બે મોઢા, ભૂરી જીભ, આવી ગરોળી આજ પહેલા તમે પણ ક્યારેય નહીં જોઈ હોય, જુઓ દુર્લભ ગરોળીનો વીડિયો

આ દુનિયાની અંદર ઘણા વિશિષ્ટ પ્રાણીઓ છે, જે જોવામાં એકદમ અલગ જ તરી આવે. સોશિયલ મીડિયામાં પણ આવા વિશિષ્ટ પ્રાણીઓની તસવીરો અને વીડિયો પણ વાયરલ થતા હોય છે, જેને લોકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે. ત્યારે હાલ એક ગરોળીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ગરોળી મોટા ભાગે ઘરની અંદર જોવા મળતી હોય છે. ઘણા લોકો ગરોળીથી ડરતા પણ હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવી ગરોળી વાયરલ થઇ રહી છે, તેને જોઈને તમે પણ હેરાન રહી જશો. મોટાભાગે આપણે એક મોઢા વાળી ગરોળી જોઈ હશે, પરંતુ વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર બે મોઢાવાળી ગરોળી જોવા મળી રહી છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ઝૂ કીપર ગરોળીને પોતાના હાથથી પકડે છે. આ વીડિયોને કેલિફોર્નિયાનના રેપ્ટાઈલ ઝૂના સંસ્થાપક જે બ્રેવર દ્વારા બનાવવામાં આવ્યો છે. જે બ્રેવર તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર આ પ્રકારના વીડિયો સતત પોસ્ટ કરતા રહે છે. ક્યારેક તે નાના સાપ સાથે જોવા મળે છે તો ક્યારેક અન્ય જીવો સાથે.

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)


તેમને હાલમાં જે પોસ્ટ કરી છે તેમાં દુલર્ભ બે મોઢાવાળી ગરોળી જોવા મળી રહી છે. વીડિયોની અંદર બ્રેવર પોતાની હથેળીમાં એક ભૂરી જીભ વાળી ગરોળી પકડેલા જોવા મળી રહ્યા છે. ગરોળી એટલી નાની છે કે તેમના અંગુઠા જેટલી દેખાઈ રહી છે. આ ગરોળીના બે માથા છે. બ્રેવર જણાવે છે કે આ કેટલી સુંદર છે.

Niraj Patel