એરપોર્ટ ઉપર જ રણવીર સિંહે તેની પત્ની દીપિકા પાદુકોણને કરી કિસ, પેપરાજીએ જોઈને કહ્યું, “વન્સ મોર…વન્સ મોર…” જુઓ વીડિયો

બોલીવુડનું સ્ટાર કપલમાંનું એક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હંમેશા તેમની લાઈફ અને તેમની લાઈફમાં થતા રોમાન્સના કારણે ચર્ચામાં રહે છે. આ બંને હાલમાં તેમની આવનારી ફિલ્મ “83”ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે અલગ અલગ જગ્યા ઉપર રણવીર અને દીપિકાને પેપરાજી દ્વારા સ્પોટ પણ કરવામાં આવે છે.

હાલમાં જ રણવીર અને દીપિકાને મુંબઈના એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવ્યા. આ દરમિયાન બંનેનું ખુબ જ પ્રેમાળ તસવીરો પણ સામે આવી છે. જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે અને ચાહકોને પણ તેમની આ રોમાન્ટિક તસવીરો ખુબ જ પસંદ પણ આવી રહી છે.

સામે આવેલી તસ્વીરોમાં રણવીર અને દીપિકા એકબીજા ઉપર પ્રેમ લૂંટાવતા જોવા મળ્યા હતા. રણવીરે તેની પત્ની દીપિકાને જાહેર જગ્યા ઉપર જ કિસ કરી લીધી હતી, પરંતુ કિસ કરતા સમયે બંનેના ચહેરા માસ્કથી ઢંકાયેલા હતા, જેના કારણે દીપિકા અને રણવીરનો માસ્કમાં આ રોમાન્ટિક અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવ્યો.

તેમની આ રોમાન્ટિક ક્ષણોનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સામે આવેલી તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે દીપિકા અને રણવીર બંને બ્લેક રંગના માસ્કમાં નજર આવી રહ્યા છે.

દીપિકા અને રણવીરની સામે આવેલી તસ્વીરોમાં દીપિકા જ્યાં બ્લેક એન્ડ વ્હાઇટ લુકમાં ગજબની દેખાઈ રહી છે તો તેનો પતિ રણવીર પીળા અને લાલ રંગના આ અતરંગી લુકમાં તેના જુના અંદાજમાં જ જોવા મળી રહ્યો છે.

હંમેશાની જેમ આ વખતે પણ રણવીર દીપિકાને લઈને ખુબ જ પ્રોટેક્ટિવ જોવા મળી રહ્યો હતો. રણવીરે દીપિકાનો હાથ પકડી રાખ્યો હતો. દીપિકા અને રણવીરે એરપોર્ટ ઉપર પેપરાજીને ઘણા પોઝ પણ આપ્યા હતા.

રણવીરે જયારે દીપિકાને કિસ કરી ત્યારે ત્યાં હાજર ફોટોગ્રાફરોએ તેમના આ રોમાન્ટિક અંદાજ જોઈને “વન્સ મોર..વન્સ મોર…”ના નારા પણ લગાવ્યા હતા.  ફોટોગ્રાફરને પોઝ આપ્યા બાદ રણવીર અને દીપિકા એરપોર્ટ તરફ ચાલ્યા ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે દીપિકા અને રણવીર તેમની આવાનરી ફિલ્મ “83”માં સાથે જ હોવા મળવાના છે. આ ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે જે દર્શકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મમાં રણવીર કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે જયારે દીપિકા તેની પત્નીનું પાત્ર નિભાવશે.

Niraj Patel