રણવીર સિંહના એક વીડિયો શેર કરવા ઉપર રાતો રાત વાયરલ થઇ જનારી આ છોટી દીપિકા કોણ છે ? જુઓ તેના શાનદાર વીડિયો

આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, અને ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા પોતાના ટેલેન્ટને પણ બહાર લાવતા હોય છે. ઘણા યુવાનો અને બાળકો પણ ઘણા કલાકારોની કોપી કરતા હોય છે અને એમના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. તો ઘણા વીડિયો સેલેબ્રિટીઓને પણ પસંદ આવે છે અને તે તેમના સોશિયલ મીડિયામાં પણ શેર કરતા હોય છે.

રણવીર સિંહે ટ્વિટર પર દીપિકાના નાના ફેનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ‘રામ લીલા’માંથી દીપિકાનો લુક કોપી કરતા જોવા મળી રહી છે. વીડિયોમાં આ ફેનનો લુક એકદમ ઈન્ટેન્સ છે. એવું કહેવું ખોટું નહીં હોય કે આ છોકરી નાની દીપિકા જેવી જ દેખાય છે અને અદ્દલ દીપિકા જેવો જ અભિનય કરે છે.

વીડિયોમાં આ નાનકડા ફેનનું નામ રાશિ શિંદે જણાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં રાશી દીપિકાના ડાયલોગ સાથે તે મુશ્કેલ સીન કરતી જોવા મળી રહી છે જે દરેક માટે સહેલું નથી. નાનકડી દીપિકા લાલ રંગની રાજસ્થાની ઘાગરા-ચોલીમાં ચાહકોનું દિલ જીતી રહી છે. દીપિકા ડાયલોગ પણ સારી રીતે બોલતી જોવા મળે છે.

ટ્વિટર પર રાશિનો વીડિયો શેર કરતા રણવીર સિંહે કેપ્શનમાં લખ્યું, “લીલા જેવું કોઈ નથી. દીપિકા પાદુકોણ, તમારે તમારું મિની વર્ઝન જોવું જોઈએ. તેના એક્સપ્રેશન્સ અદ્ભુત છે.” જેના બાદ હવે સોશિયલ મીડિયામાં હવે આ છોટી દીપિકા ટ્રેન્ડ થવા લાગી છે અને દીપિકાના ગીતો અને ડાયલોગ ઉપર તેના ઘણા વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે.

આ વીડિયો જોયા બાદ રાશિના ઘણા ફેન્સે તેના વખાણ કર્યા છે. એક પ્રશંસકે લખ્યું, “તમારો ખૂબ ખૂબ આભાર રણવીર સિંહ. આ આપણા પોતાના સર્જક છે અને સ્ટાર પણ બની ગયા છે. હવે રાશિ શિંદે.” અન્ય એક ચાહકે લખ્યું, “હું આ એક્ટ જોઈને ખૂબ જ પ્રભાવિત થયો છું. આ દીપિકા પાદુકોણની એક્ઝેક્ટ કોપી છે. તે અદ્ભુત કામ કરી રહી છે.” અન્ય એક ચાહકે લખ્યું, “આ છોકરીએ કેટલી સરળતાથી દીપિકાના સૌથી મુશ્કેલ પાત્રને ફરીથી બનાવ્યું.

રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ 83 રિલીઝ થઈ છે. આ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ ઉપરાંત દીપિકા પાદુકોણ ‘ગહરિયાં’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 11 ફેબ્રુઆરીએ OTT પ્લેટફોર્મ Amazon Prime પર રિલીઝ થશે. દીપિકા સહિત સમગ્ર સ્ટારકાસ્ટને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. ફિલ્મનું નિર્દેશન શકુન બત્રાએ સંભાળ્યું છે.

Niraj Patel