ખબર

માછીમારોની જાળમાં ફસાઈ 800 કિલોની માછલી, 20 લાખ રૂપિયામાં વેચાઈ, જુઓ દુર્લભ તસવીરો

સોશિયલ મીડિયામાં હાલ એક માછલીએ સૌને હેરાન કરી મુક્યા છે. આ માછલી કોઈ ફ્લાઈંગ શિપ જેવી દેખાઈ રહી છે અને તેનું વજન 800 કિલોગ્રામ છે. જેને પશ્ચિમ બંગાળના દીધામાં માછીમારો દ્વારા પકડવામાં આવી છે. આ માછલી 20 લાખ રૂપિયામાં વેચાઈ.

Image Source

આ માછલીનું નામ ચીલશંકર ફિશ છે. માછીમારો આ વિશાળકાય માછલીને પકડીને ખુબ જ ખુશ છે. સોમવારે જે ટ્રોલર દ્વારા આ વિશાળકાય કાળા રંગની માછલી પકડવામાં આવી છે.તે ટ્રોલરનો માલિક ઓડિશાનો છે. દીધામાં જયારે આ માછલી પકડાઈ ત્યારે આસપાસ પ્રવાસીઓની ભીડ જામી ગઈ હતી. પોતાના ભારે વજનના કારણે માછલી હલન ચલન પણ કરી શકતી નહોતી.

Image Source

આ માછલીને દોરડાથી બાંધી એક વેનમાં રાખવામાં આવી હતી. જે મોહાના ફિશર એસોસિએશન પાસેથી લેવામાં આવી હતી. આ માછલીની જયારે બોલી લગાવવામાં આવી ત્યારે 2100 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ભાવ મળ્યો, આ રીતે માછીમારને માછલીની કિંમત 20 લાખ રૂપિયા મળી.

Image Source

લોકડાઉન દરમિયાન મળેલી આ માછલીએ માછીમારનું જીવન બદલી નાખ્યું હતું. તેને જાણે માછલીના રૂપમાં લોટરી લાગી ગઈ હોય તેમ લાગ્યું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.