અજબગજબ

જંગલમાં મળી એવી દુર્લભ બિલાડી કે ભાઈ બની ગયા લાખોપતિ, જાણો એવું તે શું ખાસ છે આ બિલાડીમાં ?

દુનિયાની અંદર ઘણા એવા જાનવર છે જેની લોકો મોં માંગી કિંમતો પણ આપવા માટે તૈયાર થતા હોય છે, પરંતુ આપણે તે વાતોથી અજાણ હોઈએ છીએ, અને કમાવવાની તક પણ છોડી દઈએ છીએ. આજે અમે તમને એવી જ એક વિશિષ્ટ બિલાડી વિશે જણાવીશું જેની કિંમત જાણીને તમારા પણ હોશ ઉડી જવાના છે.

મધ્ય પ્રદેશના બૈતુલમાં એક દુર્લભ પ્રજાતિની બિલાડી મળવાના કારણે લોકોમાં કુતુહલ સર્જાયું છે. લોકો આ બિલાડીને જોવા માટે પણ આવી રહ્યા છે. સફેદ રંગની બિલાડીની એક ખાસિયત એવી છે કે તેની એક આંખ ભૂરા રંગની છે અને બીજી પીળા રંગની. આ સુંદર બિલાડીએ પરિવારનું પણ મન મોહી લીધું છે અને હવે તે આ પરિવારની સદસ્ય બની ચુકી છે.

બૈતૂલના સારણીમાં આવેલા અનુભવ સિંહ બે મહિના પહેલા ભોળાથી જયારે સારણી જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણથી તેઓ જંગલમાં રોકાયા. ત્યાં એમને જોયું કે એક ઝાડ ઉપર બિલાડી બેઠેલી છે અને નીચે કૂતરાઓએ ઘેરો બનાવી રાખ્યો છે. બિલાડીનો જીવ બચાવવા માટે તેમને પહેલા કૂતરાને ભગાવ્યા અને ત્યારબાદ તે બિલાડીને લઈને પોતાના ઘરે આવી ગયા.

ઘરે આવીને તેમને જોયું તો આ બિલાડી કંઈક અલગ જ હતી. બિલાડીની આંખો બીજી બિલાડી કરતા એકદમ અલગ હતી. બિલાડીને જોઈને પરિવારના બીજા લોકો પણ ખુબ જ ખુશ થઇ ગયા અને તેમને બિલાડીને પાળવાનો નિર્ણય પણ કરી લીધો. પરિવાર દ્વારા બિલાડીનું નામ જલ રાખવામાં આવ્યું છે અને પ્રેમીથી તેને હૈજી બોલાવવા લાગ્યા, હવે આ બિલાડી પરિવારની સદસ્ય બની ગઈ છે.

અનુભવે જયારે આ બિલાડી વિશે ઇન્ટરનેટ ઉપર સર્ચ કર્યું ત્યારે તેમને માલુમ પડ્યું કે આ ખુબ જ દુલર્ભ બિલાડી છે અને તેની ભારતમાં હોવાની કોઈ પુષ્ટિ નથી. આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર તેની કિંમત ડોલરમાં આવી જે ભારતીય નાણાં અનુસાર પાંચથી સાત લાખ રૂપિયા છે. આ બિલાડીને મળવાથી તે પોતાની જાતને ખુબ જ ભાગ્યશાળી માને છે.

બૈતુલ જેએચ કોલેજના બાયોટેક્નોલોજી વિભાગના ઍચઓડી સુખદેવ ડાંગરનું કહેવું છે કે આ બિલાડીને ખાઓ મેની કેટ ખાવામાં આવે છે. સામાન્ય રીતે આ થાઈલેન્ડમાં મળી આવે છે. તેનો ઇતિહાસ 100 વર્ષ જૂનો છે. અને તે ખુબ જ દુર્લભ પ્રજાતિની બિલાડી છે. આ ખુબ જ હોશિયાર અને ચંચળ હોય છે. સાથે જ સામાજિક પણ હોય છે. આ બિલાડીને પ્રજાતિને વધારવા માટે વિશેષ બ્રીડીંગ કરવામાં આવે છે.