ખબર ખેલ જગત દિલધડક સ્ટોરી ફિલ્મી દુનિયા

વર્લ્ડ કપ પહેલા રણવીર સિંહે કરી મસ્ત્તી, ફોટો અને વિડીયો થયા વાયરલ

રવિવારે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ભારતે પાકિસ્તાને 89 રને હરાવી ભવ્ય જીત હાંસિલ કરી હતી. આ મેચને લઈને ભારતભરમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે બોલીવુડના સ્ટાર રણવીર સિંહ પણ ઇન્ડિયાને સપોર્ટ કરવા મૅન્ચેસ્ટર પહોંચી ધમાલ મસ્તી કરી હતી. ત્યારે રણવીર સિંહ તેની આગામી ફિલ્મ ’83’ ના શુટીંગમાંથી સમય કાઢી પ્રમોશન માટે એન્કરિંગ પણ કરી હતી. રણવીરનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

મેચ દરમિયાન અને મેચ પૂર્ણ થયા બાદ રણવીર જોશમાં આવી ગયો હતો. રણવીર સિંહનો એક વિડીયો ખુબ જ વાયરલ થયો છે. જેમાં રણવીર સિંહ સ્ટેડિયમમાં બધાની સામે વિરાટ કોહલીને ગળે લાગવી જીતની ખુશી વ્યક્ત કરે છે. જેવું કે આપણે બધા જાણીએ જ છીએ કે, રણવીર સિંહ કોઈ પણ જગ્યાએ માહોલ બનાવી દે છે. વિડીયોની સાથે રણવીર સિંહના ફોટો પણ સામે આવ્યા છે. જેમાં રણવીરે બધા ક્રિકેટર સાથે પણ ફોટો ક્લિક કરતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

Cohost @ranveersingh ❤️ at #CWC19 #ranveersingh #myranveersinghfan

A post shared by Ranveer singh (@myranveersinghfan) on

રણવીર નઝફગઢના નવાબ વીરેન્દ્ર સાથે સેલ્ફી પડાવતો નજરે ચડ્યો હતો. તો બીજા ફોટોમાં શિખર ધવન સાથે મજાક કરતો નજરે ચડ્યો હતો. રણવીર સિંહ એક ફોટામાં સુનિલ ગાવસ્કર સાથે મૅચને લઈને મંથન કરતો નજરે ચડ્યો હતો. સાથો સાથ મહાન ખેલાડી બ્રાયન લારા સાથે મૅચની ચર્ચા કરતા નજરે ચડ્યો હતો. રણવીર હરભજન સિંહ સાથે પણ મસ્તી કરતા નજરે ચડ્યા હતા.

જણાવી દઈએ કે ફિલ્મ 83 ભારતીય ક્રિકેટ ટીમના 1983ના વર્લ્ડ કપ પર બની રહી છે. જેમાં રણવીર સિંહ કપિલ દેવનું પાત્ર નિભાવે છે. રણવીરની સાથે રિયલ પત્ની દીપિકા રીલમાં પણ પત્નીની કિરદાર નિભાવતી ફિલ્મમાં જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks