સોશિયલ મીડિયાનો સૌથી ફેમસ સ્ટાર કિલી પોલ સાથે મળી સુપરસ્ટાર રણવીર સિંહે સ્ટેજ પર મચાવી ધમાલ, જુઓ વીડિયો

રણવીર સિંહ જ્યાં પણ જાય છે ત્યાં તેની અદભૂત એનર્જીથી લોકોનું દિલ જીતી લે છે. શુક્રવારે જ રણવીર સિંહે મુંબઈમાં આયોજિત મેટા ક્રિએટર્સ ડે ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. રણવીરના ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. એક વીડિયોમાં રણવીર તેની ફિલ્મ ‘ગલી બોય’નો પ્રખ્યાત ડાયલોગ “ક્યા બોલતી પબ્લિક” બોલતો જોવા મળે છે. આ ઈવેન્ટમાં સોશિયલ મીડિયા સેન્સેશન કિલી પોલે પણ હાજરી આપી હતી અને

રણવીર સિંહના ફેન્સ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં પોલ પણ રણવીર સિંહ સાથે જોવા મળી રહ્યો છે. રણવીર સિંહ આ તંજાનિયાના કલાકારને ગળે લગાવે છે અને તેની સાથે જોરદાર પર્ફોર્મન્સ આપે છે. આ બંને કલાકારો એકબીજા સાથે ઝૂલતા જોવા મળે છે. વીડિયોમાં દર્શકો જોર જોરથી અભિનેતાને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. રણવીર પોતાના સ્ટાઇલિશ સિગ્નેચર લૂકમાં ઇવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યો હતો. તેણે ગુલાબી ટી-શર્ટ, મેચિંગ જેકેટ અને પેન્ટ પહેર્યું હતું. રણવીરે ફંકી ચશ્માની જોડી સાથે તેનો કેઝ્યુઅલ લુક પૂર્ણ કર્યો.

રણવીર સિંહ અને કિલી પોલનો મસ્તી ભરેલો વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં રણવીર સિંહ ઈન્ટરનેટ સેન્સેશન સાથે સ્ટેજ પર ખૂબ જ પાવરપેક્ડ પરફોર્મન્સ આપતો જોવા મળે છે. મેટા ઈવેન્ટમાં રણવીર સિંહે ન માત્ર કિલી પોલ સાથે મસ્તી કરી, પરંતુ સામે બેઠેલા દર્શકોને પણ ખૂબ હસાવ્યા. રણવીર અહીં ‘દીદી આપકો પાર્ટી નહિ કરને કા હૈ’ કહેતો જોવા મળ્યો હતો. આ ઈવેન્ટમાં કિલી પોલ અને રણવીર સિંહ સિવાય ફૈઝલ શેખ, જન્નત ઝુબૈર સહિત અન્ય ઘણા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.

કિલી પોલ આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે ખાસ ભારત આવ્યો હતો. ભારત આવતા પહેલા કિલી પોલે ઈન્સ્ટાગ્રામ પર ફ્લાઈટમાંથી એક સેલ્ફી શેર કરી છે. આ ફોટોમાં તેણે ભારતીય ધ્વજ અને તંજાનિયાનો ધ્વજ થામેલો હતો. જણાવી દઈએ કે કિલી પોલના ઈન્સ્ટાગ્રામ પર 42 લાખ ફોલોઅર્સ છે. તે અને તેની બહેન હિન્દી ગીતો લિપસિંક કરીને ભારતમાં ખૂબ જ લોકપ્રિય બની ગયા છે. બીજી તરફ જો બોલીવુડના સુપરસ્ટાર રણવીર સિંહની વાત કરીએ તો તે આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થનારી ફિલ્મ ‘સર્કસ’માં જોવા મળશે.

આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં રણવીર ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે વરુણ શર્મા, પૂજા હેગડે, જેકલીન ફર્નાન્ડીઝ, સિદ્ધાર્થ જાધવ, જોની લીવર અને સંજય મિશ્રા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 1982માં આવેલી ફિલ્મ અંગૂર પર આધારિત છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina