મનોરંજન

ખુબ જ ગરીબીમાં બાળપણ વિતાવ્યું છે ટીવીના આ એક્ટ્રેસે, તે સમયે ડાન્સ ક્લાસની ફી ભરવા માટે 350 રુપિયા પણ ન હતા!

એક્ટ્રેસે બદલ્યું પોતાનું નામ, કારણ જાણીને લાગશે નવાઇ…

ટીવી રિયાલિટી શો બિગબોસ સિઝન 13માં પોતાની પર્સનલ લાઇફને લઇને ઉતરન ફેમ એક્ટ્રેસ રશ્મિ દેસાઇએ ચર્ચાનો વિષય બની હતી. આજે ફરી એકવાર રશ્મિ ચર્ચામાં આવી છે. આ વખતે રશ્મિ પોતાના અફેર કે ડિવોર્સને લઇને નહીં પરંતુ બાળપણમાં કરેલા સંઘર્ષને લઇને ચર્ચામાં આવી છે.

આપણે સૌ જાણીએ છીએ કે રશ્મિ સારી ડાન્સર છે. પરંતુ તાજેતરમાં રશ્મિ દેસાઇએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે,`તેને બાળપણથી ડાન્સ કરવો ખુબ જ પસંદ છે પરંતુ તે સમયે તેની મા પાસે ડાન્સ ક્લાસના 350 રુપિયા પણ ન હતા.’

રશ્મિએ કહ્યું કે,`મારી માતા એક સરકારી સ્કૂલમાં ટીચર હતી, તેણે ટીચરને કહ્યું, કે મારી પાસે ડાન્સની ફીના પૈસા નથી, પરંતુ તમે મારી દીકરીને ડાન્સ ક્લાસમાં આવવાની પરવાનગી આપો.’

રશ્મિએ ડાન્સની શરુઆત ભરતનાટ્યમથી કરી હતી, પરંતુ થર્ડ યરમાં તે બોલિવુડ ડાન્સમાં શિફ્ટ થઇ ગઇ હતી. એક્ટ્રેસે કહ્યું `જ્યારે ક્લાસમાં ટીચર ન હોય ત્યારે તે બાળકોને ડાન્સ શીખવતી હતી.’

રશ્મિની માતા રસીલા દેસાઇએ જણાવ્યું કે, `તેણે પોતાની દીકરીનું નામ શિવાનીથી દિવ્યા રાખ્યું હતું પરંતુ જ્યારે તેને એક્ટિંગને પોતાનું પ્રોફેશન પસંદ કર્યુ પછી તેણે તેનું નામ રશ્મિ કરી દીધું. તેનું કારણ જણાવતા કહ્યું કે, તે સમાજ અને પરિવારની પ્રતિક્રિયાથી ડરતી હતી. ‘

આ વિશે આગળ વાત કરતા રસીલાએ જણાવ્યું કે,`તે સિંગલ પેરેન્ટ છે, તેની પાસે પતિનો સપોર્ટ ન હતો. તથા તેના પરિવારમાં રશ્મિ પહેલી મહિલા છે જેણે પોતાના પ્રોફેશન માટે એક્ટિંગની પસંદગી કરી છે. તેમના પરિવારમાં બધા ખુબ જ ભણેલા છે, અને ક્યારેય કોઇએ એક્ટિંગ માટે વિચાર્યુ પણ ન હતું.’

રસીલા દેસાઇએ કહ્યું કે,`હું રશ્મિનું સમર્થન કરતી હતી, પરંતુ સમાજ અને પરિવારથી ડરતી હતી તેથી તેણે તેનુ નામ બદલીને રશ્મિ રાખ્યું હતું.’ રશ્મિએ બિગબોસમાં અનેક વખત વાત કરી હતી કે,`જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેની માતાને લોકો દીકરીનો જન્મ થવાના કારણે મહેણા મારતા હતા, કારણ કે તે સિંગલ પેરેન્ટ હતી. પરંતુ તેમ છંતા તેની માતાએ આજે રશ્મિને એ મુકામ સુધી પહોંચાડી છે.’

રશ્મિ દેસાઇને આજે કોઇ ઓળખાણની જરુર નથી. રશ્મિ ગુજરાતી ફેમિલીમાંથી આવે છે. પરંતુ તેણે ભોજપુરી ફિલ્મો તથા હિન્દી ટીવી સીરિયલ અને ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, રશ્મિનો જીવન સંઘર્ષ હજી ચાલુ જ છે. રશ્મિએ ઉતરન સીરિયલના કોસ્ટાર નંદીશ સાધુ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા જ સમયમાં તેઓ અલગ થઇ ગયા. આજે રશ્મિ સિંગલ છે અને પોતાની માતા સાથે રહે છે.