રાજકોટમાં 3 નરાધમોએ મિત્રની જ 8 વર્ષની ફૂલ જેવી માસુમ બાળકી સાથે બળાત્કાર કરીને ઉતારી હતી મોતને ઘાટ, આ રીતે આપ્યો હતો ઘટનાને અંજામ

રાજકોટમાં પિતાના મિત્રોએ જ 8 વર્ષીય બાળકી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું! આ રીતે પ્લાન બનાવ્યો હતો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Rape and murder of 8-year-old girl in Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ ઉપરાંત નાની બાળકીઓ સાથે પણ દુષ્કર્મ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઘણીવાર તો આ હેવાનો એવી હદ વટાવે છે કે બાળકીને પોતાની વાસનાનો ભોગ બનાવીને તેને મોતને ઘાટ પણ ઉતારતા હોય છે, આવી જ એક ઘટના રાજકોટમાંથી પણ સામે આવી હતી.  જેમાં એક ફૂલ જેવી 8 વર્ષની માસુમ બાળકીને 3 લોકોએ પોતાની વાસનાનો શિકાર બનાવી અને પછી તેની હત્યા પણ કરી નાખી હતી.

દુષ્કર્મ બાદ બાળકીની હત્યા :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગત 7 તારીખના રોજ રજકોટના ભક્તિનગર રેલવે યાર્ડની અવાવરું જગ્યાએ એક 8 વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. જે મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને બાળકી સાથે ગેંગરેપ કરીને તેની હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું હતું. બાળકી સાથે આ દુષ્કૃત્ય તેના પિતાના જ મિત્રો દ્વારા આચરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘટનામાં સામેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધીને તેની ધરપકડ કરી હતી.

બાળકીના પિતાના મિત્રો હતા :

આ ત્રણેય આરોપીઓને ક્રાઇમબ્રાન્ચ લાવવામાં આવ્યા છે. ત્રણયેને બાળકીના પિતા સાથે ખાવા પીવાના પણ સંબંધો હતો અને તેઓ તેમની પાડોશમાં જ રહેતા હતા. ત્યારે બાળકીના પિતા સાથે મિત્રતા હોવાના કારણે તેમના ઘરે પણ આવતા જતા અને આ દરમિયાન જ તેમની નજર બાળકી પર બગડી હતી અને બાળકીને ફોસલાવીને તેને પોતાની સાથે બનાવ વાળી જગ્યા પર લઇ ગયા હતા. જ્યાં પહેલા બાળકી સાથે ગેંગરેપ કર્યો અને ત્યારબાદ બાળકી તેમને ઓળખતી હોય કોઈને કહી દેશે એમ વિચારીને પથ્થરના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી.

જેલના હવાલે થયા આરોપીઓ :

આરોપીઓના નામ 24 વર્ષીય મિથલેશકુમાર ઉર્ફે કાણીઓ દાસ, 38 વર્ષીય ભરત મીણા અને 25 વરહસીય અમરેશ ઉર્ફે બ્રિજેશ કુલદીપ તરીકે થઇ છે. આરોપીને ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ, વિરમગામ અને રાજસ્થાનથી ઝડપી પાડ્યા.  આ મામલે પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ પથ્થરના ઘા મારી બાળકીની હત્યા કરી હતી. જેમાં બાળકીનો મૃતદેહ મળતા ત્રણેય આરોપીઓ ફરાર થયા હતા. જેના બાદ મિથિલેશ નામનો વ્યક્તિ બાળકીને લઈ જતો સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતો. જેના આધારે પ્રથમ તેની અટકાયત કરી આગળની પૂછપરછ હાથ ધરતા ત્રણેય આરોપીઓના નામ સામે આવતા તેમને પણ ઝડપી લેવામાં આવ્યા.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel