ખબર મનોરંજન

રશ્મિ દેસાઈના દુર્ગા પૂજા લુકે લોકોને બનાવ્યા દીવાના, શેર કરતા જ વાયરલ થઇ ગઈ તસ્વીર

લાલ સાડીમાં લાગે છે નવી નવેલી દુલ્હન, જુઓ બ્યુટીફૂલ તસ્વીરો

બિગ બોસ-13 બાદ લગાતાર ટીવી એક્રેટ્સ રશ્મિ દેસાઈ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયામાં જોઈ શકાય છે કે રશ્મિનું ફેન ફોલોઈંગ ઓછું નથી. સોશિયલ મીડિયામાં આજકાલ રશ્મિ દેસાઈ ચર્ચામાં છે. ચર્ચામાં રહેવા પાછળનું કારણ છે તેના ફેસ્ટિવલ લુકની તસ્વીર.

i
Image source

નવરાત્રી દરમિયાન તેના ટ્રેડિશનલ લુકની તસ્વીર વાયરલ થઇ રહી છે. રશ્મિનું એક લેટેસ્ટ ફોટોશૂટ ચર્ચામાં રહ્યું છે. નવરાત્રીમાં દુર્ગા પૂજા પર તેનો બંગાળી અવતાર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

Image source

રશ્મિની લાલ સાડીની તસ્વીર જોઈને ફેન્સ પણ અચંબામાં મુકાઈ ગયા છે. રશ્મિ દેસાઈ દુર્ગા પૂજા લુકમાં નજરે આવી રહી છે.

Image source

નવરાત્રીના ચોથા દિવસે માતા દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. રશ્મિ દેસાઈએ ડાર્ક લાલ કલરની સાડી પહેરીને બંગાળી લુકમાં ફોટો શૂટ કરાવ્યું છે.

Image source

લાલ સાડી સાથે લાલ બંગડી, સિંદૂર અને ડાર્ક રેડ કલરની લિપસ્ટિકમાં રશ્મિ ખુબસુરત લાગી રહી છે. આ સાથે જ તેના લુકને પૂર્ણ કરવા માટે રશ્મિએ લાંબી નથ પણ પહેરી છે. રશ્મિનો આ લુક દેવી દુર્ગા જેવો દેખાઈ રહ્યો છે.

Image source

આંખમાં કાજલ અને ખુલ્લા વાળ સાથે રશ્મિ દેસાઈનો આ દિવ્ય લુક ફેન્સને કાયલ બનાવી રહ્યો છે. ફેન્સ તેની તારીફ કરી રહ્યા છે. રશ્મિની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

Image source

રશ્મિ દેસાઈનું આ ફોટોશૂટ જોઈને લોકો અંદાજો લગાવી રહ્યા છે કે, એક્ટ્રેસ જલ્દી જ લગ્ન કરવાની યોજના બનાવી રહી છે.

Image source

રશ્મિની આ તસ્વીરને લોકો ઘણીપસંદ કરી રહ્યા છે. આ પહેલા રશ્મિ દેસાઈએ બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે બેહદ ખુબસુરત લાગી રહી હતી. એક્ટ્રેસ રાજસ્થાની બ્રાઇડલ વેરમાં નજરે આવી હતી.

Image source

જણાવી દઈએ કે,ટીવી પર સંસ્કારી વહુનો રોલ નિભાવનારી રશ્મિ તેના બોલ્ડ અંદાજથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી રહી છે. રશ્મિ ફરી એકવાર બોલ્ડ અવતારને લઈને ચર્ચામાં આવી છે.

Image source

રશ્મિ દેસાઈને ટીવી સિરિયલ ઉતરનથી ઘર-ઘરમાં ઓળખ મળી હતી. આ બાદ તે ઘણી સીરિયલમાં નજરે આવી ચુકી છે. આજે રશ્મિ ટીવી ઈન્ડસ્ટ્રીઝનું જાણીતું નામ બની ચુકી છે.

Image source

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો રશ્મિ બિગ-બોસ 13 બાદ એકતા કપૂરનો ટીવી શો નાગિન-4માં નજરે આવી હતી. આ સિવાય તે શોર્ટ ફિલ્મ તમસમાં જોવા મળી હતી. આ સિવાય રશ્મિ કલર્સ ટીવી ના શો શાનદાર શનિવારમાં નજરે આવશે. આ શોમાં શહનાઝ કૌર ગિલ અને સિદ્ધાર્થ શુક્લ પણ જોવા મળશે.