BREAKING: માધુરીની મમ્મી, સતીશ પછી વધુ એક મોટી હસ્તીએ દુનિયા છોડી દીધી, સામે આવ્યો મોત પહેલાનો વીડિયો

છેલ્લા ઘણા સમયમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં કોઇ લાઇવ પરફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર ઢળી પડતા કોઇ કલાકારનું મોત થયુ હોય. ત્યારે હાલમાં એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક મશહૂર રેપરનું નિધન થયુ છે. દક્ષિણ આફ્રીકાના રેપર અને મ્યુઝિશિયન કોસ્ટા ટિચનું જોહાનિસબર્ગમાં કોન્સર્ટ દરમિયાન મોત થયું છે. કોસ્ટા ટિચ માત્ર 27 વર્ષનો હતો. જો કે, હાલ તો તેના નિધનની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

પરંતુ ખબર સામે આવ્યા બાદ વિવિધ કલાકારો, સંગીત નેટવર્ક્સ અને ચાહકોએ કોસ્ટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જેમાં દક્ષિણ આફ્રિકાની સંસદના સભ્ય જુલિયસ સેલો મલેમાનો સમાવેશ થાય છે. જોહાનિસબર્ગમાં અલ્ટ્રા સાઉથ આફ્રિકા મ્યુઝિક કોન્સર્ટમાં કોસ્ટા ટિચ પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાનના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જે વાયરલ થઇ રહ્યા છે.

વીડિયોમાં જોવા મળે છે કે તે પહેલા પડી જાય છે અને પછી પોતાની જાતને સંભાળે છે પરંતુ થોડા સમય પછી તે ફરી પડી જાય છે અને બેહોશ થઈ જાય છે અને પછી તે ભાનમાં નથી આવતો. જો કે હાલ તો તેના મોતનું કારણ અજ્ઞાત છે.

કોસ્ટા ત્સોબાનોગ્લુ કોસ્ટા ટિચ તરીકે વધુ જાણીતો હતો, તેનું સૌથી સફળ સિંગલ બિગ ફ્લેક્સા YouTube પર 45 મિલિયનથી વધુ વ્યૂ ધરાવે છે, અને અમેરિકન કલાકાર એકોન સાથેનું રિમિક્સ તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.

દક્ષિણ આફ્રિકાના સંગીત ઉદ્યોગ માટે આ એક મોટો ફટકો છે. જણાવી દઇએ કે, આ પહેલા ફેબ્રુઆરીના મધ્યમાં લોકપ્રિય રેપર કિરનાન ફોર્બ્સ કે જેને AKAના નામથી પણ ઓળખવામાં આવે છે, તેને ડરબનની એક રેસ્ટોરન્ટમાં ખરાબ રીતે ગોળી મારવામાં આવી હતી. ફેબ્રુઆરી 2022માં રિકી રિક તરીકે વધુ જાણીતા, સંગીતકાર રિખાદો મખાડોએ આત્મહત્યા કરી લીધા હતા.

Shah Jina