બોલિવુડના કલાકારો લાઇમ લાઇટમાં રહેવા માટે કંઈપણ કરતા હોય છે. અને તેમાં પણ જો રણવીર સિંહનું તો પૂછવું જ શું ? તે હંમેશા પોતાના કપડાં અને અવનવી સ્ટાઇલના કારણે ચાહકોનું ધ્યાન ખેંચતો હોય છે. ઘણીવાર તેનો પહેરવેશ મજાક પણ બનીને રહી જાય છે. હાલ કંઈક એવું જ જોવા મળ્યું છે.
હાલમાં રણવીર સિંહે તેના સોશિયલ મીડિયા ઉપર પોતાના ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે જેના કારણે તે ખુબ જ ટ્રોલ થઇ રહ્યો છે. જો કે હવે આને રણવીરનો શોખ કહેવો કે તેની દુનિયાનો જુદો ડ્રેસિંગ સેન્સ. હાલમાં જે તેને પોતાનું ફોટોશૂટ શેર કર્યું છે તેમાં તેનો અજીબો ગરીબ અંદાજ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
રણવીર સિંહે પોતાની ત્રણ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેમાં તે દાઢી મૂછો સાથે છોકરીઓની જેમ મોટા વાળમાં નજર આવી રહ્યો છે. આ ઉપરાંત તેની પાસે એક બ્લેક રંગનું છોકરીઓ વાળું બેગ પણ છે અને તેને સોનેરી જવેલરી પણ પહેરી રાખી છે. રણવીરે ચળકતા ભૂરા રંગનો ડ્રેસ પહેર્યો છે અને પીળા રંગના મોજા સાથે લેધરના શૂઝ પણ પહેર્યા છે.
View this post on Instagram
હવે રણવીરની આ તસવીરો ઉપર લોકો તેને ખુબ જ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝર્સે કોમેન્ટ કરીને લખ્યું છે કે “આજ કારણ છે કે એલિયન્સ ધરતી ઉપર આવતા બંધ થઇ ગયા.” તો બીજા એક યુઝર્સે લખ્યું કે “દીપિકા હેરાન નથી થતી આ બધું જોઈને ?” તો ઘણા કોમેન્ટમાં એમ પણ કહી રહ્યા છે કે “આ છોકરો છે કે છોકરી ?”, આ ઉપરાંત ઘણા લોકો હસવાના ઈમોજી પણ કોમેન્ટ કર્યા છે.
View this post on Instagram
ઘણા લોકો આ તસવીરો ઉપર ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે “હવે આના ઉપર મીમ બનશે !” તો અન્ય એક યુઝર્સ કહી રહ્યો છે કે “આ દીપિકા પાદુકોણ અને બપ્પી લહેરીનું કોમ્બિનેશન છે.” તો એક અન્ય યુઝર્સે લખ્યું છે. “નવા લુકની સાથે નવું મીમ મટીરીયલ્સ” ઘણા લોકોએ રણવીરની આ પોસ્ટ ઉપર તેને ટ્રોલ કરી તેની ક્લાસ લગાવી દીધી છે.