વાહ શું અદા છે…10 તસ્વીરો જોઈને ચાહકો થઇ રહ્યા છે ઘેલા
બૉલીવુડ અને ટીવી જગતના કલાકારો કોઈને કોઈ રીતે લાઈમલાઈટમાં છવાયેલા રહેતા હોય છે. ત્યારે હાલમાં જ ટીવી જગતની ખ્યાતનામ અભિનેત્રી રશ્મિ દેસાઈની પણ કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેની અંદર તે પીળા રંગની સાડીમાં ખુલ્લા વાળ સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે.

આ પાર્ટીનું આયોજન બોલીવુડની પ્રખ્યાત ડિઝાઈનર મનાલી જગતાપે પોતાના જન્મ દિવસ નિમિત્તે કર્યું હતું. તેને જુહુમાં એક ગ્રાન્ડ પાર્ટી આપી. જેમાં બોલીવુડમાંથી ઘણા લોકોએ હાજરી આપી. આ પાર્ટીમાં જ રશ્મિ દેસાઈ પણ પહોંચી હતી. જેમાં તે ખુલ્લા વાળ અને પીળી સાડીમાં જોવા મળી.

રશ્મિએ આ દરમિયાન કપડાને મેચિંગ બેગ પણ રાખી હતી. જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.રશ્મિનો આ લુક જોઈને હવે સોશિયલ મીડિયામાં લોકો તેની પ્રસંશા કરી રહ્યા છે.

રશ્મિની એક તસ્વીર ઉપર એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું છે કે: “રશ્મિ દેસાઈ, લુક સો ગોર્જીયસ.” તો બીજા એક વ્યક્તિએ કહ્યું: “રશ્મિ સુંદર હોવાની સાથે સાથે સ્ટનિંગ અવતારમાં નજર આવી રહી છે.”

જન્મ દિવસની આ પાર્ટીની અંદર રશ્મિ દેસાઈ ઉપરાંત ટીવીની નાગિન સુરભી ચાંદાના પણ પહોંચી હતી. સુરભી પણ પિન્ક અને યલો ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. સુરભી અને રશ્મિએ બર્થ ડે ગર્લ મનાલી જગતાપ સાથે તસ્વીર પણ લીધી હતી.

આ ઉપરાંત પાર્ટીમાં અભિનેતા રાહુલ દેવ અને તેની લિવ-ઈન પાર્ટનર મુગ્ધા ગોડસે પણ નજર આવી હતી. તમને જણાવી દઈએ કે મુગ્ધા રાહુલ દેવથી 14 વર્ષ નાની છે. રાહુલ અને મુગ્ધાની મુલાકાત એક લગ્નમાં થઇ હતી અને ત્યારબાદ બંનેની મિત્રતા થઇ ગઈ. રાહુલની પહેલી પત્ની રિનાનું કેન્સરના કારણે મૃત્યુ થઇ ગયું હતું.