રવિના ટંડનની પુત્રી હુસ્નમાં બાબતે આપી રહી છે ફિલ્મી હસીનાઓને ટક્કર,માતા કરતા વધારે સુંદર છે..! તસવીર

મમ્મી રવીનાને જેમ સુંદર દેખાય છે તેની પુત્રી રાશા, 7 PHOTOS જોશો તો કહેશો બોલીવુડની હીરોઇનો આની સામે ફિક્કી પડી ગઈ

90 દાયકાની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન તેના સમયની પ્રખ્યાત અભિનેત્રી રહેલી છે. ‘મોહરા’, ‘દિલવાલે’ જેવી સુપરહિટ ફિલ્મોથી લોકોના દિલમાં જગ્યા બનાવનારી રવિનાની શરૂઆત શાનદાર રહી હતી.

આજે અમે રવિના વિશે નહીં પરંતુ તેની પુત્રી રાશા થડાનીની વિશે વાત કરીશું, જે આ દિવસોમાં ઘણી હેડલાઇન્સમાં છે. રવિના ત્રણ પુત્રીઓ અને એક પુત્રની માતા છે, પરંતુ તેની નાની પુત્રી રાશા ચર્ચાઓમાં રહે છે.

રાશા થડાનીની તેની માતા જેટલી જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ છે. રાશાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. રાશાની સુંદરતા જોઈને લોકો કહી રહ્યા છે કે તે બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપવા સક્ષમ છે.

રાશા થડાની માત્ર 16 વર્ષની છે અને આ ઉંમરથી તે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. ગીત ગાવાની સાથે રાશાને ડાન્સ કરવો પણ ખુબ જ ગમે છે. રાશાને તેને પોતાના પરિવાર સાથે સમય પસાર કરવો ગમે છે.

બોલિવૂડની દુનિયામાં ઘણા સ્ટાર કિડ્સે નામ કમાવ્યું છે. આ સ્ટાર કિડ્સ ફિલ્મી દુનિયામાં પગ મૂકતા પહેલા પણ હંમેશા ચર્ચાઓમાં રહે છે. રવિનાની પુત્રી રાશા પણ તમામ સ્ટાર બાળકો સાથે સ્પર્ધામાં છે. તેની સુંદરતાને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

રવિના ટંડન અને અનિલ થડાની પુત્રી રાશા થડાનીનો જન્મ 16 માર્ચ 2005 ના રોજ થયો હતો. રવિના અને અનિલના લગ્ન ફેબ્રુઆરી 2004માં રાજસ્થાનના ઉદયપુરમાં ખુબ જ ધૂમ ધામથી થયા હતા. લગ્નના એક વર્ષ બાદ માર્ચમાં રાશાનો જન્મ થયો હતો.

રાશા થડાનીના જન્મદિવસે રવિના ટંડને તેની સુંદર તસવીર શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને આશીર્વાદ આપ્યા છે. રવિના ટંડને દીકરી સાથે શેર કરેલી તસવીરોમાં મા-દીકરીનો પ્રેમ દેખાઈ રહ્યો છે. આ તસવીરો શેર કરતાં રવિના ટંડને પોતાની દીકરી માટે ખૂબ જ સુંદર કૅપ્શન લખ્યું છે. રવિનાએ લખ્યું છે કે ‘તું આટલી ઝડપથી મોટી થઈ..16 વર્ષ, મારી નાની છોકરી, મારી પ્રેમાળ અને સંભાળ કેયરિંગ છોકરીને 16 મો જન્મદિવસ મુબારક.’

રવિના ટંડનની પુત્રી રાશા પોતાની માતાને ગૌરવ અપાવે છે. તાજેતરમાં જ રાશાને ટેકવોન્ડોમાં બ્લેક બેલ્ટ મળ્યો હતો. તેનો ફોટો પણ રવિના ટંડને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. રવીનાએ શેર કરેલા આ ફોટામાં રાશાની ક્યુટનેસ જોવા મળી રહી છે. નાનપણથી જ પ્રિય રાશા મોટા થયા પછી પણ ખૂબ સુંદર લાગે છે.

Patel Meet