રસોઈ

તહેવારમાં ઘરે જ બનાવો રસદાર અને મીઠાં-મીઠાં રસગુલ્લા આ સરળ રીતથી, નોંધી લો રેસિપી…

જન્માષ્ટમીનો પાવન તહેવાર અમુક સમયમાં જ આવવાનો છે.એવામાં તહેવાર હોય તો મીઠાઈઓ ના હોય એવું તે કેમ બને! આ મૌકા પર અમે તમારા માટે રસગુલ્લા બનાવવાની સરળ રીત લઈને આવ્યા છીએ. હવે તમે ઘરે જ મલાઈદાર અને રસદાર એવા મીઠાં મીઠાં રસગુલ્લા ઘરે જ સહેલાઈથી બનાવી શકશો. આવો તો જાણીએ રસગુલ્લા બનાવવાની રીત.

સામગ્રી:

  • દૂધ 1લીટર
  • વિનેગર 2ચમચી
  • ખાંડ 200 ગ્રામ
  • પાણી 1 લીટર

રીત:
સૌપ્રથમ એક પેન માં દૂધ ગરમ કરવા મૂકી દો.

ગરમ થાય એટલે એમાં વિનેગર અને થોડું પાણી એડ કરી દૂધ ને ફાડી નાખો।

અને પછી થોડીવાર થવા દો પછી પછી પાણી છૂટું પડે એટલે એને કાકડા થી ગાળી લો

અને પાણી અને પનીર ને અલગ કરી લો પછી એને નોર્મલ પાણી વડે ધોઈ લો જે થી વિનેગર નો સ્વાદ ના આવે

પછી એને પોટલી માં બાંધી લો અને પાણી નિતારી લો

બઉ દબાવું નઈ નોર્મલ પ્રેસ કરવું પછી એ પોટલી ને લટકાવી દો

4 કલાક માટે જે થી એ કોરું પડી જાય પછી એના ગોળ ગોળ લુઆ વાળી લો

અને એકબાજુ ચાસણી બનાવી લો એક પેન માં 1 લીટર પાણી અને 200 ગ્રામ ખાંડ એડ કરી ચાસણી બનાવી લો

પછી લુઆ બનવેલા એમાં એડ કરો અને એને થવા દો

પછી થોડી વાર રાય ને ફેરવી લો જેથી બધી બાજુ થી થઈ જાય પછી એને સર્વ કરો મસ્ત સ્પંચી બનશે જરૂર થી બનાવજો.

રસગુલ્લાં બનાવવાની પરફેક્ટ રીત માટે જુઓ વિડીયો…

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks