રસોઈ

બંગાળી રસકદમ રેસિપી – મોટાભાગનાં ત્યોહારમાં બનતી આ બંગાળી મીઠાઈ તમે પણ બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને …

બંગાળી મીઠાઈઓ ખૂબ જ મધુર હોય છે. અને મીઠાઇ માં જો કોઈ પસંદ હોય તો બંગાળી મીઠાઇ નું નામ પહેલું આવે છે. બંગાળી રસગુલ્લા નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય. અને મિત્રો હવે તો જન્માષ્ટમી માં તહેવારો આવી રહ્યા છે ત્યારે ઘરે કઈક ને કઈક મીઠાઇ બનતી હોય છે. તો આ વખતે કઈક નવી જ મીઠાઇ જો ઘરે બનાવવા માં આવે તો બહાર થી મીઠાઈ લાવવા ની જરૂર જ નથી રહેતી. તો મિત્રો નોંધી લો એક સ્વાદિષ્ટ બંગાળી મીઠાઈ ની રેસીપી. અને ઘરે બનાવી પરિવારજનો સાથે તેનો આનંદ માણો.

બંગાળી રસકદમ બનાવવા માટે ની સામગ્રી

  • માવો – 1 કપ (250 ગ્રામ)
  • ખાંડ નું બૂરું – ½ કપ થી થોડું વધારે (100 ગ્રામ)
  • પનીર – 1 કપ ઝૂનું કરેલું (200 ગ્રામ)
  • ખાંડ – ¾ કપ (150 ગ્રામ)
  • કોર્ન ફ્લોર – 2 નાના ચમચા
  • લીંબુ – 1 લીંબુ નો રસ
  • પીળો કલર – 1 પિંચ
  • કેસર – 10 થી 12 તાર
  • ફૂલ ક્રીમ દૂધ – 500 ગ્રામ


રસકદમ બનાવવા માટે ની રીત

• સૌ પ્રથમ રસકદમ બનાવવા માટે પહેલા દૂધ નો માવો બનાવી લો. આથી પહેલા દૂધ ને ગરમ કરવા માટે મૂકી દો. જ્યારે દૂધ ગરમ થઈ જાય, તેમાં ઊભરો આવે ત્યારે ગેસ ને બંધ કરી દો. દૂધ થોડું ઠંડુ થવા દો.

• દૂધ જ્યારે 80% જેટલું ગરમ રહે ત્યારે તેમાં લીંબુ ના રસ માં 2 ચમચી પાણી નાખી મિક્સ કરી લો, અને પછી થોડું-થોડું નાખતા દૂધ ને હલાવતા રહો.

• દૂધ જ્યારે પૂરી રીતે ફાટી જાય ત્યારે દૂધ માથી પાણી અને દૂધ નો માવો અલગ થઈ જાય છે. હવે લીંબુ નો રસ નાખવા નું બંધ કરી દો.

• હવે દૂધ ના માવા ને એક સાફ કપડાં માં નાખો, અને તેમાં રેહલુ પાણી ને ગાળી નાખો. હાથ થી દબાવી ને બધુ જ પાણી કાઢી નાખો. માવા ની ઉપર થોડું ઠંડુ પાણી નાખી તેને પણ ધોઈ નાખો, જેથી કરીને તેમાં લીંબુ ની ખટાશ ના રહે. આમ રસકદમ બનાવવા માટે દૂધ નો માવો તૈયાર છે.

• હવે દૂધ ના માવા ને એક અલગ વાસણ માં કાઢી લો, અને પછી હાથ ની મસળતા-મસળતા તેને એકદમ ચીકણું બનાવી લો. હવે તેમાં કોર્ન ફ્લોર અને પીળો રંગ નાખો, અને તેને સારી રીતે મિક્સ કરી દો. આમ માવા ને મસળો અને ચીકણો બનાવો.

• આમ રસગુલ્લા બનાવવા માટે એકદમ ચીકણો માવો તૈયાર છે. હવે આ દૂધ ના માવા માથી થોડું-થોડું મિશ્રણ લઈ તેના નાના લૂઆ બનાવી લો અને એક પ્લેટ માં મૂકો. આમ બધા લૂઆ તૈયાર કરી લો.
ચાસણી બનાવવા માટે

• હવે એક કુકર અથવા કોઈ જાડું વાસણ લઈ તેમાં ખાંડ અને 2 કપ પાણી નાખી ગરમ થવા માટે ગેસ પર મૂકી દો. ખાંડ ને પાણી માં ઓગળે ત્યાં સુધી ગરમ કરી લો. હવે ચાસણી માં કેસર ના તાર નાખી દો અને ચાસણી માં ઊભરો આવવા દો.

• હવે ઉકલતી ચાસણી માં બનાવેલા દૂધ ના માવા ના રસગુલ્લા ને નાખી ઉકળવા માટે મૂકી દો. કુકર ને બંધ કરી દો અને 1 સિટી થાય ત્યાં સુધી ચડવા દો.

• સીટી થઈ ગયા પછી ગેસ ને ધીમો કરી નાખો, અને રસગુલ્લા ને ધીમા તાપે 8 થી 10 મિનિટ સુધી ચડવા દો.

• ત્યાર બાદ ગેસ ને બંધ કરી દો, અને કુકર નું પ્રેશર સમાપ્ત થઈ ગયા પછી રસગુલ્લા ને બહાર કાઢી લો.

• હવે રસગુલ્લા ને 2 થી 3 કલાક માટે ચાસણી માં રહેવા દો, આ પછી ગરણી ની મદદ થી તેને ગાળી નાખો. જેથી કરી ને બધી ચાસણી નીકળી જાય.• ઝીણું કરેલું માવા નું મિશ્રણ માં ખાંડ નું બૂરું નાખી તેને સારી રીતે મિક્સ કરી દો. હવે માવા માથી લાડવા જેવા આકાર માં લગભગ 10 થી 12 નાના-નાના ગોળ લૂઆ બનાવી લો.

• હવે એક લૂઆ ને લો, તેને થોડું ચપટું કરી મોટું બનાવી લો, પછી તેમાં એક રસગુલા મૂકી તેને ચારે બાજુ થી બંધ કરી ગોળ લાડવા આકાર માં બનાવી લો.

• આ લૂઆ ને ઝીણા કરેલા પનીર માં લપેટી એક થાળી માં મૂકી દો. આમ બધા રસકદમ બનાવી લો.

• હવે રસકદમ ને 1 કલાક માટે ફ્રીઝ માં મૂકી પછી તેને પીરસો. આમ રસકદમ ફ્રીઝ માં 3 થી 4 દિવસ માટે મૂકી શકો છો અને ખાઈ શકો છો.

સલાહ

• રસકદમ બનાવવા માટે રસગુલ્લા ની ચાસણી ને પૂરી રીતે નિતારી લેવી. જો ચાસણી રસગુલ્લા માથી નહી નીકળે તો માવા માં રસગુલ્લા ને ભરવા થી તેમાં થી ચાસણી બહાર નીકળવા લાગશે. આમ રસકદમ ખૂબ જ નરમ બનશે.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ