ફિલ્મી દુનિયા

ઘૂંટણ પર બેસીને રણવીરે લીધો દીપિકાના હાથે એવોર્ડ, સ્ટેજ પર જતાવ્યો ખુલ્લેઆમ પ્રેમ, જુઓ વિડીયો

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ દરેક સ્ટેજ પર પોતાનો પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત કરતા રહે છે. ત્યારે તાજેતરમાં જ યોજાયેલા ફિલ્મફેર એવોર્ડ 2019ના સ્ટેજ પર પણ બંનેએ કિસ કરી હતી. સોશિયલ મીડિયા પર બંનેનો કીસીંગનો વિડીયો સામે આવ્યો છે. જણાવી દઈએ કે રણવીર સિંહને બેસ્ટ એક્ટર ક્રિટિકસનો એવોર્ડ મળ્યો છે.64મા ફિલ્મફેર એવોર્ડમાં રણવીર સિંહને ફિલ્મ પદ્માવતિ માટે બેસ્ટ એક્ટર ક્રિટીક્સનો એવોર્ડ મળ્યો છે. રણવીર સિંહને આ એવૉર્ડ તેમની પત્ની દીપિકાએ આપ્યો. પોતાની પત્નીના હાથથી એવૉર્ડ લેતા સમયે રણવીર સૌથી પહેલા ઘૂંટણો પર બેસી ગયા હતા. એ પછી તેને દીપિકાને કિસ પણ કરી હતી.એવોર્ડ મળવા પર રણવીર ફુલ્યા ન સમાયા અને ત્યાં જ સ્ટેજ પર પોતાની પત્ની દીપિકા માટે ઘૂંટણો પર બેસી ગયા  અને પછી કિસ કરી હતી. આના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહયા છે.

રણવીર સિંહે એવોર્ડ લેતા સમયે દીપિકાના વખાણ કરતા કહ્યું – ‘આ બ્લેક લેડી (ફિલ્મફેર એવોર્ડ) મારા માટે ખૂબ જ ખાસ છે, પણ આ લેડી (દીપિકા) મારા માટે એના કરતા પણ વધુ ખાસ છે, જેના કારણે હું છું, હું તને પ્રેમ કરું છું, શું તમે મારા પર ગર્વ છે?’ આ પછી તેને સ્ટેજ પર જ કિસ કરી લીધી. રણવીર અને દીપિકા સિવાય અભિનેતા આયુષમાન ખુરાના પણ સ્ટેજ પર હાજર હતા.

નોંધનીય છે કે રણવીર સિંહે ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત માટે 64માં ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ એક્ટર ક્રિટિકસનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મમાં તેમને ખલનાયકની ભૂમિકા એટલે કે અલાઉદ્દીન ખીલજીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ પદ્માવતના રિલીઝ થવા સમયે દર્શકો અને ફિલ્મ ક્રિટિક્સે તેના અભિનયના ખૂબ જ વખાણ કર્યા હતા.જણાવવામાં આવે છે કે પદ્માવત માટે મળેલા આ એવોર્ડને રણવીરે પોતાના નાનીને સમર્પિત કર્યો છે. તેઓએ કારણ જણાવતા કહ્યું કે – ‘હું આ એવોર્ડ મારા નાનીને સમર્પિત કરું છું. એક દિવસ મેં મારી બહેનને કોલ કરીને પૂછ્યું કે નાની શું કરે છે, તેને કહયું કે નાની છત પર પોતાની મનપસંદ ફિલ્મ પદ્માવત જોઈ રહયા છે.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks