રશ્મિ દેસાઇએ શેર કર્યુ યલો અટાયરમાં નવુ ફોટોશૂટ, ચાહકોના ઉડી ગયા હોંશ, જુઓ ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો

35 વર્ષની રશ્મિ દેસાઈ આ ફોટોશૂટ માં લાગે છે 21 ની, 7 તસવીરો ફેન્સે ઝૂમ કરી કરીને જોઈ…

ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર અભિનેત્રી રશ્મિ દેસાઇ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેના બોલ્ડ ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. તે સતત ચાહકો સાથે તેની તસવીર શેર કરતી રહે છે.

રશ્મિ દેસાઇ એકવાર ફરી તેના નવા ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી છે. તેને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ જોવા મળી રહી છે.

રશ્મિની આ નવી તસવીરોને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો આ તસવીરો પર તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ચાહકો રશ્મિના આ ફોટોશૂટ પર કમેન્ટોનો વરસાદ વરસાવી રહ્યા છે.

રશ્મિ દેસાઇના લુકની વાત કરીએ તો, તેણે યલો ટોપ સાથે યલો પેન્ટ કેરી કર્યુ છે. આ સાથે તેણે બ્લેક ઓપન કોટ કેરી કર્યો છે. આ લુકમાં રશ્મિ ગોર્જીયસ લાગી રહી છે.

રશ્મિએ આ સાથે હાઇ હીલ સેંડલ પહેરી છે અને તેણે શાયની ચેન પણ ગળામાં પહેરી છે. આ ડ્રેસ સાથે તેણે ખૂબ જ સરસ મેકઅપ પણ કર્યો છેે. રશ્મિએ તેના આ લુકથી ચાહકોના હોંશ ઉડાડી દીધા છે.

રશ્મિના કરિયરની વાત કરીએ તો, તેણે ટીવી ધારાવાહિક “ઉતરન”થી એન્ટ્રી કરી હતી. જેમાં તેના અભિનયને વખાણવામાં આવ્યો હતો. તે બાદ તે “દિલ સે દિલ તક”માં જોવા મળી હતી. તેમાં તેની સાથે સિદ્ધાર્થ શુકલાની જોડીને ઘણી પસંદ કરવામાં આવી હતી.

રશ્મિ તે બાદ રિયાલિટી શો “બિગબોસ”માં જોવા મળી હતી, જેમાં તેણે પ્રશંસકોનું દિલ જીતી લીધુ હતું. તે છેલ્લે “નાગિન 4″માં જોવા મળી હતી. તેમાં તેણે શ્લાકાનો રોલ પ્લે કર્યો હતો.

રશ્મિ દેસાઇ આ દિવસોમાં તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરી ચાહકોનું દિલ જીતી રહી છે. રશ્મિ અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરેે છે, જેને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે.

Shah Jina