ખબર

હવે બલરામપુરમાં હાથરસ જેવી હેવાનિયત, દલિત છાત્ર સાથે થયો ગેંગરેપ, મર્યા પહેલા માતાને કહ્યું, બહુ જ દર્દ થઇ રહ્યું છે, હવે નહીં બચુ

ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી સાથે થયેલી હેવાનિયતને લઈને આખો દેશમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. આ વચ્ચે ઉત્તરપ્રદેશના બલરામ જિલ્લાની એક 22 વર્ષની યુવતી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિતાનું હોસ્પિટલ લઇ જતા દરમિયાન જ નિધન થઇ ગયું હતું. આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આખા વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.

Image source

આ મામલો બલરામપુરના કોતવાલી ગેસડી ક્ષેત્રનો છે. બતાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓને પીડિતાની કમર અને પગ તોડી દીધા હતા. ગેંગરેપ પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, તેની 22 વર્ષની દીકરી મંગળવારે સવારે 10 વાગ્યે વિક્રમ કોલેજમાં બી. કોમના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ગઈ હતી. ઘરે પરત ફરવામાં મોડું થતા તેને ફોન કર્યો હતો. પરંતુ વાત થઇ શકી ના હતી. રાતે લગભગ પોણા આઠ વાગ્યે ખરાબ હાલતમાં પહોંચી હતી. વિધાર્થીએ તેની માતાને પેટમાં દર્દ થવાની વાત કરી હતી. તે વધુ વાત કરવાની સ્થિતિમાં ના હતી. તેના હાથમાં પણ વાગેલું હતું. આ બાદ તેને એક પ્રાઇવેટ ડોક્ટર પાસે લઇ જવામાં આવી હતી ત્યાં તેની ગંભીર હાલત જોઈને ડોક્ટર તેને સીએચસી લઇ જવાની વાત કરી થી. જ્યાં રસ્તામાં જ તેનું મોત થઇ ગયું હતું.

Image source

મૃતક પીડિતાનો આરોપ છે કે, તેની દીકરીને ઇન્જેક્શન આપીને  તેની પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ કમર અને પગ તોડી નાખી રિક્ષામાં બેસાડીને ઘર મોકલી દેવામાં આવી હતી. આ બાદ કંઈ બોલી રહી ના હતી. તે ફક્ત એટલું જ બોલી શકી હતી કે, બહુ જ દર્દ થઇ રહ્યું છે હવે હું નહીં બચી શકું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાતની પૃષ્ટિ થઇ નથી.

સૂત્રોનું માનીએ તો ગેંગરેપ બાદ યુવતીના આંતરિક અને બાહ્ય અંગમાં ઘણી ઇજા થઇ હતી. આ ઘટનાને લઈને પોલીસ અધીક્ષક દેવ રંજનએ જણાવ્યું હતું કે, આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીના નામ શાહિદ અને સાહિલ છે. આ મામલાની ગંભીરતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે, સંયુક્ત જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાઉસમાં લગભગ 6 કલાક સુધી યુવતીની પોસ્ટમોર્ટમ 4 ડોકટરોની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Image source

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..