ઓહોહો બિકીનીમાં ફિગર દેખાડતી દેખાઈ દીપિકા, શરમથી પાણી પાણી થઇ જાય એવી તસવીરો વાયરલ થઇ
Deepika Padukone Bikini Photo: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેની શાનદાર એક્ટિંગ અને સુંદરતા માટે જાણીતી છે. દીપિકાની ગ્લેમરસ સ્ટાઈલ અવારનવાર ઈન્ટરનેટ પર વાયરલ થાય છે. ફરી એકવાર દીપિકા પોતાની બોલ્ડ સ્ટાઈલથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. દીપિકાના આ બોલ્ડ અવતારનો જાદુ માત્ર ચાહકો પર જ નહીં પરંતુ તેના પતિ પર પણ ચાલી રહ્યો છે. દીપિકા પાદુકોણે બિકીનીમાં પોતાનો ફોટો શેર કર્યો છે.
દીપિકા પાદુકોણે બિકિનીમાં બતાવ્યુ હુસ્ન
ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું – એક સમયનીવાત છે, વધારે સમય નથી થયો. તેનો આ બોલ્ડ ફોટો જોઈને રણવીર સિંહ પોતાની જાતને રોકી ન શક્યો, તેણે દીપિકાની તસવીર પર ફની કમેન્ટ કરી. કોમેન્ટ કરતાં રણવીર સિંહે લખ્યું- આ એક સારી વોર્નિંગ છે. દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના સુંદર ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. દીપિકાનું ઇન્સ્ટાગ્રામ તેના અદભૂત ફોટાઓથી ભરેલું છે.
કમેન્ટ કરવાથી પોતાને રોકી ન શક્યો પતિ રણવીર
પોતાના સુંદર ફોટાઓ સિવાય દીપિકા અવારનવાર પોતાના અંગત જીવનની માહિતી ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. દીપિકા પાદુકોણ હાલમાં જ શાહરૂખ ખાન સાથે ફિલ્મ પઠાણમાં જોવા મળી હતી. પઠાણ ફિલ્મના એક ગીત માટે દીપિકા પાદુકોણને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. રણવીર સિંહ સિવાય બિપાશા બાસુ, મનીષ મલ્હોત્રા, શિબાની દાંડેકર, ભૂમિ પેડનેકર સહિત ઘણા સેલેબ્સ અને ઘણા ચાહકોએ દીપિકા પાદુકોણની તસવીર પર પ્રતિક્રિયા આપી છે.
રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના સ્ક્રીનિંગમાં દીપિકા થઇ હતી સ્પોટ
શનિવારે દીપિકા પતિ રણવીરની ફિલ્મ ‘રોકી ઔર રાની…’ જોવા આવી હતી. અભિનેત્રીને ફિલ્મ એટલી પસંદ આવી હતી કે તે ઝુમકા ગીત પર ડાન્સ કરવાથી પોતાને રોકી શકી ન હતી. રણવીરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફની વીડિયો શેર કર્યો હતો, જેમાં દીપિકા ‘ઝુમકા’ પર હૂક-સ્ટેપ કરતી જોવા મળી હતી. આ વીડિયોને શેર કરતા રણવીર સિંહે કેપ્શનમાં લખ્યું- “તેને આ ગમ્યું….”