બાઈકવાળાએ રણવીર સિંહની ગાડીને ઠોકી દીધી તો ‘મર્દ’ ની જેમ બહાર આવ્યો પછી જે થયું
બોલિવૂડના અભિનેતા રણવીર સિંહ કોઈને કોઈ કારણે કાયમ ચર્ચાઓમાં છવાયેલા રહે છે. ક્યારેક પોતાની ડ્રેસિંગ સ્ટાઇલને લઈને તો કયારેક ફની વીડિયોને લઈને તેઓ ચાહકોનું ધ્યાન પોતાના તરફ ખેંચતા હોય છે. હાલમાં જ ફરી એ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેની ચર્ચા ચારે બાજુ થઇ રહી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે આ વીડિયોમાં શું છે.
ગુરુવારે મુંબઈમાં એક્સિડન્ટના શિકાર બન્યા રણવીર સિંહ. જોકે આ ઘટનામાં ના તો તેમને અને ના તો સામેવાળને કોઈ ઇજા નથી થઇ માત્ર ગાડીને મામૂલી સ્કેર્ચ પડ્યો છે. રણવીર પોતાનું કામ પતાવીને બાંદ્રામાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક બાઇકવાળાની ટક્કર તેમની ગાડી સાથે થઈ ગઈ. આ દરમિયાન મીડિયાના ફોટોગ્રાફરે વિડીયો બનાવ્યો અને ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે.
View this post on Instagram
વીડિયોમાં તેમને જોઈ શકો છો કે એક્સિડન્ટ પછી રણવીર પોતાની ગાડીમાંથી ઉતારીને અને ગાડીને જોવા જાય છે. નુકશાન મોટું ન થયું હોવાથી તેઓ પાછા પોતાની ગાડીમાં બેસીને જતા રહે છે. આ દરમિયાન લોકોની ભીડ પણ જમા થઇ જાય છે.
View this post on Instagram
આ ઘટના પર રણવીર સિંહના ફેન્સ પોતાના રિએક્શન આપી રહ્યા છે. કામની વાત કરીએ તો રણવીર ટૂંક જ સમયમાં ’83’માં જોવા મળશે. આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમની ઇતિહાસિક જીત ઉપર આધારિત છે. આ ફિલ્મમાં રણવીર કપિલ દેવની ભૂમિકા નિભાવવાના છે. આ ફિલ્મમાં રણવીરની પત્ની દીપિકા પણ નજર આવશે. 1983માં ક્રિકેટ વર્લ્ડ કપમાં મળેલી જીતની કહાની ટૂંક જ સમયમાં બહાર પાડવાની છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.