ખબર

ચાઈનાએ ભારતને બનાવ્યું મૂર્ખ, કીટમાં એવો કાંડ કર્યો કે પ્રતિબંધ મુકવો પડ્યો…જાણો વિગત

કોરોના વાયરસના વધતા ખતરાને રોકવા માટે અને જેમ બને તેમ વધુ દર્દીઓની તપાસ થઇ શકે તે માટે ભારતે ચીન પાસેથી કીટ મંગાવી હતી, હવે આ કીટ ઉપર પણ પ્રશ્નો ઉભા થયા છે એવું લાગી રહ્યું છે કે ચીન દ્વારા ભારતને પણ છેતરવામાં આવ્યું છે. જેના કારણે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) દ્વારા આ કીટની તપાસ નવી રીતે કરવા સુધી બધા જ રાજ્યોને આવનાર બે દિવસો સુધી ટેસ્ટ ના કરવાની સલાહ આપી છે. થોડા સમય પહેલા જ ભારતે ચાઈના પાસેથી 9.5 લાખ ટેસ્ટ કીટ ખરીદી હતી જેમાં સાડા પાંચ લાખ રેપિડ ટેસ્ટ કીટ ખરીદવામાં આવી હતી.

Image Source

આ કીટનું નિરીક્ષણ કર્યા બાદ જો કીટ ખરાબ હશે તો ચીનને પાછી મોકલી દેવામાં આવશે. આઈસીએમઆરની 8 ટિમ આ કીટનું નિરીક્ષણ કરવામાં લાગી છે. રાજસ્થાનમાં આ કીટના 95 ટકા પરિણામો ખોટા મળ્યા હતા, આ પહેલા પણ પશ્ચિમ બંગાળ દ્વારા પણ આઈસીએમઆર ઉપર ખરાબ કીટ મોકલવાનો આક્ષેપ કર્યો હતો પરંતુ આઇએમઆર દ્વારા આ આક્ષેપ ફગાવી દેવામાં આવ્યો હતો. આઇએમઆરના ડૉ. આર. ગંગાખેડેકર ના જણાવ્યા અનુસાર “ત્રણ રાજ્યોમાંથી માહિતી મળી હતી કે કીટમાં ગડબડ છે, તેના પરિણામમાં ઘણો ફેર આવી રહ્યો છે. કેટલાક સ્થળે 6થી 71 ટકાનો ફર્ક આવે છે.

Image Source

કાઉન્સિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી બે દિવસ સુધી 8 ઇન્સ્ટિટ્યૂટને ફિલ્ડમાં મોકલવામાં આવશે અને તેઓ પોતે જ કીટની તપાસ કરશે, જો આ કીટમાં કોઈ ખરાબી દેખાશે તો કીટને પરત લેવામાં આવશે.

Image Source

ચીનના ગુવંગજોથી ભારતે પોતાના દૂતાવાસ ના માધ્યમથી વન્ડફો કંપનીની અઢીલાખ રેપિડ ટેસ્ટ કીટ ખરીદી હતી જે 16 એપ્રિલના રોજ ભારત આવી હતી. 19 એપ્રિલના રોજ ગુવંગજોથી 3 લાખ રેપિડ ટેસ્ટ કીટ એર ઇન્ડિયાના વિશેષ વિમાન દ્વારા રાજસ્થાન અને તામિલનાડુ પહોંચી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.