મનોરંજન

દીપિકાના કઝીન ભાઈના લગ્નમાં આદર્શ પતિ રણવીરે જે કર્યું એ જોઈને લોકોના દિલ પાણી-પાણી થઇ ગયા- જાણો વિગત

રણવીર સિંહ દીપિકા પાદુકોણને કેટલો પ્રેમ કરે છે એ સૌ કોઈ જાણે છે. રણવીર લગ્ન પહેલા અને લગ્ન પછી પણ દીપિકાને એટલો જ પ્રેમ કરે છે અને એ ઘણા પ્રસંગોએ પોતાનો પ્રેમ વ્યક્ત પણ કરતા જોવા મળે છે. હાલમાં પણ આવા જ એક પ્રસંગે રણવીર સિંહ દીપિકા પ્રત્યેનો પોતાનો પ્રેમ જાહેરમાં વ્યક્ત કરતા જોવા મળ્યા હતા, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ હતી.

Image Source

કેટલાક સમય પહેલા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પોતાના એક સંબંધીને ત્યાં લગ્નમાં પહોંચ્યા હતા. આ લગ્ન મુંબઈમાં જ હતા. આ પ્રસંગની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેમાંથી એક તસ્વીરની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઓ થઇ હતી, જેને જોઈને લોકોએ રણવીરને એક શ્રેષ્ઠ પતિ કહ્યો હતો.

લગ્નમાં દીપિકા અને રણવીરે એકસાથે ભવ્ય એન્ટ્રી લીધી. એ પછી થોડીવાર બાદ જ રણવીર પોતાની પત્ની દીપિકાના સેંડલ્સ પોતાના હાથમાં પકડેલા જોવા મળ્યો હતો. રણવીરનો પત્ની પ્રેમ જોઈને બધાએ જ તેમના વખાણ કર્યા હતા. દીપિકા રણવીરની આ તસ્વીર ખૂબ જ વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

#deepveer spotted wedding at Mumbai today @ranveersingh @deepikapadukone #namitawedsmihir

A post shared by About deepveer (@deepveeriansindofc) on

લગ્ન દીપિકાના સંબંધીના હતા એટલે એ બધાને જ મળવામાં વ્યસ્ત હતી. દીપિકા મંડપમાં પહોંચી,જ્યા એ ચપ્પલ પહેરીને જઈ ન શકે, એટલે તેને પોતાના સેન્ડલ કાઢી દીધા હતા. દીપિકાએ સાડી પહેરી હતી એટલે એને સેન્ડલ હાથમાં ન પકડી, ત્યારે રણવીરે પોતાની પત્નીને મદદ કરવા માટે તેના સેન્ડલ પોતાના હાથમાં પકડી લીધા.

આ દરમ્યાન એ એક વડીલ વ્યક્તિને મળવા ગઈ ત્યારે તેમની પાછળ રણવીર હાથમાં સેન્ડલ લઈને ઉભા હતા. આ જોઈને ત્યાં ઉભેલા બધા જ વ્યક્તિઓ રણવીરના ચાહક બની ગયા. લગ્નમાં મહેમાનો વચ્ચે પણ રણવીરે પત્નીની સેન્ડલ હાથમાં પકડી. એને એ વાતથી કોઈ જ ફરક પડતો ન હતો કે લોકો શું કહેશે. રણવીર ઘણીવાર દીપિકા માટેનો પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત કરે છે.

આ પ્રસંગે દીપિકાએ ઓફ વ્હાઈટ કલરની સાડી પહેરી હતી અને માથામાં ગજરો અને લાઈટ મેકઅપ કર્યો હતો, જયારે રણવીરે કાળા રંગની શેરવાની પહેરી હતી.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલીવૂડના સૌથી પ્રસિદ્ધ કપલમાંથી એક છે, આ બંનેનો સંબંધ તેમના ચાહકો માટે હંમેશા પ્રેરણાદાયક રહ્યો છે.

6 વર્ષ સુધી એકબીજા સાથે સંબંધમાં રહયા બાદ આ બંનેએ વર્ષ 2018માં લગ્ન કરી લીધા હતા. તેમના લગ્ન બોલિવૂડની સાથે સાથે તેમના ચાહકો માટે પણ એક ખુશીના સમાચાર હતા. લગ્ન પછી તેમનો સંબંધ વધુ મજબૂત બની રહ્યો છે.

લગ્ન પછી એક ઇન્ટરવ્યૂમાં જયારે રણવીરને પૂછવામાં આવ્યું હતું કે દીપિકાની એ કઈ ખાસિયત છે કે જેના વિશે કોઈ નથી જાણતુ, તો રણવીરે જણાવ્યું હતું કે દીપિકાની અંદર હજુ પણ એક બાળક છુપાયેલું છે જે ફક્ત રણવીરે જ જોયું છે અને આ જ તેમના જીવનનો સૌથી અમૂલ્ય ભાગ છે. રણવીરને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે દીપિકા અને તેમના ઝઘડામાં સૌથી પહેલા હાર કોણ માની લે છે, ત્યારે તેમને જણાવ્યું હતું કે તેઓ ઝઘડો જ નથી કરતા.

જણાવી દઈએ કે લગ્ન પછી રણવીર અને દીપિકા, ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ 83માં એક સાથે જોવા મળશે. ભારતના 1983માં પહેલીવાર વર્લ્ડકપ જીતવાની ઘટના પર આધારિત આ ફિલ્મમાં રણવીર પૂર્વ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે અને દીપિકા તેમની પત્ની રોમી ભાટિયાની ભૂમિકામાં જોવા મળશે.

આ સિવાય દીપિકા, ડિરેક્ટર મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં એક એસિડ એટેક સર્વાઇવરની ભૂમિકામાં જોવા મળશે. જયારે રણવીર જયેશભાઇ જોરદાર નામની એક ફિલ્મમાં પણ કામ કરી રહયા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.