પત્ની દીપિકા પાદુકોણને મળવા કાન્સ પહોંચ્યો રણવીર સિંહ, જોવા મળ્યો કપલનો રોમેન્ટિક અને શરારતી અંદાજ

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહની ગણતરી બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ્સમાં થાય છે. ઑનસ્ક્રીન હોય કે ઑફસ્ક્રીન કપલની કેમિસ્ટ્રી દરેક રીતે હિટ રહે છે. રણવીર સિંહ તાજેતરમાં દીપિકાને મળવા કાન્સ પહોંચ્યો હતો. દીપિકા પાદુકોણ તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને કારણે છવાયેલી છે. તે કાન્સની જ્યુરી તરીકે આ વર્ષે જોડાઈ છે. હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી દીપિકા અને રણવીરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ફની સ્ટાઈલ જોવા મળી રહી છે.

આ વીડિયોમાં દીપિકા મેકઅપ રૂમમાં બેઠેલી જોવા મળી રહી છે. તેમજ પતિ રણવીર તેના ખોળામાં બેઠેલો જોવા મળે છે. આ અંગે દીપિકાની પ્રતિક્રિયા ખૂબ જ હાસ્યજનક છે. રણવીર સિંહ આવીને દીપિકા પાદુકોણના ખોળામાં બેસે છે. તેના પર દીપિકા કહે છે કે ‘આ મારી ટ્રોફી’ છે. દીપિકા અને રણવીરના આ ક્યૂટ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો પ્રેમ મળી રહ્યો છે. અત્યાર સુધી ઘણા લોકો આ વીડિયોને શેર કરી ચૂક્યા છે. ચાહકો કપલના આ ક્યુટ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

રણવીર અને દીપિકાની આ નાની રોમેન્ટિક ક્ષણ તેમના તમામ ચાહકો માટે એક ટ્રીટ છે. દીપિકા પાદુકોણ વીડિયોમાં ગ્રીન પોલ્કા ડોટ આઉટફિટમાં અદભૂત દેખાઇ રહી છે. દીપિકાનો આ વીડિયો જોયા બાદ લોકો ક્યૂટ, વાહ, ફની જેવી કોમેન્ટ કરી રહ્યા છે. દીપિકા પાદુકોણનો આ વીડિયો ચાહકોમાં વાયરલ થઈ રહ્યો છે. આ વખતે દીપિકા પાદુકોણ કાન્સની જ્યુરી સભ્યોમાં સામેલ છે. એટલા માટે તે હજી કાન્સથી પરત ફરી નથી. રણવીર સિંહ તેની લેડી લવને મળ્યા પાછો ફર્યો છે.

તેણે કરણ જોહરના 50માં જન્મદિવસની પાર્ટીમાં પણ હાજરી આપી હતી. રણવીરે પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. દીપિકા પાદુકોણની વાત કરીએ તો તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની સુંદરતા ફેલાવી રહી છે. ચાહકો દીપિકાના અદભૂત લુક પરથી નજર હટાવતા નથી. કાન્સ રેડ કાર્પેટ પર દીપિકાએ સાડી પહેરી પણ જલવો વિખેર્યો હતો. પહેલા દિવસે દીપિકાએ સિક્વિન સાડીમાં લાઈમલાઈટ લૂંટી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ નવેમ્બર 2018માં લેક કોમો, ઈટાલીમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દીપિકાની પ્રેગ્નન્સીના સમાચાર ઘણી વખત સામે આવી ચૂક્યા છે. જો કે, આ માત્ર અફવાઓ છે. દીપિકાએ ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેની પાસે અત્યારે બાળકનું પ્લાનિંગ કરવાનો સમય નથી.જો કે, રણવીર સિંહ ઘણી વખત વ્યક્ત કરી ચૂક્યો છે કે તે પિતા બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

Shah Jina