બીભત્સ સ્ટાર સાથે રણવીર સિંહની એડ જોઇને ભડકી ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ, બોલી- આ ટીવી ઇન્ડસ્ટ્રીનું અપમાન…

રણવીર સિંહ અને બીભત્સ સ્ટારની એડ પર ભડકી રશ્મિ દેસાઇ, કહ્યુ- આ ટીવી ઇન્ડસ્ટ્રીના મોં પર તમાચો છે…જુઓ એ વીડિયો

રણવીર સિંહ અને જોની સિન્સની એડ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી છે. એક તરફ લોકો આ બોલ્ડ એડનો ભાગ બનવા માટે રણવીરના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ આ એડની આકરી ટીકા કરી છે. સોશિયલ મીડિયા પર આ એડની ટીકા કરતા રશ્મિ દેસાઈએ કહ્યું કે તેને આ એડ ટીવી ઇન્ડસ્ટ્રીના અપમાન જેવી લાગી. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રશ્મિએ રણવીર સિંહ અને જોની સિન્સની એડનો વિડિયો શેર કરી પ્રતિક્રિયા આપતા લખ્યું- તેને જોયા પછી તે ખૂબ જ હર્ટ મહેસૂસ કરી રહી છે.

રશ્મિએ કહ્યું કે ટીવી કલાકારોને હંમેશા નાના ટ્રીટ કરવામાં આવે છે. આ એડમાં બતાવ્યુ છે તેમ ટીવી શોમાં આવું કંઈ બતાવવામાં આવતું નથી. મેં મારુ કરિયર રીઝનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી શરૂ કર્યુ હતુ અને પછી ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા લાગી. લોકો આને સ્મોલ સ્ક્રીન કહે છે, જ્યાં નોર્મલ લોકો ખબરો, ક્રિકેટ, સારી બોલિવુડ ફિલ્મો અને ઘણુ બધુ જોવે છે. આ રીલ જોયા પછી કોઇને પણ આવી ઉમ્મીદ નહોતી. મને લાગ્યું કે આ પૂરી ટીવી ઇન્ડસ્ટ્રી અને ટીવી પર કામ કરનાર લોકોનું અપમાન છે.

કારણ કે અમને હંમેશા નાના ટ્રીટ કરવામાં આવે છે અને આવું ફીલ કરાવવામાં આવે છે. જ્યારે અમે મોટા પડદા પર કામ કરવા માંગીએ છીએ ત્યારે પણ અમારી સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે. પોતાની પોસ્ટમાં રશ્મિએ આગળ કહ્યું કે રણવીર સિંહ અને જોની સિન્સની એડમાં જે વસ્તુઓ જોવા મળે છે તે નાના પડદા પર નહીં પરંતુ મોટા પડદા પર બતાવવામાં આવે છે. દરેક મહેનત કરી રહ્યો છે, પણ માફ કરશો, આ બધું ટીવી પર બતાવવામાં આવતું નથી.

આ બધું મોટા પડદા પર થાય છે. રશ્મિને આ જાહેરાત એટલી ખરાબ લાગી કે તેણે તેને ‘થપ્પડ જેવી’ કહી. તેણે આગળ કહ્યું, ‘ખરેખર (ટીવી શોમાં) કંઈ ખોટું બતાવવામાં આવતું નથી, પરંતુ મારા મતે, આ ટીવી ઈન્ડસ્ટ્રી માટે રિયાલિટી ચેક છે કારણ કે મને લાગે છે કે તે થપ્પડ જેવું છે. કદાચ હું વધુ પડતી પ્રતિક્રિયા આપી રહી છું. પરંતુ અમે અમારા દર્શકોને સંસ્કૃતિ અને પ્રેમ દર્શાવ્યો છે. હું દુખી છું કારણ કે ટીવી ઇન્ડસ્ટ્રીમાં મારી સફર સન્માનજનક રહી છે. હું આશા રાખું છું કે તમે મારી લાગણીઓને સમજી શકશો.

જણાવી દઇએ કે, રણવીર પુરુષોની સેક્સ્યુઅલ હેલ્થ કેર કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેણે તાજેતરમાં અમેરિકાના પ્રખ્યાત સ્ટાર જોની સિન્સ સાથે આ બ્રાન્ડ માટે એક જાહેરાત શૂટ કરી છે. આ જાહેરાત ટીવીની સાસ-બહુ સિરિયલની શૈલીમાં શુટ કરવામાં આવી છે. રશ્મિની વાત કરીએ તો, તે બિગ બોસ 15નો ભાગ હતી અને બિગ બોસ OTT પર પણ જોવા મળી હતી. તેને એકતા કપૂરની ટીવી સીરિયલ ‘નાગિન 6’માં જોવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

Shah Jina