રસોઈ

રસ મલાઈ/છૈના ખીર બનાવો – નોંધી લો રેસિપી, સ્વાદ જ કઈક મજેદાર છે અને ટેસ્ટફૂલ હોવાથી દરેક ને પસંદ પણ આવે છે

ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, તેમજ પીઝા, બર્ગર, વગેરે જેવી અલગ અલગ વાનગીઓ તમે ખૂબ જ ખાધી હશે. પંરતુ આમાં મીઠાઈઓ ની તો વાત જ અલગ છે. તેમાં જો સૌથી મનભાવક મીઠાઈ હોય તો તે છે બંગાળી મીઠાઈ, જેનો સ્વાદ જ કઈક મજેદાર હોય છે અને ટેસ્ટફૂલ હોવાથી દરેક ને પસંદ પણ આવે છે. તો આજે આપણે એક મસ્ત સ્વીટ બંગાળી રેસીપી શીખીશું.

  • રસ મલાઈ/છૈના ખીર બનાવવા માટે ની સામગ્રી
  • ફૂલ ક્રીમ દૂધ – ½ લીટર (રસ ગુલ્લા (છૈના) બનાવવા માટે)
  • ફૂલ ક્રીમ દૂધ – 1 લીટર (દૂધ ને જાડું કરવા માટે)
  • ખાંડ – 1 કપ (225 ગ્રામ)
  • ખાંડ નું બૂરું – ¼ કપ (40-50 ગ્રામ)
  • લીંબુ – 1 મોટું અને રસ વાળું
  • કેસર – 15-20 તાર
  • નાની એલચી – 4-5
  • પિસ્તા – 7-8

રસ મલાઈ બનાવવા માટે ની રીત:
પહેલા બે અલગ-અલગ વાસણ લો, એક માં દૂધ ને જાડું કરવા માટે મૂકી દો અને બીજા માં ગુલ્લા (છૈના) બનાવવા માટે લો
ગુલ્લા બનાવી લો સૌપ્રથમ લીંબુ નો રસ કાઢી લો અને તેમાં એટલું જ પાણી નાખો જેટલો રસ હતો. જ્યારે દૂધ માં ઊભરો આવે ત્યારે ગેસ બંધ કરી દો. હવે દૂધ ને થોડું ઠંડુ થવા દો, એટલે કે 3 થી 4 મિનિટ પછી તેમાં થોડો-થોડો લીંબુ નો રસ નાખતા રહો અને ચમચા થી દૂધ ને હલાવો. દૂધ જ્યારે પૂરી રીતે ફાટી જાય ત્યારે એટલે કે દૂધ માં ગુલ્લા અને પાણી બંને અલગ દેખાવા લાગે ત્યારે લીંબુ નો રસ નાખવા નું બંધ કરી દો

હવે ગુલ્લા ને એક કપડાં માં લઈ તેમાથી પાણી કાઢી લો, અને તેની ઉપર બીજું ઠંડુ પાણી નાખી ધોઈ નાખો જેથી કરી ને તેમાં લીંબુ નો સ્વાદ ના રહે. હવે કપડાં ને ચારે બાજુ થી લઈ હાથ થી દબાવી તેમાં રહેલું વધારા નું પાણી પણ કાઢી લો. રસ ગુલ્લા બનાવવા માટે દૂધ નો માવો તૈયાર છે
દૂધ ને જાડું કઈ લો. ખીર માટે દૂધ માં ઊભરો આવે એટલે ગેસ ને ધીમો કરી નાખો. ત્યાર બાદ તેને જાડું થવા દો. પરંતુ થોડી- થોડી વારે દૂધ ને હલાવતા રહેવું. જેથી કરી ને દૂધ વાસણ માં નીચે બેસી ના જાય.
હવે એલચી નો પાઉડર બનાવી લો, અને પિસ્તા ને પણ ઝીણા –ઝીણા સમારી નાખો. જ્યારે દૂધ જાડું થઈ જાય ત્યારે તેમાં ઇલચી નો પાઉડર અને કેસર ના તાર તેમજ ખાંડ નું બૂરું નાખી તેને સારી રીતે મિશ્ર કરી લો.

છૈના (દૂધ ના માવા) ના ગુલ્લા બનાવી લો:
સૌ પહેલા તૈયાર કરેલ દૂધ ના માવા ને કોઈ એક થાળી માં કાઢી લો અને 5 થી 6 મિનિટ માટે આ માવા ને ખૂબ જ મસળો, જેટલું મસળશો એટલું જ તે ચીકણું થશે આથી માવા ને ખૂબ મસળવું. હવે આ દૂધ ના માવા માથી થોડું-થોડું લઈ તેના નાના- નાના ગુલ્લા બનાવી ને એક પ્લેટ માં મૂકી દો. દૂધ ના આટલા માવા થી લગભગ 60 થી 65 જેટલા ગુલ્લા બની ને તૈયાર થઈ જશે.હવે એક કુકર લઈ તેમાં ખાંડ ને નાખો, સાથે અઢી કપ પાણી પણ ભેળવો અને ગેસ ઉપર ચાસણી બનાવવા માટે મૂકી દો. ખાંડ ને પાણી માં સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી અને પાણી ઉકળવા લાગે ત્યાં સુધી ચડાવો. ખાંડ ની ચાસણી ઉકળવા લાગે ત્યારે દૂધ ના માવા થી બનેલા ગુલ્લા ને તેમાં નાખો, પછી કુકર ને બંધ કરી દો, અને કુકર માં એક સિટી થવા દો. ત્યાર બાદ ગેસ ને ધીમો કરી 10 થી 12 મિનિટ માટે ધીમા તાપે ચડવા દો. પછી ગેસ ને બંધ કરી દો.

જ્યારે કુકર માં પ્રેશર બંધ થઈ જાય પછી કુકર માંથી દૂધ ના માવા ના બનેલા ગુલ્લા ને કાઢી લો. અને તેને ઠંડા થવા દો. જ્યારે દૂધ ના માવા ના ગુલ્લા ઠંડા થઈ જાય પછી તેને જાડા દૂધ માં નાખી દો અને ધીમા તાપે 5 થી 6 મિનિટ ચડવા દો.આમ રસ મલાઈ બની ને તૈયાર છે. તેને એક વાસણ માં કાઢી લો અને પિસ્તા થી તેને સજાવી લો. આ રસ મલાઈ ને 2 થી 3 કલાક માટે ફ્રીઝ માં ઠંડુ થવા માટે મૂકી દો. 2 કલાક પછી રસ મલાઈ ને ફ્રીઝ માથી કાઢી ઠંડી-ઠંડી બધા ને પીરસો.
આમ ખૂબ જ ટેસ્ટી તેમજ સ્વીટ મીઠાઈ ની આ એક મસ્ત મજેદાર વાનગી છે. જેને પ્રસંગમાં કે પાર્ટી માં અથવા વ્રત તહેવાર માં કે પછી ઘરે આવતા મહેમાનો માટે બનાવી ને ખવડાવી શકાય છે. તો તમે પણ બનાવો આ સ્વીટ બંગાળી મીઠાઈ ને પોતાના ઘરે અને પરિવારજનો સાથે તેનો આનંદ માણો
માધવી આશરા ‘ખત્રી’
Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ