જ્યોતિષ શાસ્ત્ર

જાણો તમારી રાશિ અનુસાર કયા રંગનું વાહન ખરીદવું તમારા માટે શુભ રહેશે

વાહન ખરીદવું એ આજકાલના સમયમાં બધાનો શોખ બની ગયો છે. ઘણા લોકોને ટુ-વ્હીલર ગમે છે ત્યારે ઘણા લોકોને ફોરવીલર ગમે છે. તમારે કોઈ પણ વાહન ખરીદતા પહેલા તેના પૂરતી જાણકારી હોવી જરૂરી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે કયા કલરનો વાહન તમારા માટે શુભ રહેશે.

આજે આપણે જોઈશુ કે રાશિ અનુસાર કયા રંગનું વાહન તમારા માટે શુભ રહેશે…
1)મેષ રાશિ

જે લોકોની રાશિ મેષ રાશિ છે તેવા લોકોએ સફેદ, આછો ભૂરો અને ગુલાબી રંગ શુભ માનવામાં આવે છે એટલા માટે આ રાશિના લોકોએ આમાંથી કોઈપણ રંગનું વાહન ખરીદ છે તો તે લોકો માટે ફાયદેમંદ રહેશે.

2) વૃષભ રાશી

વૃષભ રાશિના લોકોએ આછો ગુલાબી, કાળો ,સફેદ ,વાદળી રંગ શુભ માનવામાં આવે છે એટલા માટે વૃષભ રાશિના લોકોએ આમાંથી કોઈપણ રંગનું વાહન ખરીદવું જોઈએ.

3) મિથુન રાશિ

જે લોકોની રાશિ મીન છે તે લોકોએ મેટાલિક કલર ,ગોલ્ડન કલર, કાળો ,ગુલાબી લાલ, સફેદ રંગનું વાહન ખરીદવું લાભકારી સાબિત થશે.

4) કર્ક રાશી

કર્ક રાશિના જાતકોએ સફેદ, લીલો, સફેદ, ક્રીમ આછો પીળો.રંગ શુભ માનવામાં આવે છે. એટલા માટે આ રાશિના લોકોએ આ રંગનું વાહન ખરીદવું જોઈએ

5) સિંહ રાશિ

આ રાશિના લોકોએ નારંગી ,કેસરિયો, પીળો, પર્પલ ,ગોલ્ડન ,લાલ રંગ શુભ માનવામાં આવે છે કારણકે કહેવામાં આવે છે કે આ રાશિના લોકો સૂર્યથી પ્રભાવિત હોય છે એટલા માટે આ રાશિના લોકોએ આ રંગનું વાહન ખરીદવું લાભકારી રહેશે.

6) કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો કોઈપણ રંગનું વાહન ખરીદી શકશે કારણ કે તેમના માટે શુભ રહેશે પરંતુ આ લોકોએ લીલું અને કાળા રંગનું વાહન ખરીદશે તો તે તેમના માટે વધારે ફાયદેમંદ રહેશે.

7) તુલા રાશિ

તુલા રાશિના જાતકોએ સફેદ અને ભૂરો રંગ શુભ માનવામાં આવે છે આ રાશિના જાતકોએ ભૂરા રંગનું વાહન ખરીદવું સર્વાધિક ભાગ્યશાળી રહેશે તેમજ આ રાશિના જાતકો ગુલાબી અથવા કાળા રંગનું વાહન પણ ખરીદી શકશે.

8) વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોએ પર્પલ ,બોટલ ગ્રીન ,રેડીસ બ્લેક કલરનુ વાહન ખરીદવું લાભકારી રહેશે. એટલા માટે વૃશ્ચિક રાશિ એ આ કલર માંથી વાહન ખરીદવુ.

9) ધનુ રાશિ

ધનુ રાશિના લોકોએ ભૂરા ,પીળા, નારંગી રંગ શુભ માનવામાં આવે છે એટલા માટે આ રાશિના લોકોએ આ રંગમાંથી વાહન ખરીદવુ ફાયદેમદ છે.

10) મકર રાશિ

મકર રાશિના જાતકોએ ભૂરો, ગ્રે, ફિરોજી કલર, લીલો કલર નુ વહન કરે તો શુભ માનવામાં આવે છે એટલા માટે આ રાશિના જાતકોએ આ રંગનું વાહન ખરીદવું ફાયદેમંદ રહેશે.

11) કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે કંઈપણ ખરીદ કરશે તો તેમના માટે શુભ રહેશે તેમ જ કુંભ રાશિના જાતકો માટે બ્લેક બ્લ્યુ ,ગ્રીન રંગ શુભ માનવામાં આવે છે એટલા માટે આ રાશિના લોકોએ આ રંગ માંથી વાહન ખરીદવુ.

12) મીન રાશિ

મીન રાશિના જાતકોએ ગુલાબી પીળા, આછો બ્લ્યુ, રંગનું વાહન ખરીદવુ ફાયદેમંદ રહેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks