કરોડોમાંથી એકને થાય છે આવી દુલર્ભ બીમારી: એક દીકરાનું થઇ ગયું છે મોત, બીજા દીકરા ઉપર થશે 2 કરોડ 75 લાખ ખર્ચ, આખું શહેર કરી રહ્યું છે પ્રાર્થના

આજે લોકો સ્વસ્થ રહેવા માટે કેટ કેટલા ઉપાયો કરતા હોય છે, દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે કોઈ બીમારીની ચપેટમાં ના આવે, પરંતુ ઘણીવાર કેટલીક બીમારીઓ શરીરમાં પ્રવેશ કરી જ લેતી હોય છે, પરંતુ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રહેવા વાળા એક યુવક લલિત સોનીને જે બીમારી છે તે બીમારી કરોડો લોકોમાંથી કોઈ એકને જ થાય છે.

Image Source

લલિત પોમ્પે નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. આ બીમારી કેટલી ગંભીર છે તેનો અંદાજો એ વાત ઉપરથી લગાવી શકાય છે કે તેનો વાર્ષિક ખર્ચ 2 કરોડ 75 લાખ રૂપિયા સુધીનો આવે છે.

Image Source

તમને જાણીને હેરાની થશે પરંતુ આજ પોમ્પે નામની બીમારી નાક અન્રે લલિતના મોટા ભાઈનું પણ એક વર્ષ પહેલા જ મોત થઇ ગયું છે. તે પણ આ અસાધ્ય બીમારીથી પીડાઈ રહ્યો હતો. હવે લલિત પોતાના માતા-પિતાનો એક માત્ર સહારો છે અને તે પણ હવે આ બીમારીથી પીડાઈ રહ્યો છે.

Image Source

લલિતના ઘરની પરિસ્થિતિ એવી છે કે તેની સારવારમાં લાગવા વાળા કરોડો રૂપિયા ખર્ચી શકે તેમ નથી. એવામાં પીડિત પરિવાર દ્વારા સરકાર પાસે મદદની અપીલ કરવામાં આવી છે. ક્યારેક બહુ રાષ્ટ્રીય કંપનીમાં કામ કરવા વાળા લલિતને હવે ચાલવા ફરવામાં પણ મુશ્કેલી થઇ રહી છે.

Image Source

લલિતના પરિવાર પાસે જે પણ કઈ પૈસા હતા તે બધા જ તેમને બંને દીકરાઓની દવાઓ અને રિપોર્ટમાં ખર્ચી નાખ્યા છે અને હવે પરિવાર પાસે કંઈપણ બચ્યું નથી. લલિતના પિતા ચંપાલાલ એક પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરે છે.

Image Source

સોશિયલ મીડિયા ઉપર બાડમેરના લોકો લલિતને બચાવવા માટે દેશના પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રીમ વિધાયક અને દરેક વ્યક્તિ પાસે મદદ માટે અપીલ કરી રહ્યા છે. આ બીમારીનું ઇન્જેક્શન અમેરિકાથી આવે છે અને તેનો વાર્ષિક ખર્ચ 2 કરોડ 75 લાખ રૂપિયા છે. લલિતને 24 ક્લાકમાંથી 16 કલાક સુધી ઓક્સિજન ઉપર રાખવામાં આવે છે.

Niraj Patel