રેમ્પ વોકના દરમિયાન રણવીર-દીપિકાએ રોમેન્ટિક અંદાજમાં લૂંટી મહેફિલ, બધાની વચ્ચે કરી એકબીજાએ કિસ

બોલીવુડ અભિનેતા રણવીર સિંહ આગળના અમુક સમયથી પોતાના બોલ્ડ ફોટોશૂટને લીધે ચર્ચામાં બનેલો છે. તેનું ફોટોશૂટ લગાતાર વિવાદોમાં ઘેરાતું જઈ રહ્યું છે અને તેના વિરુદ્ધ એફઆઈઆર પણ દર્જ કરવામાં આવી છે અને આ સિવાય ઇન્દોરમાં પણ આ બાબતનો મોરચો કાઢીને કપડા દાન કરવાનું મુહિમ ચાલી રહ્યું છે. જ્યારથી રણવીરે આ ફોટોશૂટ શેર કર્યું ત્યારથી લઈને તેને લગાતાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જો કે આટલા વિવાદો બાદ પણ તાજેતરમાં જ રણવીર સિંહ બેફિક્રે અંદાજમાં જોવા મળ્યો છે.

આ વિવાદિત ફોટોશૂટ બાદ રણવીર હાલમાં જ એક રેમ્પ વોકમાં જોવા મળ્યો છે અને સાથે દીપિકા પાદુકોણ પણ સુંદર અવતારમાં વોક કરતી જોવા મળી છે. રણવીર-દીપિકા શુક્રવારના રોજ આયોજિત ફેશન શોમાં ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક કર્યું હતું, આ દરમિયાન બંનેએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા આઉટફિટમાં જોવા મળ્યા છે. આ શોનુ આયોજન મીજવાન ફેશન શોના 10 વર્ષ પુરા થવાની ખુશીમાં કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં રણવીર-દીપિકા શો સ્ટોપર બન્યા હતા.

પોતાના આઉટફીટથી કપલે દર્શકોનું ધ્યાહ પોતાના તરફ ખેંચ્યું હતું. આ દરમિયાન બંનેએ એકલા અને એકબીજા સાથે પણ રેમ્પ વોક કર્યું હતું. આ ઇવેન્ટમાં વિદ્યા બાલન, ગૌહર ખાન, કરન જોહર, નોરા ફતેહી સહિત ઘણા કલાકારો શામિલ થયા હતા.ઇવેન્ટમાં રણવીર કાળા રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો, જેમાં સફેદ રંગનું સુંદર કઢાઈ વર્ક કરવામાં આવેલું છે.જો કે સૌથી વધારે લોકોનું ધ્યાન રણવીરે પહેરેલા બુટ પર ગયું હતું, રણવીરે ફ્રિલ્સ વાળા બ્લેક સ્ટાઈલિશ સૂઝ પહેર્યા હતા.

જયારે દીપિકા સિલ્વર વ્હાઇટ રંગના ડિઝાઇનર લહેંગામાં જોવા મળી હતી. એમ્બ્રોડરી વાળા આ નેટના લહેંગામાં દીપિકા ખુબ જ સુંદર લાગી રહી હતી. આ આઉટફિટ સાથે દીપિકાએ ગ્લોસી મેકઅપ અને સિલ્વર મેચિંગ જવેલરી પણ પહેરી હતી, જે તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહી હતી.

ઇવેન્ટમાં રણવીર હંમેશાની જેમ એકદમ મસ્ત અને બિંદાસ અંદાજમાં જોવા મળ્યો હતો. વોકના દરમિયાન રણવીર ત્યાં હાજર લોકો સાથે વાત કરતો અને ઠુમકા લગાવતો પણ જોવા મળ્યો હતો. આ સિવાય કપલે એકવાર ફરીથી લોકો સામે આવીને પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો હતો અને કપલે કિસ પણ કરી હતી.

આ ઇવેન્ટના વિડીયો અને તસવીરો પણ સામે આવી છે જેમાં બંને કેમેરા સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે, ખાસ કરીને રણવીર ખૂબ મસ્તીના મૂડમાં જોવા મળ્યો છે. ઇવેન્ટમાં રણવીર સિંહનો પરિવાર પણ હાજર રહ્યો હતો. જેમાં પહેલી જ રોમાં રણવીરની માં અંજુ ભવનાની અને બહેન રુતિકા ભવનાની બેઠા હતા અને બાજુમાં સિદ્ધાર્થ રોય કપૂર, ગૌરીખાન, વિદ્યા બાલન ઇશાન ખટ્ટર પણ બેઠેલા હતા.જ્યા રણવીરે ઇવેન્ટમાં જ મા ને પગ લાગતો પણ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રણવીરનું મા ને પગે લાગવું ચાહકોને ખુબ પસંદ આવ્યું હતું અને તેની ખુબ પ્રશંસા કરી હતી. જયારે અમુક લોકો રણવીરને ટ્રોલ પણ કરી રહ્યા હતા. અમુકે કહ્યું કે,”રણવીરના વિવાદિત ફોટોશૂટ બાદ સંસ્કારી દીકરો”. જયારે અમુકે તેની માં ને સલાહ આપી દીધી કે,”તેમારા દીકરાને કંઈક સમજાઓ, આ એક દિવસ વર્લ્ડ વૉર કરીને જ માનશે”.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વાત વરકફ્રન્ટની કરીયે તો રણવીર સિંહ આલિયા ભટ્ટ સાથે કરન જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે, આ સિવાય તે રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં પણ જોવા મળશે. જ્યારે દીપિકા શાહરુખ ખાન સાથે ફિલ્મ પઠા માં જોવા મશે, ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પણ ખાસ કિરદારમાં હશે, આ સિવાય તે રિતિક રોશન સાથે ફિલ્મ ફાઇટરમાં પણ જોવા મળશે.

Krishna Patel