આખરે કોણ છે દુષ્કર્મના મામલામાં 10 મહિનાથી જેલમાં બંધ મિર્ચી બાબા, હવે ભોપાલ જેલમાં કેદીઓએ કરી પિટાઇ

જેલમાં બંધ બળાત્કારી મિર્ચી બાબાને ઢીબી નાખ્યો, આંખ પર પહોંચી ઇજા, બાળક થવાના નામ પર ભભૂત આપી મહિલાઓ સાથે કરતો હતો રેપ

Who is Mirchi Baba: વૈરાગ્યાનંદ ગિરી ઉર્ફે મિર્ચી બાબાના ગ્રહ નક્ષત્રો આ દિવસોમાં સારા નથી લાગી રહ્યા. મિર્ચી બાબા કે જેમનું રાજનેતાઓ સાથે ઉઠવાનું બેસવાનું રહેતુ તેઓને જેલના કેદીઓએ માર માર્યો હોવાની ખબર સામે આવી રહી છે. મિર્ચી બાબાને માથા, હાથ અને આંખમાં ઈજા થઈ છે. તે બળાત્કારના આરોપમાં છેલ્લા 10 મહિનાથી ભોપાલની સેન્ટ્રલ જેલમાં બંધ છે. મિર્ચી બાબા સાથે મારપીટની ઘટના 23 મેના રોજ બની હતી.

આ વાત ત્યારે સામે આવી જ્યારે તેમના વકીલ તેમને મળવા ગયા. જો કે જેલ પ્રશાસને તેને મામૂલી વિવાદ ગણાવ્યો હતો. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાબાનો અન્ય બે કેદીઓ સાથે મામૂલી ઝઘડો થયો હતો. ઘટના બાદ બંને કેદીઓને અન્ય બેરેકમાં ખસેડવામાં આવ્યા છે. વકીલના જણાવ્યા અનુસાર, 23 મેના રોજ બેરેકમાં ટીવી ચેનલ બદલવાને લઈને મિર્ચી બાબાનો બે કેદીઓ સાથે વિવાદ થયો હતો. બાબાએ ટીવી ચેનલ બદલવા કહ્યું.

જેના કારણે કેદીઓએ મિર્ચી બાબા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મિર્ચી બાબાની આંખમાં ઈજા પહોંચી છે. બાબાના વકીલે આ ઘટના અંગે માહિતી મેળવવા માટે આરટીઆઈ દાખલ કરી છે. તેણે જેલ પ્રશાસન પાસેથી ઘટના અંગે માહિતી માંગી છે. આરટીઆઈમાં તેમણે પૂછ્યું છે કે મિર્ચી બાબા પર કોણે હુમલો કર્યો, તેમના નામ શું છે અને તેઓ કયા આરોપમાં જેલમાં બંધ છે.

મિર્ચી બાબા 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ભોપાલમાં કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની જીત માટે મિર્ચી યજ્ઞ કર્યો હતો. જો કે, દિગ્વિજયને આનો ફાયદો ન થયો અને તેઓ ચૂંટણી હારી ગયા. ઉલ્લેખનીય છે કે, મિર્ચી બાબાની 8 ઓગસ્ટ 2022ના રોજ ધરપકડ કરવામાં આવી હતી,

જ્યારે રાયસેનની રહેવાસી એક મહિલાએ ફરિયાદ કરી હતી કે બાબાએ પૂજા-પાઠના બહાને સારવારના નામે ભભૂત નશાની ગોળી ખવડાવીને તેના પર બળાત્કાર કર્યો હતો. બાબાના કાળા કૃત્યો જાણવા માટે પોલીસે જ્યારે તેનો મોબાઈલ ચેક કર્યો તો મિર્ચી બાબાના ફોનમાંથી પોર્ન વીડિયો મળી આવ્યા અને એક-બે નહીં પરંતુ ડઝનબંધ ગંદી વીડિયો ક્લિપ્સ પણ મળી આવી હતી. આ સિવાય ડઝનેક મહિલાઓના ફોન નંબર પણ મળી આવ્યા હતા.

Shah Jina