મનોરંજન

રશ્મિ દેસાઈએ એવી તસ્વીર શેર કરી કે, લોકો બોલી ઉઠ્યા કે હવે શરમ જેવું કંઈ બચ્યું જ નથી

આ ગુજ્જુ અભિનેત્રીએ એવું ગ્લેમરસ દેખાડ્યું કે બોલીવુડની હીરોઇનો ફિક્કી પડી ગઈ

ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ હંમેશાં કોઈક કારણસર ચર્ચામાં રહે છે. સિદ્ધાર્થ શુક્લા સાથેની લડત અને અરહાન ખાન સાથેના સંબંધો માટે રશ્મિ બિગ બોસ 13માં ઘણી વાર ચર્ચાનો વિષય બની હતી.

આ ચર્ચાને કારણે તે બિગબોસના ઘરમાં વધુ ફેમસ થઇ ગઈ હતી. ફરી એકવાર રશ્મિ દેસાઈ તેના ગ્લેમરસ ફોટાઓને લઈને ચર્ચામાં આવી છે.

રશ્મિએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ખુલ્લા અને લૂઝ શર્ટ પહેરેલા ફોટા શેર કર્યા છે. આ તસ્વીરમાં તેનો ગ્લેમરસ લુક જોઇ શકાય છે. આ સાથે, તેણે એક કોટ કર્યો છે-‘બોલ્ડ અને સુંદર’. આ તસ્વીર શેર કરતા કેપ્શનમાં પણ લખ્યું કે, ‘શરૂ કરવાની હિંમત’.

આ પહેલા પણ રશ્મિ તેના બોલ્ડ લૂકમાં પણ સામે આવી છે. પરંતુ તેણે ઘણા સમય પછી આવા ગ્લેમરસ ફોટા પોસ્ટ કર્યા છે. આ તસ્વીરમાં એક ફૂલ ફોટો છે અને એક ક્લોઝઅપ ફોટો છે.

રશ્મિની આ તસવીર પર સેલેબ્સેભરપૂર તારીફ કરી રહ્યા છે. દિલિત કૌરે લખ્યું – ખૂબ જ સુંદર. કરણવીર બોહરાએ લખ્યું હતું કે, આગ લગાવી દીધી. આ સાથે જ કરિશ્મા તન્ના અને મોનિકા બેદીએ પણ આ તસવીર પર કમેન્ટ કરી છે.

રશ્મિ દેસાઈના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે નાગિન 4 માં શલાકાની ભૂમિકામાં જોવા મળી છે. હાલમાં લોકડાઉનને કારણે શોનું શૂટિંગ બંધ છે. આ પહેલા તે બિગ બોસ 13 માં સ્પર્ધક તરીકે જોડાઇ હતી.

બિગ બોસ શોમાં આવ્યા બાદ તેની ફેન ફોલોઇંગમાં જબરદસ્ત વધારો થયો હતો. તે બિગ બોસના ઘરની સારી સ્પર્ધક હતી પરંતુ સિદ્ધાર્થ શુક્લા સાથે ઘણી લડત જોવા મળી હતી.

બિગ બોસ 13ના અંતિમ રાઉન્ડમાં સિદ્ધાર્થ શુક્લા, અસીમ રિયાઝ સિવાય રશ્મિ દેસાઈ પણ ફાઇનલ રાઉન્ડમાં પહોંચી હતી. તે શોની બીજી રનર અપ હતી.