અમદાવાદમાં 11 વર્ષની સગીરાને હોટલ વેઈટરે પીંખી નાખી, મોં દબાવી એક નહિ પણ 4 વખત ગુજાર્યું દુષ્કર્મ

અમદાવાદમાં પાડોશીએ સગીરા પર 4 વખત દુષ્કર્મ આચર્યું:હોટલ વેઇટરે 11 વર્ષની વિદ્યાર્થિનીનો દેહ ચૂંથી ક્યાંયની ન છોડી, સ્કૂલે જતી તો , વાંચો સમગ્ર અહેવાલ

Hotel Waiter Raped 11 year Girl : ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મના કિસ્સા સામે આવે છે, જેમાં યુવતિઓ અને મહિલાઓ સાથે સાથે નરાધમો સગીરાઓને પણ છોડતા નથી. ત્યારે હાલમાં અમદાવાદમાંથી 11 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયુ હોવાની ઘટના સામે આવી છે. હોટલ વેઇટર દ્વારા સગીરાનું મોં દબાવી જબરજસ્તી દુષ્કર્મ આચરવામાં આવતુ હોવાનું સામે આવ્યા બાદ ચકચારી મચી ગઇ છે. નરાધમ આરોપીએ સગીરા પર ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યુ હતુ અને તે બાદ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલિસે આરોપીની ધરપકડ કરી હતી.

સગીરાનું મોં દબાવી દુષ્કર્મ ગુજાર્યું
આરોપીનું નામ પ્રવેશ દિવાકર છે અને તે 22 વર્ષનો હોવાનું સામે આવ્યુ છે. તે સગીરા સ્કૂલે જતી હોય તે સમયે તેનો પીછો કરી તેને પરેશાન કરતો હતો. આરોપી હોટલમાં વેઇટર તરીકે કામ કરે છે અને પોલિસે તેના પર બળાત્કાર અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. 7 જુલાઈએ રાત્રે દોઢ વાગ્યે તેણે સગીરાનું મોં દબાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને તે પછી ત્રણથી ચાર વખત તેણે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યુ. જોકે, સગીરા તેનો વિરોધ કરતી તો આરોપી તેને મારી નાખવાની ધમકી આપતો. આ મામલો પરિવારને જાણ થતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.

તેરે સાથ રિસ્તા રખના હૈ
પ્રવેશ દિવાકર સાથે સંબંધ રાખવા સગીરાએ ના પાડી તો તે સગીરાનો પીછો કરી સ્કૂલ સુધી જતો અને કહેતો કે તેરે સાથ રિસ્તા રખના હૈ. જ્યારે 13 જુલાઈએ આરોપી સગીરાની સ્કૂલ સુધી પહોંચ્યો અને પછી મામલો સામે આવતા સગીરાએ તેના માતા-પિતાને આ અંગે જાણકારી આપી. જો કે, પરિવારે પોલીસનો સંપર્ક કરી ગુનો નોંધાવ્યો. આરોપી અને સગીરા એકબીજાની નજીકમાં વિસ્તારમાં જ રહેતા હોવાથી પરિવાર અને સગીરાને ડર હતો કે જો તેઓ પોલીસને જાણ કરશે તો આરોપી તેમના પર હુમલો પણ કરી શકે છે. એટલે પરિવાર પોલીસ ફરિયાદ કરતા ડરતો.

પરિવાર પોલીસ ફરિયાદ કરતા ડરતો
ઉલ્લેખનીય છે કે, આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે ફરિયાદી આવ્યા અને તેઓએ પોતાની દીકરી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી. આ મામલે મહિલા કર્મચારીને સાથે રાખી સગીરાની પૂછપરછ કરાઇ અને તે પછી આરોપી વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો અને ચાર ટીમ બનાવી આરોપી પ્રવેશની શોધખોળ હાથ ધરવામાં આવી. પોલિસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપીનો પૂર્વ ગુનાહિત ઈતિહાસ તો નથી જણાયો પણ આરોપી અપરિણીત હોવાનું અને સગીરાની ઘરની બાજુમાં રહેતો હોવાનું સામે આવ્યુ છે.

Shah Jina