દીપિકાનો રણવીર આજે 36 વર્ષનો થયો, જુઓ જન્મદિવસ પર સ્પેશિયલ તસવીરો
બોલિવુડ અભિનેતા રણવીર સિંહ એક એવા અભિનેતા છે જે કોઇ પણ રોલમાં ફિટ થઇ જાય છે. પછી તે બેંડ બાજા બારાત ફિલ્મના વિકી હોય કે પદ્માવતના અલાઉદ્દીન ખિલજી. તેમણે ઘણી રીતની ફિલ્મો કરી છે. જેનાથી તે સાબિત થાય છે કે તે એક વર્સિટાઇલ અભિનેતા છે.
રણવીર જેટલો અભિનયને પ્રેમ કરે છે, તેટલો જ તે તેની કારોને પણ કરે છે. તેમની પાસે એકથી ચઢિયાતી એક કારો છે. તેમની પાસે મોંઘી કારોનું કલેક્શન છે. ત્યાં જ મારૂતિ સિયાજ પણ તેમના ગેરેજની શોભા વધારે છે.
તમને જણાવી દઇએ કે, આજે રણવીર સિંહ 33 વર્ષના થઇ ગયા છે. રણવીર સિંહે છેલ્લા બર્થ ડે પર Aston Martin Rapid S ખરીદી હતી. તેમાં 6.0 લીટર, વી 12 એન્જીન આપવામાં આવ્યુ છે જે વધારેમાં વધારે 552 બીએચપીનો પાવર અને 630 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. કારના એન્જીનને 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશનમાં લેસ કરવામાં આવી છે. આ કારની ભારતમાં એક્સ શો રૂમ કિંમત 3.88 કરોડ રૂપિયા છે.
રણવીર સિંહે વર્ષ 2019માં લાલ રંગની લેમ્બોર્ગિની ઉરૂસ જેવી લગ્ઝરી કારને ખરીદી હતી. આ કટિંગ એડ્જ ડિઝાઇન વાળી કાર દુનિયાની સૌથી તેજ રફતાર વાળી કારોમાંની એક છે. ઉરૂસ લેમ્બોર્ગિનીની ચાર ડોર વાળી પહેલી કાર છે. જે આ સુપર કારને હાઇ પાયદાનની બનાવે છે. આ કારની કિંમત 3.10 કરોડ રૂપિયા છે.
મર્સિડીઝ કાર પણ રણવીરની ફેવરેટ કારોમાંની એક છે. રણવીર સિંહ પાસે મર્સિડિઝ બેંજ જીએલએસ જેવી શાનદાર એસયુવી કાર છે. આ કારની કિંમત 1.05 કરોડ રૂપિયા છે.
રણવીર સિંહ અને તેમની પત્ની તેમજ અભિનેત્રી દીપિકા પાદુકોણ ઓસ્ટિન માર્ટિન રેપિડ એસ જેવી શાનદાર કારના માલિક છે. 4 ડોર વાળી આ કારની ખૂબસુરતી લોકોને દીવાના બનાવી દે છે.આ કારની કિંમત 3.29 કરોડ રૂપિયા છે.
અભિનેતા પાસે એક જેગુઆર એક્સજેએલ જેવી શાનદાર કાર પણ છે. આ કારની કિંમત 99.10 લાખ રૂપિયા છે.
લેંડ રોવર રેંજ રોવરની આ કાર અમીર ભારતીયોની પહેલી પસંદ છે. આ કાર કેટલાક વેરિએન્ટમાં આવે છે. આ કારની કિંમત 2.10 કરોડ રૂપિયા છે.
રણવીર સિંહના કાર કલેક્શનમાં ઓડી ક્યુ 5 પણ સામેલ છે. જો કે, આ કારમાં વધારે તે જોવા મળતા નથી પરંતુ આ રણવીરની જૂની જનરેશનની કાર છે જે હવે આવવાની બંધ થઇ ગઇ છે. આ કારનું નવુ મોડલ લગભગ 56 લાખનું છે.
રણવીરના કાર કલેક્શનમાં મારૂતિ સિયાઝ જેવી કાર પણ છે, આ કાર તેમને મારૂતિ સુઝુકીએ ગિફ્ટ કરી હતી જયારે તેઓ બ્રાંડ એમ્બેસેડર બન્યા હતા. આ કારની કિંમત ભારતીય એક્સ શોરૂમ 8.40 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

“પદ્માવત” “બાજીરાવ મસ્તાની” અને “ગલી બોય” જેવી ફિલ્મોના અભિનેતા રણવીર સિંહની વર્ષની કમાણીની વાત કરવામાં આવે તો તે લગભગ 30 મિલિયન ડોલર છે. રણવીર સિંહની કમાણી માત્ર ફિલ્મોથી નથી થતી. આ ઉપરાત તે જાહેરાતની ઘણી મોટી રકમ લે છે. રણવીર સિંહે “પદ્માવત” “બાજીરાવ મસ્તાની” બાદ તેમની ફીસ 13 કરોડ કરી દીધી છે.

રણવીર સિંહ એન્ડોર્સમેન્ટ ડીલ 4 કરોડમાં સાઇન કરે છે. રણવીર સિંહ પાસે લગભગ 300 કરોડની પ્રોપર્ટી છે. વર્ષ 2015માં તેમણે સાઉથ મુંબઇમાં 8 કરોડનો એક આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. તેમની પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ લગભગ 75 કરોડ જણાવવામાં આવે છે.
રણવીર સિંહ પાસે મુંબઇમાં એક સી-ફેસિંગ એપાર્ટમેન્ટ પણ છે. જે તેમણે થોડા સમય પહેલા જ 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રણવીર પાસે ગોવામાં એક બંગલો છે, જેની કિંમત 9 કરોડ રૂપિયાથી પણ વધાારે છે.

તમને જણાવી દઇએ કે, રણવીર સિંહ પાસે જૂતાનું કલેક્શન પણ ઘણુ છે. એવું કહેવામાં આવે છે કે તેમની પાસે લગભગ હજારથી વધારે જૂતા છે, જેની કિંમત 68 લાખ રૂપિયા હશે.