ક્યૂટ અભિનેત્રી રશ્મિ દેસાઈએ કેમેરાની સામે બદલાવ્યાં કપડાં, જોતા જ ફેન્સનો આંખો ફાટી ગઈ

‘બિગબોસ 13’ કંટેસ્ટન્ટ અને નાના પડદાની લોકપ્રિય અભિનેત્રી રશ્મિ દેસાઇ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તે તેની તસવીરોને લઇને ચર્ચામાં પણ રહેતી હોય છે.

ત્યારે રશ્મિ સતત તેના બોલ્ડ ફોટોશૂટ શેર કરતી રહે છે. હાલમાં જ રશ્મિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં રશ્મિ એક બાદ એક ડ્રેસ બદલી રહી છે.

રશ્મિ દેસાઈએ ઈન્સ્ટાગ્રામ રીલ બનાવી છે, જેમાં તે એક પછી એક કપડા બદલતી જોવા મળી રહી છે.આ સાથે રશ્મિ દરેક ડ્રેસમાં એક મોડેલની જેમ પોઝ આપી રહી છે.આ રીલમાં તેણે અલગ અલગ પ્લાઝો પેન્ટ્સ, ક્રોપ ટોપ અને ઓવર કોટ કર્યું છે.આ સાથે, રશ્મિએ મેકઅપ કર્યો છે. આ સાથે તેણે પોતાના વાળને પણ નવો લુક આપ્યો છે.

રશ્મિ દેસાઈના ચાહકો આ ઇન્સ્ટાગ્રામ રીલને ખૂબ પસંદ કરી રહ્યા છે. ચાહકો પણ આ વીડિયો પર કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે. રશ્મિની સ્ટાઇલ, સ્વેગ અને એટીટ્યૂડ લોકોને ઘણો પસંદ આવ્યો છે. સાથે જ તેને દરેક ડ્રેસ ખૂબ સ્ટાઇલિશ રીતે પહેર્યો છે

રશ્મિએ વર્ષ 2012માં ‘ઉતરન’ના અભિનેતા નંદીશ સંધુ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના એક વર્ષ પછી બંને વચ્ચે મતભેદ થવા લાગ્યા હતા. તેમના લગ્ન લગભગ ચાર વર્ષની અંદર જ તૂટી ગયા હતા. “બિગબોસ 13″માં રશ્મિનું નામ અરહાન સાથે પણ જોડાયું હતું .

બંનેએ પોતાના સંબંધની કબૂલાત પણ કરી હતી,પરંતુ બિગબોસના ઘરની બહાર નીકળતા પહેલા જ રશ્મિએ અરહાન સાથેના સંબંધોને તોડી નાખ્યા.

બિગબોસ બાદ તે કોઇ શોમાં જોવા મળી નથી. રશ્મિએ ‘ઉતરન’ સિવાય રશ્મિ દેસાઇ ‘પરી હું મેં’, ‘શ્શ્શ્શ… ફિર કોઈ હૈ’, ‘કોમેડી સર્કસ’, ‘જરા નચકે દિખા’, ‘ક્રાઇમ પેટ્રોલ’, ‘ખતરો કે ખિલાડી’, ‘અધૂરી કહાની હમારી’, ‘ઇશ્ક કે રંગ સફેદ’, ‘નચ બલિયે’, ‘ઝલક દિખલા જા’, ‘રાવણ’,અને ‘મીત મિલાદે રે રબ્બા’માં કામ કર્યુ છે. તે ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

Patel Meet