આપણે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ કે રાશિ ચક્રોનું અને ગ્રહોનું આપણા જીવન પર શું અસર થાય છે. અને એ પણ સારી રીતે જાણીએ છીએ કે શનિની પનોતી બેસે એટલે કેટલી મુશ્કેલીઓ નડવા લાગે છે. ત્યારે આજે આપણે જાણીશું એવું રાશિઓ જેના પરથી શનિની પનોતી સમાપ્ત થઇ રહી છે. આ સાથે જ તેમણે ખુશખબરીઓ પણ મળવાની સંભાવનાઓ રહેલી છે. દરેક વ્યક્તિના જીવનમાં ગ્રહો અને જ્યોતિષ શાસ્ત્રોનું વિશેષ સ્થાન હોય છે. આ ગ્રહોની અસર લોકોના જીવન પર પડે છે અને લોકોના જીવનમાં શુભ કે અશુભ ઘટનાઓ ઘટે છે. ત્યારે આપણે ત્યાં એવી માન્યતાઓ પણ છે કે ભગવાન શનિદેવ પોતાના ભક્તોને પરમકલ્યાણ તરફ મોકલે છે.
શનિદેવ જ છે કે જે પોતાના ભક્તોને જીવનમાં તપ કરવાની પ્રેરણા આપે છે અને જે વ્યક્તિનું તપમાં મન નથી લાગતું એનું મન શનિદેવની તપસ્યા માત્રથી લાગવાનું શરુ થઇ જાય છે. શનિદેવ આ ભક્તોને તેમની માન્યતા પૂર્ણ થવાના આશીર્વાદ પણ આપે છે.
ત્યારે આજે વાત કરીએ એવી કઈ 10 વસ્તુ છે કે જેનું દાન કરવાથી આપણે શનિદેવને પ્રસન્ન કરી શકીએ છીએ –
જો તમે ભગવાન શનિદેવને ખુશ કરવા માંગો છો તો કાળા ચણા, કાળા કપડાં, જાંબુ, કાળી અડદ, કાળા વસ્ત્ર, કાળા ફળ વગેરે દાન કર શકો છો. તો કાળા જૂત્તા, તલ, લોખંડ, તેલ, નીલમ, કસ્તુરી કે ભેંસ વગેરેને દાન કરવાથી શનિદેવની કૃપા સરળતાથી પ્રાપ્ત થાય છે. કાળી વસ્તુઓને દાન કરવું તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

શનિની પનોતી ખતમ થવાની સાથે જ પાંચ રાશિના જાતકોને મોટી ખુશખબરી મળવાની શક્યતાઓ છે. ખુશખબરી એ છે કે આ રાશિના જાતકોનું નસીબ આ જ મહિને ખુલવાનું છે. નસીબ તેને સાથ આપશે અને ધનલાભ થવાની શક્યતા છે. સરકારી નોકરી માટે પ્રયત્નો કરતા જાતકો સફળ થઇ શકે છે. નોકરી કરતા જાતકોનો પગાર વધવાની સંભાવનાઓ છે ત્યારે છોકરીઓને નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે.લક્ષ્મી માતાની કૃપાથી તેમની બેગણી પ્રગતિ થશે અને બધા જ કાર્યોમાં સફળતા મળશે. સાથે જ તેમના પર લક્ષ્મી માતાની કૃપાથી તેમને આર્થિક લાભ થવાના પ્રબળ યોગ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આકસ્મિક ધનલાભ થવાની સંભાવના છે.
નવો ધંધો શરુ કરવાનો વિચાર કરી રહયા હોવ તો સારો સમય છે. ધંધામાં અનેક પ્રકારના લાભ થવાની શક્યતાઓ છે. આ રાશિના જાતકોની શનિની પનોતી ખતમ થઇ રહી છે. એટલે હવે લાંબા સમયથી અટવાયેલા બધા જ કામો પૂરા થવા લાગશે. કોઈ પણ નવું કામ શરુ કરવા જાઓ તે પહેલા વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલતા નહિ. તમારું નસીબ ચમકવાની તૈયારીમાં જ છે.
આપણા જીવનમાં રાશિ ચક્રોનું ઘણું મોટું મહત્વ છે, જેનું મુખ્ય કારણ એ છે કે રાશિઓમાં ગ્રહોના આવતા બદલાવને કારણે આપણા જીવનમાં ઘટતી ઘટનાઓ પર અસર પડે છે. ગ્રહોની ચાલ પર જ મનુષ્યના જીવનમાં બદલાવ આવે છે, ત્યારે આવી જ રીતે એક મોટો બદલાવ આવી રહ્યો છે. જેનાથી આ રાશિઓના જાતકોના જીવનમાં ખૂબ જ મોટો બદલાવ આવી શકે છે.
કર્ક રાશિ :
આ રાશિ વાળા માટે આ સમય મધ્યમ રહેશે. આ રાશિના લોકોને તેને વેપારમાં સામાન્ય લાભ પ્રાપ્ત થશે. આ રાશિના લોકોએ કોઈ યાત્રા પર જવાના હોય તો તેને ટાળી દેવી જોઈએ કારણે દુર્ઘટના બનવાની સંભાવના રહેલી છે. આ રાશિના જાતકોને માતાપિતાનો સહયોગ મળવાની પુરી સંભાવના છે.
સિંહ રાશિ :
આ રાશિના લોકો પર ભગવાનની દ્રષ્ટિ લગાતાર રહેશે.જેના કારણે જે વ્યક્તિ નોકરી કરી રહ્યો છે તેની આવકમાં વૃદ્ધિ થશે અને સાથે-સાથે પદ પણ વધવાની સંભાવના છે. જે લોકો વેપારી છે તે વેપારના ક્ષેત્રમાં પ્રયાસ કરશે તો અવશ્ય સફળ થશે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ રાશિના લોકોએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.વિવાહિત લોકોનું પારિવારિક જીવન સારું રહેશે. તમે તમારા જીવનસાથી પર ધ્યાન આપશો. પ્રેમીપંખીડાને આજના દિવસે કેટલીક સમસ્યાઓ આવી શકે છે. હજી પણ સંબંધોમાં પ્રેમ જાળવવાનો પ્રયાસ કરો.
કન્યા રાશિ :
આ રાશિના વ્યક્તિઓ માટે આ સમય સામાન્ય રહેશે. તમે તમારા કાર્ય પ્રતિ એકાગ્રતા બનાવી રાખજો. આ રાશિના લોકોની તબિયત બગડવાની સંભાવના છે તેથી સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે. આ રાશિના લોકોને પારિવારિક ચિંતાના કારણે તણાવમાં રહેશે. આ રાશિના લોકોએ ધાર્મિક કાર્યમાં રુચિ વધારવી.
તુલા રાશિ :
આ રાશિના જાતકો માટે આ સારો સમય રહેશે. આ રાશિના જાતકોએ ક્રોધ પર નિયંત્રણ કરવાનું રહેશે. ગુસ્સાને કારણે તમારું કામ બગડવાની પુરી સંભાવના છે. આ રાશિના જાતકો જેટલી તેના કાર્યક્ષેત્રમાં મહેનત કરશે તેટલો જ તેને લાભ થશે. આ રાશિના લોકોને લાભ મળવાની સંભાવના છે. સંબંધોમાં રોમાંસ વધશે. લવ લાઈફ જીવતા લોકોને પણ સુખદ પરિણામ મળશે. હળવા ખર્ચ થશે. આવક સારી રહેશે. તમારી કામની કાર્યક્ષમતા સંબંધમાં સારા પરિણામ લાવશે.
વૃષિક રાશિ :
આ રાશિના જાતકો માટે આ સમય બહુજ આનંદ દાયક રહેશે. જે વ્યક્તિ વિધાર્થી છે તેને શિક્ષાના ક્ષેત્રમાં અપાર સફળતા મળશે. આ રાશિના લોકો તેના પરિવારની આર્થિક પરિસ્થતિને મજબૂત બનાવવામાં અહમ ભૂમિકા ભજવશે. ઘરનું જીવન સુખી રહેશે. લવ લાઈફમાં મુશ્કેલીઓ આવી શકે છે. દુશ્મનોથી સાવધ રહો.
કુંભ રાશિ:
કુંભ રાશિના લોકોને પોતાની યોજનાઓમાં સફળતા મળવાના પુરા યોગ બની રહ્યા છે.અમુક અનુભવી લોકોનું માર્ગદર્શન પણ તમને સફળતા સુધી લઇ જય શકે છે,

કાર્યક્ષેત્રમાં આવનારી દરેક બાધાઓ દૂર થાતી જણાશે,તમને આર્થિક નફો થવાના યોગ બની રહ્યા છે,ઘર પરિવારનું જીવન સારું રહેશે, અને સ્વાસ્થ્યમાં સુધાર આવશે,માનસિક ચિંતાઓથી છુટકારો મળશે. આશીર્વાદથી આ રાશિના જાતકોના અટકાયેલા કામ જલ્દી જ પુરા થાતા જણાશે. આ રાશિના લોકોની દરેક મનોકામના પૂર્ણ થાતી જણાશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.