કર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર માં છે આ લોકો દયાળુ હોય છે ચંદ્રમાના કારણે આ લોકો શાંત અને મહેનતથી સ્વભાવના હોય છે તે પોતાના ફેમિલી પ્રત્યે વધારે ઝુકાવ રાખે છે. તે પોતાની સાથે જોડાયેલા દરેક સંબંધને પૂરી ઈમાનદારીથી નિભાવે છે. તે લોકોની ખાસ વાત એ .છે કે તે દરેક કાર્ય પ્રોપર પ્લાનિંગ બનાવીને કરે છે.

5) સિંહ રાશીલકી કલર:- સફેદ, પીળો, ભૂરો
શુભ દિવસ:- રવિવાર, બુધવાર
સિંહ રાશિના લોકો નો સ્વામી ગ્રહ સૂર્ય છે જેના કારણે સિંહ રાશિના લોકો સૂર્યથી પ્રભાવિત થાય છે. આ લોકો પરાક્રમી અને હોય છે તેમજ બહાદુર હોય છે દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે છે. આ રાશિના લોકો કોઇપણ નિર્ણય લેવામાં વાર લગાવતા નથી પરંતુ જ્યારે આ લોકોને ગુસ્સો આવે છે ત્યારે તેમને સમજાવવા મુશ્કેલ બની જાય છે. આ રાશિના લોકોમાં જન્મજાત નેઋત્ય ક્ષમતા આવેલી હોય છે.સિંહ રાશિના લોકો નીડર હોય છે. આ રાશિવાળા લોકોને હરવું-ફરવું ખુબ જ પસંદ પડે છે.

6) કન્યા રાશિ લકી કલર :- લીલો શુભ દિવસ :- બુધવાર, રવિવાર, શુક્રવાર
કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે કન્યા રાશિના જાતકો ચંચળ સ્વભાવના છે. તે પોતાના નિયમો પર ચાલે છે પરંતુ પ્રેમથી કોઈ વાત કરે તો તે લોકો માની જાય છે. આ રાશિના લોકો કોઈનું પણ દિલ દુખઙતા નથી. તે પોતાના પરિશ્રમથી સફળતા પ્રાપ્ત કરે છે આ રાશિના લોકો સારા મિત્ર, સારા સહયોગી અને વેપારમાં સારા ભાગીદાર સાબિત થાય છે.

7) તુલા રાશિ લકી કલર :- ક્રીમ, સફેદ, ભૂરો શુભ દિવસ :- શુક્રવાર
તુલા રાશિના લોકોનો સ્વામી ગ્રહ શુક્ર છે શુક્રના પ્રભાવથી આ લોકો બુદ્ધિમાન હોય છે. તે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને કરે છે પોતાના આત્મવિશ્વાસ અને બુદ્ધિથી કઠિન પરિસ્થિતિનો સામનો પણ કરી શકે છે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે અને પોતાની બધી જ જિમ્મેદારી સારી રીતે નિભાવે છે.

8) વૃશ્ચિક રાશિ લકી કલર:- લાલ અને પીળો શુભ દિવસ :- મંગળવાર, ગુરૂવાર
વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે મંગળના પ્રભાવથી આ લોકોનો સ્વભાવ ઉત્તેજનાત્મક તેમજ ઉર્ગ હોય છે આ જાતકો બુદ્ધિમાન હોય છે. તે લોકોના મા કલ્પનાશક્તિ સારી હોય છે. તે પોતાના પરિશ્રમથી જીવનમાં પ્રગતિ અને ઉન્નતિ મેળવે છે આ રાશિના વ્યક્તિ મિત્રો સાથે સંબંધીઓ તેમજ સહયોગી માં આદરનો પાત્ર તરીકે ઓળખવામાં આવે છે. તે લોકોનો વ્યવહાર મિલનસાર હોય છે.

9) ધનુ રાશિલકી કલર :- લાલ, પીળો, નારંગી
શુભ દિવસ :- ગુરુવાર
ધન રાશિનો સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે ધન રાશિના જાતક દયાળુ હોય છે તે બીજાને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે તે પોતાના વાદાના પાક્કા હોય છે. અને પોતાના વાદા ઈમાનદારીથી નિભાવે છે. તે લોકોને પોતાની લાઇફમાં બીજાનો હસ્તક્ષેપ બિલકુલ પસંદ નથી તે લોકોને પોતાની લાઈફ જાતે જીવી પસંદ છે.

10) મકર રાશી લકી કલર :- ભૂરો, કાળો, આસમાની શુભ દિવસ:- શનિવાર
મકર રાશિના સ્વામી ગ્રહ શનિ છે શનિના પ્રભાવને કારણે મકર રાશિના લોકો વ્યવહારિક અને જિમ્મેદાર છે સ્વભાવથી થોડાં જિદ્દી હોઈ શકે છે જો એકવાર કોઈ પણ વસ્તુને ધારી દે તો તેને પૂરું કરીને જ જંપે છે આ રાશિના લોકો પોતાના વાત ના ધણી હોય છે તે બધાનુ દિલ જીતી લે છે.

11) કુંભ રાશિ લકી કલર :- ભૂરો, ફિરોજી, કાળો શુભ દિવસ:- શનિવાર, શુક્રવાર
કુંભ રાશિના સ્વામી ગ્રહ શનિ છે તે લોકો સ્વભાવથી મહેનત અને દ્રઢ નિશ્ચયી હોય છે તે પોતાના દરેક કાર્ય સમજી વિચારીને કરે છે. શનિના પ્રભાવથી આ લોકો ક્યારેક-ક્યારેક કઠોર વ્યવહાર કરે છે પરંતુ અંદરથી કોમળ હોય છે કુંભ રાશિના મિત્ર પરિવાર લોકો સંબંધો પ્રત્યે સમર્પિત હોય છે.

12) મીન રાશિ લકી કલર:- પીળો, સફેદ, લાલ શુભ દિવસ:- ગુરૂવાર મીન રાશિના સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે બૃહસ્પતિના પ્રભાવથી મીન રાશિના લોકો બુદ્ધિમાન હોય છે તેમ જ પોતાના ફેમિલી પ્રત્યે ક્લોઝ હોય છે. આ રાશિના લોકો સ્વભાવથી હસમુખ ફ્રેન્ડલી અને બીજાને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે. તે લોકોના મા એક કમી હોય છે કે તે લોકો બીજા ઉપર જલ્દી ભરોસો કરી દે છે. જેના કારણે તેમને કોઈકવાર ધોખો મળે છે.