બોલિવૂડના જોશીલા એક્ટર રણવીર સિંહનો આજે બર્થડે છે. રણવીર આજે તેનો 35મો બર્થડે મનાવી રહ્યો છે. બહુ ઓછી ફિલ્મો કરવા છતાં રણવીરની ગણના હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી ખર્ચાળ ઍક્ટરોમાં થાય છે. બેન્ડ બાજા બારાત સાથે ડેબ્યુ કરનાર રણવીરે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આજે રણવીરના બર્થડે પર તમને તેના બાળપણની કેટલીક તસ્વીરો જોઈએ.

રણવીર સિંહનો જન્મ 6 જુલાઈ 1985 ના રોજ મુંબઇમાં થયો હતો. રણવીર સિંહનું પૂરું નામ રણવીરસિંહ ભવાની છે. બોલિવૂડમાં આવ્યા પછી તેણે તેની અટક ભવાનીને કાઢી નાખી હતી.

રણવીર સિંહ ઇન્ડસ્ટ્રીમાં અનિલ કપૂરનો સંબંધી લાગે છે કેમ કે રણવીરના પિતા અને અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂર કઝીન છે. રણવીર સિંહની દાદી ચાંદ બર્ક એક લોકપ્રિય એક્ટ્રેસ હતી અને તેનો પહેલો બ્રેક રાજ કપૂરે ફિલ્મ ‘બૂટ પોલિશ’ માં આપ્યો હતો.

રણવીર સિંહ સિંધી પરિવારનો છે. તેમનો પરિવાર કરાચીમાં હતો જ્યારે ભારત-પાકિસ્તાનનો ભાગલા ન હતા થયા. રણવીર સિંહના માતાપિતા ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે મુંબઇ આવી ગયા હતા.

એક ઇન્ટરવ્યુમાં રણવીર સિંહે કહ્યું હતું કે, ‘તે અમેરિકામાં માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કરવા ગયો હતો. રણવીર પહેલા કન્ટેન્ટ રાઇટર બનવા માંગતો હતો, પરંતુ પહેલા જ ક્લાસમાં તેણે ફિલ્મ ‘દીવાર’ ના ડાયલોગ બોલ્યા હતા જેની ખૂબ પ્રશંસા થઈ હતી.

સ્ટ્રગલના દિવસમાં રણવીરે એક જાહેરાત એજન્સીમાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું, પરંતુ તે એક્ટિંગ કરવા માંગતો હતો. રણવીર ફરીથી થિયેટરમાં જોડાયો, પરંતુ અહીં પણ તેને બેક સ્ટેજની નોકરી આપવામાં આવી હતી.

યશરાજ ફિલ્મ્સે રણવીર સિંહને પહેલા બ્રેક અપાયો હતો. વર્ષ 2010માં તેમની પહેલી ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’ સુપરહિટ હતી. ત્યારબાદથી રણવીરે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. તેના પછી તેને સિમ્બા, પદ્માવત, બાજીરાવ મસ્તાની, ગલી બોય જેવી ઘણી ફિલ્મો કરી. ગલી બોયને ઘણા એવોર્ડ પણ મળ્યા છે.

બૉલીવુડ એક્ટર રણવીરસિંહે હાલમાં જ નવી કાર લીધી છે. કારના શોખીન રણવીરસિંહે રેડ કલરની લેમ્બોર્ગિની કાર ખરીદી છે.
આ કારની કિંમત લગભગ 3 કરોડ છે. થોડા દીવસ પહેલા રણવીર સિંહ તેની નવી કારમાં સ્પોટ થયો હતો. રણવીર તેની નવી કારને લઈને ઘણો ખુશ છે.

આ લેમ્બોર્ગિની કારણ દુનિયાની પહેલી સુપર સ્પોર્ટસ યુટીલીટી વ્હિકલના નામથી પણ જાણવામાં આવે છે. તેની નવી કારણે કારણે રણવીર સિંહ હેપ્પી મૂડમાં જોવા મળ્યો હતો.

રણવીર સિંહ તેની આ નવી કારને લઈને એક ઇવેન્ટમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેને બ્લેક કલરની જેકેટ અને બ્લેક કલરની કેપ પહેરી હતી.

રણવીર સિંહની આ કારની હજુ સુધી નંબરપ્લેટ પણ નથી આવી. રણવીરના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો છેલ્લે ‘ગલી બોય’માં નજરે ચડ્યો હતો. રણવીર હાલ કબીર ખાનની ફિલ્મ ’83’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
આ ફિલ્મ ભારતના 1983ના ક્રિકેટ વર્લ્ડકપ જીતવા પર આધારિત છે. આ ફિલ્મમાં રણવીર કપિલદેવના રોલમાં નજરે આવશે. ફિલ્મનું શૂટિંગ લંડનમાં પૂર્ણ થઇ ચૂક્યું છે.

હાલ આ ફિલ્મનું મુંબઈમાં શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મ રણવીર સાથે દીપિકા પણ જોવા મળશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.