સુરતમાં નરાધમ યુવકે મિત્ર સાથે મળી કર્યુ મેડિકલ સ્ટુડન્ટનું શારીરિક શોષણ, પછી બ્લેકમેઇલ કરી પડાવ્યા લાખો રૂપિયા અને અધધ તોલા સોનુ

મેડિકલનું ભણતી યુવતીને પટાવીને બી-ટેકના વિદ્યાર્થીએ દુકાનમાં રેપ કરીને અધધધ લાખ કેશ અને અધધધ તોલા સોનું પડાવ્યું, રુવાડા ઉભા કરી તેવી કહાની

Young Man Raped Medical Student : ગુજરાતમાંથી ઘણીવાર મહિલાઓ અને યુવતિઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવે છે. કેટલીકવાર સગીરાઓ સાથે પણ આવી ઘટના બનતી હોય છે. આવા કિસ્સામાં કેટલીકવાર પીડિતાને બ્લેકમેઇલ કરી પૈસા અને દાગીના પણ પડાવવામાં આવે છે. ત્યારે હાલમાં સુરતમાં એક યુવકે મેડિકલનો અભ્યાસ કરતી યુવતીનું શારીરિક શોષણ કર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત તેણે યુવતિ પાસેથી 7 લાખ રૂપિયા અને 8 તોલા સોનુ પણ પડાવી લીધુ હોવાનું સામે આવ્યુ છે.

ઘટનાની પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના જિલ બવાસિયાએ વર્ષ 2021થી સંપર્કમાં આવેલી યુવતીને પોતાનૂ પ્રેમજાળમાં ફસાવી અને સરથાણા ખાતે દુકાનમાં બોલાવીને રેપ કર્યો. આ દરમિયાન તેણે અંગત પળોના ફોટો લઇ લીધા અને વિડીયો પણ ઉતાર્યા. તે આધારે જિલે યુવતિને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યુ અને તેનું વારંવાર શારીરિક શોષણ કર્યુ. એટલું જ નહિ આરોપીએ ધમકી આપી કે 7 લાખ રૂપિયા જો તે નહીં આપે તો તેના માતા-પિતાને આ ઘટનાની જાણ કરી દેશે.

File Pic

આનાથી યુવતી ડરી ગઇ અને તેણે આરોપીને 7 લાખ રૂપિયા આપ્યા. જે પછી પણ નરાધમ જિલે યુવતીનું શારીરિક શોષણ ચાલુ રાખ્યુ અને તેની મજબૂરીનો લાભ ઉઠાવ્યો. તેણે યુવતિ પાસેથી 8 તોલા સોનું પણ પડાવી લીધું. જિલે યુવતીને પોતાના મિત્ર ફેનિલ દેસાઈને સોંપી અને આ શખસ દ્વારા યુવતીને એવું કહેવામાં આવ્યું હતું કે જિલ બવાસિયાને મેં રૂપિયા આપ્યા છે, જે રૂપિયા તારે આપવા પડશે, નહીંતર જિલ અને તારા ન્યૂડ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઈશ.

File Pic

ફેનિલે યુવતિને બ્લેકમેઇલ કરી પહેલા 40 હજાર પડાવ્યા અને પછી વધુ માંગણી કરતા યુવતીએ માસીના ઘરેથી દાગીનાની ચોરી કરી. જો કે, આખરે યુવતિએ કંટાળી બંને સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો દાખલ કર્યો અને વધુ તપાસ હાથ ધરી. પોલીસના જણાવ્યા અનુસાર જિલ અને ફેનિલ બંને મિત્રો છે અને બંનેએ બી-ટેકનો અભ્યાસ હાલમાં પૂર્ણ કર્યો છે. તેઓ વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તૈયારીમાં હતા.

Shah Jina