આ ફેમસ રેપરનો ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ, “પત્નીના ત્રાસથી ગયો જીવ” પરિવારનો મોટો દાવો!

સંગીત ઉદ્યોગમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. લોકપ્રિય રેપરે નાની ઉંમરેમાં જ દુનિયાને અલવિદા કહી દીધું છે. રેપર ‘જગરનોટ’ તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. રેપરના અચાનક મૃત્યુથી તેમના પરિવાર અને ચાહકોને મોટો આઘાત લાગ્યો છે.’જગરનોટ’ નામથી ચાહકોમાં લોકપ્રિય રેપર અભિનવ સિંહના મૃત્યુએ બધાને ચોંકાવી દીધા છે. રવિવારે, 32 વર્ષીય રેપર તેમના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.

‘જગરનોટ’ ના નામથી પ્રખ્યાત અભિનવ સિંહ એક ઓડિયા રેપર અને એન્જિનિયર છે. શરૂઆતની તપાસમાં આત્મહત્યાનો સંકેત મળી રહ્યો છે, પરંતુ પોલીસ અધિકારીઓ રેપરના મૃત્યુના વાસ્તવિક કારણની તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ પોલીસે મૃતદેહ રેપરના પરિવારને સોંપી દીધો. રેપરના પિતા વિજય નંદા સિંહે 8 થી 10 લોકો પર આરોપ લગાવ્યા છે અને તપાસની માંગ કરી છે.

પરિવારે પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા

રિપોર્ટ અનુસાર, અભિનવ સિંહના મૃત્યુથી પરિવારમાં ઘણું દુઃખ છે અને તે દરમિયાન પરિવારનું માનવું છે કે રેપરે તેની પત્ની સાથેના ઝઘડાને કારણે આત્મહત્યાનું પગલું ભર્યું. પત્ની દ્વારા લગાવવામાં આવેલા ખોટા આરોપોથી નારાજ થઈને રેપરે ઝેર પીને આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. પરિવારનું કહેવું છે કે અભિનવને તેની પત્ની અને કેટલાક અન્ય લોકો માનસિક રીતે ત્રાસ આપતા હતા.

રેપર અનેક વિવાદોમાં ઘેરાયેલા

રેપર અભિનવ સિંહની હત્યાના રહસ્યને ઉકેલવા માટે, પોલીસ દરેક ખૂણાથી તપાસ કરી રહી છે જેથી મૃત્યુનું સાચું કારણ બહાર આવી શકે. નોંધનીય છે કે, રેપર અભિનવ સિંહનો વિવાદો સાથે ઊંડો સંબંધ રહ્યો છે. ઓગસ્ટ 2024 માં હોલીવુડ અભિનેત્રી સુપ્રિયાએ પણ તેમના પર આરોપ લગાવ્યો હતો. જેમાં તેણીએ દાવો કર્યો હતો કે રેપરે તેના મ્યુઝિક વીડિયોના રિલીઝમાં સમસ્યાઓ ઉભી કરી હતી, અને તેના પર હુમલો પણ કર્યો હતો. આ ઉપરાંત, તેમની પત્નીએ ભુવનેશ્વરની એક OYO હોટેલમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પછી તેઓ એક નવા વિવાદમાં ફસાઈ ગયા.

Twinkle